મૈ હૂં ના’ની સિક્વલ માટે શાહરુખનીકભી હા કભી ના’

ફોકસ પ્લસ – રશ્મિ શુક્લ
શાહરુખ ખાન અને ડિરેક્ટર-કોરિયોગ્રાફર ફારાહ ખાન કુંદર જ્યારે એક સાથે આવે ત્યારે સ્ક્રીન પર જાદુ રેલાવે છે એમાં કોઈ શક નથી. આ બન્નેએ મૈ હૂં ના’,ઓમ શાંતિ ઓમ’ અને હેપ્પી ન્યુ યર’માં સાથે કામ કર્યું હતું. જોકે હવેમૈ હૂં ના’ની સિક્વલ બને એવી શક્યતા વર્તાઈ રહી છે. જોકે શાહરુખની ઇચ્છા નથી કે આ ફિલ્મનો બીજો પાર્ટ બને. સાથે જ અંદરખાને તેનું મન ચાહેેે છે કે આ ફિલ્મની સિક્વલ બને. તેનું એવું માનવું છે કે માત્ર બનાવવા ખાતર ફિલ્મ ન બનાવવી જોઈએ.
સેકેન્ડ પાર્ટ એવો હોવો જોઈએ, જે પહેલા પાર્ટ કરતાં પણ જબરદસ્ત હોય. આ જ કારણ છે કે ફારાહ પણ ફિલ્મમાં કોઈ કચાશ બાકી નથી રાખવા માગતી. આ પહેલી એવી ફિલ્મ છે જેને શાહરુખે તેની વાઇફ ગૌરી ખાન સાથે મળીને તેમના રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મ તેમના દિલની પણ ખૂબ નજીક છે. `મૈ હૂં ના 2′ માટે ફારાહને આઇડિયા પણ મળી ગયો છે અને તે પોતાની ટીમ સાથે મળીને ફિલ્મની સ્ટોરી પર કામ કરી રહી છે.
સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે શાહરુખ એ વાત સારી રીતે જાણે છે કે આ ફિલ્મના ફૅન ફોલોઇંગ પણ અઢળક છે. એથી જ તેણે ફારાહ અને તેની ટીમને સખત શબ્દોમાં કહી રાખ્યું છે કે સ્ક્રીનપ્લે પર પ્રામાણિકતાથી કામ કરવામાં આવે. તેની તમન્ના તો એવી પણ છે કે લોકો પર આ સિક્વલ અમીટ છાપ છોડી જાય. એવી શક્યતા છે કે શાહરુખ આ વર્ષે આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી શકે છે. ત્યારબાદ જ જાણી શકાય છે કે તે આ ફિલ્મને હા કહે છે કે ના.હાલમાં તો કિંગ ખાન તેની દીકરી સુહાના ખાન સાથેની ફિલ્મ `કિંગ’માં બિઝી છે. આ પ્રોજેક્ટ તેના માટે ખૂબ અગત્યનો છે, કેમ કે આ ફિલ્મ દ્વારા તેની લાડલી સુહાના સિલ્વર સ્ક્રીન પર એન્ટ્રી કરવાની છે.