મેટિની

બોલિવૂડની સાત લવ સ્ટોરી જે તમારા વેલેન્ટાઈનને યાદગાર બનાવશે

વિશેષ -કૈલાશ સિંહ

જ્યારથી ભારતમાં ફિલ્મો બનવાની શરૂઆત થઈ છે ત્યારથી બોલીવૂડ અને રોમાન્સ વચ્ચેનો સંબંધ ગાઢ બન્યો છે. લગભગ દરેક ફિલ્મમાં પ્રેમની નવી વ્યાખ્યા સાંભળવા મળે છે. અહીં આપણે શાસ્ત્રીય પ્રેમ કથાઓ (હીર રાંઝા, લૈલા-મજનુ વગેરે) અને પ્યાસા, મુગલ-એ-આઝમ, આવારા, કભી કભી જેવી ટાઈમલેશ પ્રેમકથાઓને બાજુ પર મૂકીએ અને જોઈએ કે છેલ્લા બે દાયકાઓમાં હિન્દી ફિલ્મોએ પ્રેમને કેવી રીતે વખાણ્યો છે. તે કઈ રીતે કરવામાં આવે છે? તેનો અર્થ એ કે આપણે ‘પ્યાર દોસ્તી હૈ (કુછ કુછ હોતા હૈ)’ અથવા ‘એક તરફા પ્યાર કી શક્તિ (એ દિલ હૈ મુશ્કિલ) જેવા નવા પ્રેમ અર્થઘટન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ અર્થમાં, આ વેલેન્ટાઇન ડે પર, તમે આ ફિલ્મો જોઈને તમારા પ્રેમને મજબૂત કરી શકો છો અથવા તેમાં નવીનતા લાવી શકો છો. આવો તમને આવી જ સાત લવ સ્ટોરી વિશે જણાવીએ જે તમારા વેલેન્ટાઈન ડેને યાદગાર બનાવી દેશે.’

અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત યે જવાની હૈ દીવાની (૨૦૧૩), બન્ની (રણબીર કપૂર) અને નૈના (દીપિકા પાદુકોણ)ની વાર્તા છે, કેવી રીતે તેઓ તેમના જીવનના બે મહત્ત્વપૂર્ણ તબક્કામાં એકબીજાને મળે છે અને પ્રેમમાં પડે છે. આ ફિલ્મ પ્રેમ અને મિત્રતાની ઉજવણી કરે છે. તેની વાર્તા અને ગીતો સારા છે અને દિગ્દર્શન પણ અદ્ભુત છે, જેના કારણે આ ફિલ્મ ઘણું મનોરંજન કરે છે. પ્રેમની નવી વ્યાખ્યાઓ આપવાનો અર્થ એ નથી કે શાસ્ત્રીય પ્રેમ કથાઓમાંથી પ્રેરણા મળતી બંધ થઈ ગઈ છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘રાસ લીલા’ શેક્સપિયરની ‘રોમિયો એન્ડ જુલિયટ’નું હિન્દી રૂપાંતરણ છે. રામ (રણવીર સિંહ) અને લીલા (દીપિકા પાદુકોણ)નો સંબંધ એવા પરિવાર (સજદી અને સનેરા) સાથે છે, જેઓ એકબીજાના દુશ્મન છે, પરંતુ તે બંને પ્રેમમાં પડે છે અને તેમના પ્રેમ માટે તેમણે બલિદાન પણ આપવું પડે છે. આ ફિલ્મે ભારતીય ફિલ્મોમાં વાર્તા કહેવાની નવી સીમાઓ નક્કી કરી છે.

‘મનમર્ઝિયાં (૨૦૧૮) એક નવા યુગની લવસ્ટોરી છે, તેમાં પરંપરાગત લવ ટ્રાઈએંગલ હોવા છતાં. અનુરાગ કશ્યપ
દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તાપસી પન્નુ, અભિષેક બચ્ચન અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં પ્રેમ અને સંબંધ પર સંપૂર્ણપણે નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે, જે દર્શકોના હૃદયને સ્પર્શી જાય છે. મૂંઝવણ અને લાગણીઓથી કોઈ વ્યક્તિ અસ્પૃશ્ય નથી. ફિલ્મમાં આ હકીકત પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. રૂમી (તાપસી) અને વિકી (કૌશલ) એકબીજાને પ્રેમ કરે છે, પરંતુ જ્યારે લગ્નની વાત આવે છે, ત્યારે વિકી ટાળી દે છે અને વિષય બદલવાનો પ્રયાસ કરે છે. તેના સાચા પ્રેમને છોડીને, રૂમી, રોબી સાથે અરેંજ મેરેજ માટે સંમત થાય છે. વિકી વિશે જાણ્યા પછી પણ રોબી રૂમીના પ્રેમમાં પડી જાય છે. ત્રણેય આ પ્રેમને કેવી રીતે ડીલ કરે છે, તે વિશે ફિલ્મમાં આગળ દર્શાવવામાં આવ્યુ છે.

કરણ જોહર દ્વારા દિગ્દર્શિત, ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ નિ:સ્વાર્થ પ્રેમ, હાર્ટબ્રેક અને પાઠ શીખવા સાથે સંબંધિત છે. આ એકતરફી પ્રેમની વાર્તા છે, જે પ્રેક્ષકોને એટલા માટે ગમી કારણ કે આપણે બધાએ આપણા જીવનમાં અમુક સમયે આ પ્રકારના પ્રેમનો અનુભવ કર્યો છે. વાર્તા અયાન (રણબીર કપૂર) અને અલીઝેહ (અનુષ્કા શર્મા) ની આસપાસ ફરે છે, જેઓ મિત્રો બની જાય છે અને અયાન તેના પ્રેમમાં પડે છે, પરંતુ અલીઝેહને તેના પ્રત્યે એવી કોઈ લાગણી નથી. અયાન આ એકતરફી પ્રેમ સાથે કેવી રીતે વ્યવહાર કરે છે? આ ફિલ્મ તમને હસાવે છે, રડાવે છે અને દર્શકોને પાત્રો ગમવા લાગે છે. ફિલ્મની વાર્તા અને ગીતો અદ્ભુત છે.

મોહિત સૂરી દ્વારા દિગ્દર્શિત ‘આશિકી ૨’, આ જ નામની બની પ્રથમ ફિલ્મથી સંપૂર્ણપણે અલગ છે. આ એક ઉત્તમ પ્રેમકથા છે, જેમાં પ્રેમ શુદ્ધ, તીવ્ર, નિ:સ્વાર્થ અને લાગણીઓથી ભરેલો છે. આ ફિલ્મ દર્શકોને લાગણીઓના રોલરકોસ્ટર પર લઈ જાય છે. શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂર વચ્ચે સારી કેમેસ્ટ્રી છે અને બંનેએ ખૂબ જ સારું કામ કર્યું છે. રાહુલ જયકર (આદિત્ય) એક નિષ્ફળ ગાયક, બાર સિંગર આરોહી (શ્રદ્ધા) સાથે પ્રેમમાં પડે છે, જેને તે પ્રખ્યાત ગાયક બનાવવામાં મદદ કરે છે, પરંતુ તેની પીવાની ટેવ તેમના સંબંધોને બગાડે છે. જો તમને ગહન પ્રેમ કથાઓમાં રસ હોય તો આ ફિલ્મ તમારા માટે છે.

જ્યારે રોમેન્ટિક ફિલ્મોની વાત આવે છે, તો ઇમ્તિયાઝ અલી પર આંધળો વિશ્ર્વાસ કરી શકાય છે. તેઓ એવો અનુભવ આપે છે, જેને પ્રેક્ષકોનો સમય અને નાણાંનો સદુપયોગ કહી શકાય. ‘જબ વી મેટ’, ‘લવ આજ કલ’ તો તેમની જગ્યાએ માસ્ટરપીસ છે, ‘રોકસ્ટાર’ પણ આ શ્રેણીમાં આવે છે. આ ફિલ્મ જેજે (રણબીર કપૂર) વિશે છે જે મ્યુઝિક સેન્સેશન બનવા માગે છે. આ સંદર્ભમાં, તે તેના કોલેજના કેન્ટીન મેનેજરની વાત માને છે કે તેનું હૃદય તૂટી ગયા પછી, તે એક રોક સ્ટાર બનશે. પછી જેજે કેમ્પસની સૌથી સુંદર છોકરી, હીર (નરગીસ ફખરી)નો સંપર્ક કરે છે અને પછી જટિલતાઓથી ભરેલી તેમની પ્રેમકહાની શરૂ થાય છે. આ ફિલ્મનાં ગીતોની વાત કરીએ તો આનાથી વધુ સારા આલ્બમ બહુ ઓછા છે.

કોણ તેમના સપનાના રાજકુમાર અથવા રાજકુમારી સાથે લગ્ન કરવાની કલ્પના નથી કરતું? શશાંક ઘોષ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ખૂબસૂરત’ આવી જ એક કાલ્પનિક વાર્તા છે. ડો. મિલી (સોનમ કપૂર) એક ફિઝિયોથેરાપિસ્ટ છે, જેને રાજસ્થાનના રાજા શેખર સિંહ રાઠોડ (આમિર રઝા)ની સારવાર માટે રાખવામાં આવે છે, જ્યાં તે રાજાના પુત્ર વિક્રમ (ફવાદ ખાન)ને મળે છે, જે તેનાથી એકદમ વિરુદ્ધ છે. જ્યાં મિલી એક ખુશખુશાલ અને બોલ્ડ છોકરી છે અને વિક્રમ એક સજજન રાજકુમાર છે. વાર્તા બે ધ્રુવીય વિરોધીઓ એકબીજાના પ્રેમમાં કેવી રીતે પડે છે તે વિશે છે. બંને મુખ્ય પાત્રોએ સારું કામ કર્યું છે અને ફિલ્મનો ડિઝની ટચ પણ અસરકારક છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button