મેટિની

…વિચાર એટલો ચાલાક અને શાતિર હોય છે કે પોતાની સગવડ માટે બધું જ વિકૃત બનાવી દે છે…

સાત્વિકમ્ શિવમ્ – અરવિંદ વેકરિયા

ભારતી વેકરીયા અને અરવિંદ વેકરીયા. વાત મધરાત પછીની નાં `હાઉસ ફૂલ’ શોની સફળતા માણતાં

રવિવારે સવારે 12 વાગે તો મને ચંદ્રવદન ભટ્ટે વધામણા આપતો ફોન કર્યો કે શો હાઉસ ફૂલ' થઈ ગયો છે, કોઈને હવે બોલાવતો નહિ. મારે તોહાઉસ ફૂલ’ સાંભળીને બોલવાનું જ જાણે મોઢામાં અટકી ગયું, અને કોઈને બોલાવવાનો સવાલ પણ ક્યા હતો! ઘરના અંગત સભ્યોએ જોઈ લીધું હતું. ભટ્ટ સાહેબ એલાવ...એલાવ..' કરતા રહ્યાં ને માં ધ્યાન તૂટ્યું. મેં અનુસંધાન સાધતા કહ્યું,સોરી’ કહી આ સમાચાર આપવા બદલ થેંક યુ' પણ કહ્યું. અને ઉમેર્યું,તમે મારી મહેનત પર આટલો વિશ્વાસ રાખ્યો એ મારે મન બહુ મોટી વાત છે, સર !.’ મને કહે તું એનો હકદાર છે, અને વિશ્વાસ...દુનિયાનો સૌથી સુંદર છોડ વિશ્વાસ' હોય છે જે જમીન પર નહિ પણ વ્યક્તિના હૃદયમાં ઊગે છે. મારી સાથેના નાટક મારી જોડે કરતા મેં તને પારખી લીધો હતો.મેં ફરી આભાર’ માન્યો તો મને કહે, હવે વારે ઘડીએ આ આભાર માનવાની ફોર્માલીટી બંધ કરી દે. સિદ્ધાંત બનાવી લે કે ગમતી વ્યક્તિથી દુ:ખ લાગે ત્યારે યાદ રાખવું કે દુ:ખ મહત્ત્વનું હોય તો વ્યક્તિને ભૂલી જવી અને વ્યક્તિ મહત્ત્વની હોય તો દુ:ખ ભૂલી જવું. આપણે તો બંને હવે એકબીજા માટે મહત્ત્વના છીએ પછી દુ:ખજખ મારે.’ મને બહુ ગમ્યું. પછી પોતાની તબિયત વિષે મને કહ્યું કે, `આવતી કાલના શો મા હું નહિ આવી શકું. આવતા રવિવારે શો તેજપાલ થીયેટરમાં સાંજે 7.45 વાગે છે એ ઈન્ટરવલમા એનાઉન્સ કરી દેજે.

જાહેરખબર તો તું અને દીપક સોમૈયા સાથે કરો જ છો એટલે એ બાબત મારે કહેવાનું રહેતું નથી.’ એમણે ફોન મુક્યો. મેં હાઉસ ફૂલ' નાં સમાચારહાઉસ વાઈફ’ ને આપ્યા. એ ખુશ થઈ ગઈ અને મને કહે, હું આવું?'. મેં પ્રેમથી એ વાતનો અસ્વીકાર કરી હકીકત જણાવી. કોઈ પણ દલીલ કર્યા વગર મને કહે, શો પૂરો થાય કે તરત મને ફોન કરી જણાવજો કે શો કેવો ગયો.! મેં એના ગાલ ઉપર ટપલી મારતા કહ્યું,ઓ.કે.’. હું શો પર જવાની તૈયારીમાં લાગ્યો. સ્ક્રીપ્ટ અને અમુક લખેલા પોઈન્ટ્સ વાળો કાગળ એક થેલીમાં નાંખી જમ્યો. વામકુક્ષી કરતાં ભારતીને જણાવ્યું કે મને ચાર વાગે જગાડી દે.

ચાર વાગે જાગી જરા ફ્રેશ-અપ થયો. બિરલા ક્રીડા કેન્દ્રમાં પણ બ્લેક' કરવા વાળો એ જ માણસ મળી ગયો જે મને તેજપાલ થિયેટરમાં મળેલો. બીજા એક-બે ટપોરીઓને પણ બ્લેક કરતાં મેં જોયા. મને આનંદ તો થયો પણ આબ્લેક’ નું કામ મને પસંદ તો નહોતું જ. પણ એ બાબત રાજેન્દ્રનાં વિચારો જરા જુદા હતા. મને કહે, આપણા થકી કોઈ ગરીબ માણસ બે પૈસા કમાય છે તો એ આપણું ગુપ્ત દાન' સમજી લે.!' હું એ વાત વિચારતો મેક-અપ રૂમમાં પહોંચી ગયો. રૂટીન મુજબ મેક-અપ કર્યો. ડે્રસ પણ ધારણ કરી લીધો. ભટ્ટ સાહેબે સૂચવેલા કટ્સ બધાને યાદ કરાવી દીધા કે ક્યાંક કોઈ ભૂલમાં બોલી ન બેસે. કિશોર દવેને પણ ખાસ કહ્યું. એઝ યુઝવલ, કોઈ પ્રતિભાવ નહિ. એમના મનમાં શું હશે એ હું કળી નહોતો શકતો. મને મારી ટીમ એક પરિવારની જેમ રહે એ ગમે પણ...આમના મનમાં શું હશે? વિચાર એટલો ચાલાક અને શાતિર હોય છે કે પોતાની સગવડ માટે બધું જ વિકૃત બનાવી દે છે, એવું હશે? જે હોય તે, હું મારી રીતે મારી ટીમને સંભાળવાના પૂરતાં પ્રયત્નો કરતો જ રહેતો અને હવે ગુરુ સમાન ભટ્ટ સાહેબની સલાહનો પણ સથવારો મળતો રહેતો. હું ઘણી વાર ભરાય આવેલો ડૂમો ભટ્ટ સાહેબ પાસે ઠાલવતોકિશોર દવે સરસ પરફોર્મ કરે છે પણ એટીટ્યુડ મને હંમેશાં ખૂંચ્યા કરે છે’ ત્યારે ભટ્ટ સાહેબ કહેતા કે દાદુ, મડીયા એને એક કલાકાર તરીકે જ લેતા બાકી તો…આ અહંકાર બહુ ખરાબ ચીજ છે. વેંચી શકતા હો તો વેંચી બતાવો તમારા અહંકારને બજારમાં, એક પિયો પણ નહિ મળે ત્યારે જ તમને ખબર પડશે કે કેવી ફાલતુ ચીજ પકડી રાખી છે હજુ સુધી...બસ! એક વસ્તુ સમજી લેવાની કે અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું રહ્યું તો... તારું ઈન્ટેશન ભલે સારું હોય પણ દુનિયા ફક્ત પ્રેઝન્ટેશન જુએ છે, જ્યારે આપણું પ્રેઝન્ટેશન ગમે તે હોય, ભગવાન ફક્ત ઈન્ટેશન જુએ છે..આટલું ગોખી લે. અને ચિંતા છોડી દે.' ભટ્ટ સાહેબની આવી વાતો મનેહળવોફૂલ’ કરી દેતી. આમાં `હાઉસ ફૂલ’ ભૂલી ગયો.

બિરલા ક્રીડા કેન્દ્રનો શો ઝકાસ ગયો. બધાની આશા અને સફળતા માટેની અપેક્ષાઓ વધી ગઈ. પહેલા શોમાં હું શો પછી એકલો અટૂલો બેઠેલો પણ આજે તો મારા સહિત સાથે બેસી સફળતાને આરોગી. હવે પછીનો શો સાંજે તેજપાલમાં છે એ જાણી બધા વધુ ખુશ થયા. ભ.જો. કહે હું ગઈકાલે જ ઠક્કરબાપાને ભાડાનો ચેક આપી આવ્યો છું.' ટૂંકમાં આ બધો સંચારરંગફોરમ’ નાં બેનરથી ભટ્ટ સાહેબ કરી રહ્યાં હતાં. એમનું ગુડવિલ' જ જોરદાર એટલે જ બધા એમનેભીષ્મ પિતામહ’ કહેતા હતા.
તેજપાલની જા. ખ. માટે દીપક સોમૈયાએ ગજબનો આઈડીયા બતાવ્યો. એ વખતે સેન' નામનો આર્ટિસ્ટ હતો. મગજનો તુમાખી. બધા એનેસેન-સાઈકી’ કહેતા. એનામાં ગજબનો વિઝ્યુઅલ પાવર હતો એના મગજમાં. ..પણ હતો સાઈકી' મુડ હોય તો જા.ખ. માટે જાતજાતના લે-આઉટ બનાવી આપે પણ મુડ ન હોય તો એને મનાવવા તમે ભલે જાતજાતની તરકીબો કરો, એ મચક ન જ આપે.મારે માટે ખબર નહિ, એને લગાવ વધુ હતો. આ નાટક થોડુંબોલ્ડ’ તો હતું જ. એનું એક નુકસાન એ થયું કે સંસ્થાઓ આ નાટક પોતાના ગ્રૂપ માટે લેવાનું ટાળતા, પણ મજાની વાત એ હતી કે ટાળનાર (ગ્રૂપ લીડર) સીટ લેવા ટળવળતા. તેઓ પૂરા દિલથી અને હોશમાં આ મનોરંજન માણતા. જયંત ગાંધીએ હાઉસ ફૂલ' નાં બોર્ડ ભલે કરી દીધા પણ સંસ્થાઓથી વિમુખ પણ કરી દીધા. એમનો વાંક પણ નહોતો અને અમને રંજ પણ નહોતો. સંસ્થા તરફથી જે પ્રોફિટ માજીર્ન મળતો એના કરતાંહાઉસ ફૂલ’ નો માજીર્ન ઘણો વધારે હતો.

સેન-સાઈકીએ એક સરસ એડ. લે-આઉટ બનાવ્યો. મારા હાથમાં મેં રજનીને, બે હાથમાં તેડી છે. પછી તુટક..તુટક… લાઈન્સ દોરી. ટાઈટલ વાત મધરાત પછીની' ની નીચે લખ્યું,આ જાહેર ખબરની ખરી મજા લેવી હોય તો આ અખબારને સામે લાવો.. પછી નીચે લઇ જાવ. આવું લગાતાર કરી જુઓ. હાથમાં રહેલી છોકરી તમને પેલા કલાકારના હાથમાં હિંચકાની જેમ ઝૂલતી દેખાશે’ એ પછી મારો સંપર્ક નંબર લખેલો. મજા હવે છે, એ દિવસે મને અગણિત ફોનો આવ્યા.

બધાની એક જ ફરિયાદ હતી, અમે કેટલીય વાર છાપું ઉપર-નીચે કર્યું કઈ હલતું જ નથી, બીજો કોઈ આઈડીયા છે મજા લેવાનો? મેં કહ્યું કે એ મજા તમે નાટક જુઓ તો આવશે' મારી એ વાત પર ફોન કરનારા હસ્યા પણ ખરા. એ કારણ હોય કે પછી નાટકનીમાઉથ પબ્લીસિટી’ હોય, તેજપાલનો શો શનિવારે બપોરે જ થઇ ગયો, હાઉસ ફૂલ. ઉ


મંજિલે મંજિલે વિસામા નથી હોતા, સાથે ચાલનારા દરેક હમસફર નથી હોતા,
મળે છે લાખો લોકો આ ટૂંકી જિંદગીમાં, પણ તમને ગમતા દરેક તમારા નથી હોતા.


ડબ્બલ રિચાર્જ
પીને આવેલો પતિ.(પત્નીને) તું જાડી, કાળી, આંધળી…
પત્ની: (પતિને) તું દારૂડિયો, બેવડો. નશેડીયો…
પતિ: (હસતા-પત્નીને): મારું શું? હું તો કાલે સવારે બરોબર થઈ જઈશ, પણ તું તો એવી જ રહેવાની….

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza