`જેમ જેમ જીવનમાં અનુભવ વધતા જાય છે તેમ તેમમાણસ ઈમોશનલમાંથી પ્રેક્ટિકલ વધુ બનતો જાય છે…’
સાત્ત્વિકમ શિવમ્ -અરવિંદ વેકરિયા
આ રીતે મેં પહેલો સીન વાત મધરાત પછીની નો સેટ કરી લીધો અને આગળનો દોર એટલે કે બીજો સીન સેટ કરવા ભટ્ટ સાહેબે હાથમાં લીધો.તું તો તખ્તાનો જાણકાર હતો, પણ રજની સાલિયન સાવ નવી હતી, એટલું જ નહિ, પાછી ગુજરાતી એની ભાષા પણ નહોતી...' હું ભાષાનો ચોક્કસ આગ્રહી, પણ ભટ્ટ સાહેબે જે વાત કરેલી એ પણ એટલી જ સાચી હતી કે
આ કોલગર્લની ભૂમિકા ભજવે છે, જરૂરી નથી કે એને શુદ્ધ ગુજરાતી આવડવું જોઈએ, ઉલટું એની થતી ભૂલો એના પાત્રને વધુ નિખાર આપશે.’
બસ, મારે માટે આ વાક્ય રજનીને સુધારવા માટે પૂરતું હતું. રજનીને બહુ જ પ્રેમથી ભટ્ટ સાહેબ ઉચ્ચારણ અને મુવમેન્ટ સમજાવતા હતા, જેમાં એમનો સ્વર જરા પણ ઊંચો નહોતો જતો. મને મનમાં થયું કે મારે પણ આ રીત મારામાં વિકસાવવી જોઈએ, પત્ની ભારતીને આ ગમશે.
હું ભટ્ટ સાહેબને જોતો જ રહ્યો. સફળતા એમને એમ નથી મળતી. સફળ વ્યક્તિના હોઠ પર બે ચીજ હંમેશાં રહેતી હોય છે : મૌન અને સ્મિત. મૌન સમસ્યાઓ ટાળવા માટે અને સ્મિત સમસ્યાઓ ઉકેલવા માટે…. આ બંને વસ્તુ મને ભટ્ટ સાહેબમાં દેખાતી હતી. કદાચ એના જોર પર અને પોતાના અનુભવે ભટ્ટ સાહેબે મારો અને રજનીનો સીન હસતા-હસાવતા સેટ કરી લીધો. બધા ખુશ હતા. કિશોર દવે અને કુમુદ બોલે તો બહુ સિનિયર એટલે એમનો રેપો' ભટ્ટ સાહેબ સાથે સારો હતો.અને એમણે સીન હસતા-રમતા સેટ કર્યો ત્યારે થયું કે માણસ કેટલો પ્રેકટિકલ છે... પછી હું એવાં તારણ ઉપર આવ્યો કે જેમ જેમ જીવનમાં અનુભવો વધતા જાય છે તેમ તેમ માણસ ઈમોશનલમાંથી પ્રેકટિકલ વધુ બનતો જાય છે. ભટ્ટ સાહેબ મારી નજર સામેનું ઉદાહરણ હતું. મારી સાથે થોડા વંકાતા કિશોર દવે, ભટ્ટ સાહેબની હાજરીમાં એકદમ સારી રીતે વર્તતા હતા. કદાચ સામેના વ્યક્તિત્વની એ ખૂબી હતી. મારી સાથે કદાચ આડા વર્તન કરવાનું કારણ, હું એમનાથી જુનિયર હતો એ હોવું જોઈએ. પછી ભટ્ટ સાહેબ માટે વિચારતો કે મને
મિત્ર’ ગણે છે, એમના માટે જુનિયર' કે
સિનિયર’ ના કોઈ માપદંડ નહોતા. બાકી લોકો તો એમને ભીષ્મપિતામહ માનતા હતા. દીવાલ એક બાજુથી ચણી શકાય છે, પણ પુલ તો બંને બાજુથી જ બાંધવો પડે, સંબંધમાં પણ એવું કંઈક છે એ વાત અનુભવે ભટ્ટ સાહેબ સમજી ગયા હતા. મારા સિનિયર' કિશોર દવે એ સ્વીકારવા તૈયાર નહોતા. અમુક વાતો સ્વભાવગત પડેલી જ હોય છે. ભટ્ટ સાહેબે સેટ કરેલો સીન અમે ફરી-ફરી કર્યો. જડબેસલાક બેસી ગયો. રજની નવી હોવા છતાં હવે ખુલી ગઈ હતી. એ કમાલ ભટ્ટ સાહેબની જ હતી. એ પછી ભટ્ટ સાહેબે બંને સીન્સ સાથે કરવા કહ્યું. કહે, એ જોઇને હું નીકળું... અમે એમના આદેશનું પાલન કરીએ ત્યાં એ બોલ્યા,
ધનવંત, સામેથી કાંદા-બટાટા અને મરચાના ભજિયા લઇ આવ. બધા ખાઈએ પછી નીકળું.’
અમે સીન શરૂ કર્યા. દરમ્યાન એમનાં એક-બે સૂચનો આવ્યાં, જે અમે હસતા-હસતા સ્વીકાર્યા. બંને સીન્સ પુરા થયા અને ધનવંતભાઈ ભજિયા લઇ આવી પહોંચ્યા. વચ્ચે ખુરસી પર પડીકા ખોલી બધાએ સાથે ન્યાય આપ્યો. એ પછી ચા-કોફીનો દોર. એ પૂરો થતા ભટ્ટ સાહેબ નીકળવાની તૈયારી કરવા લાગ્યા. મને કહે, `દાદુ, હવે પહેલા અંકમાં કેટલા સીન છે?’ મેં કહ્યું, હવે એક જ સીન છે જે હું કાલે સેટ કરી લઈશ. પછી તમને ફોન કરીશ એટલે તમે આવીને આખો અંક જોઈ શકો અને ઉપયોગી સૂચનો પણ કરી શકો’.
`બધાને આવજો’ કહી, ભટ્ટ સાહેબે વિદાય લીધી. કલાકારો બધા ખુશ હતા.
બીજે દિવસે બધા સમયસર આવી ગયા. સિવાય, કિશોર દવે. હવે ઘડીઘડી મેં અનુભવેલી એ બધી પળ વિશે વારંવાર કહી, પાપનો પોટલો મારે નથી બાંધવો. આમ પણ આજે એ હવે હયાત નથી. મારી તો પ્રભુને પ્રાર્થના છે કે એ જ્યાં પણ હોય, આનંદમાં રહે….
અગાઉ કહ્યું એમ નાટકો બધા એ વખતે ત્રિઅંકી રહેતા.મારો ટાર્ગેટ આજે ત્રીજો સીન સેટ કરી પહેલો અંક પૂરો કરવાનો હતો. નાટકમાં એક ચોરની એન્ટ્રી સેટ કરવાની હતી, જેને માટે મેં સુભાષ ઠાકરને કહ્યું હતું. છાનું છમકલું' જયારે કરેલું ત્યારે એ ભૂમિકા એમણે જ ભજવેલી, પરંતુ પોતાની નોકરી અને સાથે-સાથે શ કરેલી સ્ટેન્ડ-અપ કોમેડી કરવાનો વ્યવસાય પણ ધીમો-ધીમો શ કરી દીધેલો. બંને ઘોડા પર સાથે પલાણ કરતાં હતા એટલે આ ચોરની નાનકડી ભૂમિકા માટે સમય કાઢવો એમને માટે થોડું અઘં હતું. લાગણીવશ એમણે કહ્યું કે
દાદુ, હું તમને પાત્ર કરી આપીશ, પણ રોજ રિહર્સલમાં નહિ આવી શકું.’ મેં કહ્યું:
તમારી આ ભાવના મને પહોંચી ગઈ. જુઓ, લાગણી પણ સમય માગી લે છે, કોઈવાર અપનાવવામાં, કોઈ વાર ઓળખવામાં, કોઈ વાર રજૂ કરવામાં તો કોઈ વાર નિભાવવામાં… તમે બધામાં સાંગોપાંગ પાસ થયા છો. તમે તમારી વિકસતી કલા ઓર વિકસાવો તમારી ભૂમિકા હું ભરત જોશી પાસે કરાવી લઈશ.’
આમ સુભાષ ઠાકરની જગ્યાએ ભરત જોશી આવી ગયો. આજે જુઓ, સુભાષ ઠાકરે પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. ડાયરો, સંગીત સંધ્યા, પ્રાર્થના સભા જેવા અનેકવિધ કાર્યક્રમો, ક્યારેક એકલા તો ક્યારેક અન્ય એમના જેવા જ કલાકારો સાથે. હવે તો લગભગ રોજ રજૂ કરે છે. નાકથી વાંસળી વગાડવાની આજે પણ એમની મોનોપોલી છે. ઉપરાંત એમણે કલમનો જાદુ પણ સાધ્ય કર્યો છે. એમનાં અનેક પુસ્તકો પ્રગટ થયા છે. હાલમાં જ મુંબઈ સમાચાર' આયોજિત પુસ્તકમેળામાં
નવભારત સાહિત્ય મંદિર’-અશોક શાહે એમનાં ત્રણ પુસ્તક પ્રસિદ્ધ કર્યાં, જેનું વિમોચન જાણીતી દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકે કર્યું.
ખેર, મૂળ વાત પર આવીએ … મેં મારા અંતિમ સીન પહેલાની ચોરની ભૂમિકામા ભરત જોશીને સેટ કરી, છેલ્લો સીન સેટ કરવાનું શરૂ કરી દીધું. બે-વાર રિપીટ કર્યા પછી આખો અંક પહેલેથી શરૂ કરી અંત સુધી રિહર્સલ કર્યા. કલાકારોને કહી દીધું કે કાલે ડાયલોગ્ઝ બરાબર યાદ કરી આવજો એટલે ફર્સ્ટ એકટને ધી એન્ડ' લગાડી, બીજો અંક શરૂ કરી દઈએ.... મેં તુષારભાઈને ફોન કરી દીધો:
તુષારભાઈ, પહેલો અંક સેટ થઇ ગયો છે…’
દુનિયાની બધી કવિતાઓ એ પળ સામે પાણી ભારે, જયારે અડધી રાતે ખાંસતી ડોસીને, ડોસો ધ્રુજતા હાથે પ્યાલો ધરે…
ડબ્બલ રિચાર્જ
પતિ-પત્ની બંને ક્યારના એકબીજાને ગમે તેમ બોલીને ઝગડતા હતા. પડોશીઓએ જઈને સમજાવ્યા કે, `જુઓ, શરીરના ઘા રુઝાઈ જાય છે પણ શબ્દોના ઘા ક્યારેય ઝાતા નથી’. ત્યારે માંડ-માંડ બંને વચ્ચે મારામારી શરૂ થઈ.’