મેટિની

સવાલ ૧… નોખા-અનોખા જવાબ ૬ સેલેબ્સના!

નાટક-ફિલ્મ-ટેલિવિઝન-વેબ સિરિઝ-શોની આપણી મનોરંજનની દુનિયાના વિખ્યાત અને વ્યસ્ત એવા કેટલાક મહારથીને ચીલાચાલુ નહીં,પણ માત્ર એક જ ચુનંદો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એ દરેકે એમની લાક્ષણિક શૈલી સાથે ઉત્સાહભેર એનો પડઘો પણ પાડ્યો.. કેવો છે એ એક સવાલ અને કેવા છે આ સેલિબ્રિટીના દિલચસ્પ જવાબ?

ડ્રેસ-સર્કલ -ભરત ઘેલાણી

ઓવર ટુ એ છ સેલિબ્રિટી !
પ્રશ્ર્ન : (૧) કોઈ એવી મશહૂર વ્યક્તિ, જેનાથી તમે બહુ પ્રભાવિત હો- એના વિશે બહુ સાંભળેલું -વાંચેલું હોય,પણ તમે કદી એને રૂબરૂ મળ્યા ન હો અથવા તો કોઈ કથા-વાર્તા કે પછી ઈતિહાસનું તમારુ ગમતું પાત્ર હોય એ તમને અચાનક રૂબરૂ મળી જાય તો તમે એને શું પૂછો-શું વાત કરો? (દાખલા તરીકે, તમને કસ્તૂરબા-હિટલર- નવાબ ઓફ પટૌડી- બિરબલ- જગ્ગા ડાકુ ,ઈત્યાદિ.આ નામ તો માત્ર ઉદાહરણ છે વ્યક્ત્તિ- પાત્ર તમારે પસંદ કરવાના)

આ રહ્યા એમનાં જવાબ
પ્રતીક ગાંધી : (અનેક ગુજરાતી નાટકો- ફિલ્મો-વેબ શોઝના કુશળ યુવા અદાકાર)

જવાબ : કોઈ પણ એવી મશહૂર વ્યક્તિ જેના વિશે બહુ સાંભળ્યું હોય-વાંચ્યું હોય-જોયું હોય અને જેનાથી હું બહુ પ્રભાવિત થયો હોઉં એ છે
બ્રુસ લી – દુનિયાના સર્વશ્રેષ્ઠ માર્સલ આર્ટિસ્ટ એમનું એક પુસ્તક પણ વાંચ્યું છે. એમની જે ફિલોસોફી હતી-એણે જે રીતે જીવનને માર્સલ આર્ટ સાથે સાંકળી લીધું એ બહુ જ અદભુત હતું..અને જો કોઈ ચમત્કારથી આજે એમને રૂબરૂ મળવાનું થાય તો મારે એમને એ જ પૂછવું છે કે પૂછ્યું હોત ..હકીકતમાં તો પૂછવા કરતાં મારે એમની સાથે અમુક દિવસ રહેવું હતું. એ કઈ રીતે પ્રેકટિસ કરતા ..કઈ રીતે એ જીવનને જોતાં હતા એ બધું એમની સમીપ રહીને ખુદ એમના જ મોઢે સાંભળવું હતું.

દિલીપ જોશી: (એમનો આટલો જ પરિચય પૂરતો છે : છેલ્લાં ૧૫-૧૬ વર્ષથી અવિરત ચાલતી ધારાવાહિક ટેલિવિઝન ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ના
જેઠાલાલ’ ! )

જવાબ : જે આજે હયાત નથી – ઈતિહાસનાં પૃષ્ઠોમાં સમાઈ ગઈ છે એવી કોઈ મશહૂર વ્યક્તિને આજે મળવાનું થાય તો મારે સંગીતકાર આર.ડી. બર્મનને મળવું છે. એમણે જે જે યાદગાર-લોકપ્રિયો ધૂન-તર્જ કઈ રીતે-કેવા માહોલમાં સર્જી અને એમનાં ઐતિહાસિક કોમ્પોઝિશન પાછળની-એને લગતી બધી જ વાત- એમની પાસેથી જ જાણવાની મને ખાસ્સી ઉત્સુકતા છ ે કાશ, આ તક એમની હયાતિમાં મળી હોત.!

સ્નેહા દેસાઈ: (અભિનય ઉપરાંત અનેક પારિતોષિક વિજેતા નાટકો- ટેલિવિઝન સિરિયલ્સ-ફિલ્મોની કથા-પટકથા-સંવાદ-ગીતકાર વધુ સક્રિય છે એવાં ‘ઓલરાઉન્ડર સર્જક’)

જવાબ: બહુ જ મશહૂર વ્યક્તિ,જેમનાથી હું બહુ પ્રભાવિત છું- જેમને મળવાની વિશેષ ઈચ્છા પણ છે એ છે અમિતાભ બચ્ચન. એ મળે પછી નિખાલસ પ્રકારનો જો સંવાદ સર્જી શકાય તો હું એમને ચોક્ક્સ પૂછીશ કે આ પ્રકારની અત્યંત ચંચળ અને સમજી ન શકાય એવી આ ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીઝમાં રહીને પોતાનું ટેમ્પરામેન્ટ આટલું સ્વસ્થ કઈ રીતે જાળવી રાખે છે..? આટલાં વર્ષે પણ એ કામ માટેનો જુસ્સો-જનૂન કઈ રીતે ટકાવી રાખે છે ઉપરાંત એ કઈ રીતે સ્ક્રિપ્ટ-વાર્તાની પસંદગી કરે છે અને એ જો કોઈ ફિલ્મમાં અભિનય કરવા રાજી થાય છે તો એ પ્રોજેકટની ચકાસણી કરવા માટે એના પેરામીટર – માપદંડ શું હોય છે એ હું જરૂર એમની પાસેથી જાણવા ઈચ્છીશ.

સંજય ગોરડિયા: (ઢગલાબંધ નાટકો- ફિલ્મો અને ટીવી સિરિયલોના નિર્માતા-દિગ્દર્શક અને હળવી,છતાં અર્થપૂર્ણ ભૂમિકાના નિપુણ અદાકાર )

જવાબ : ગાંધીજીહા,ઇતિહાસનું મારું સૌથી ગમતીલું પાત્ર છે ગાંધીજી એમને હું ક્યારેય મળી નથી શક્યો. ખરેખર એ ‘મહામાનવ’ હતા એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ ‘મહામાનવ’ શબ્દમાં માનવ એટલે કે માણસ આવી જાય અને માણસનો મતલબ જ એની માનવસહજ નબળાઈઓ હોઈ શકે અને એ જ નબળાઈઓ વિશે મારે ગાંધીબાપુ સાથે મુલાકાત થાય તો એમને પૂછવું હતું કે ખિલાફત આંદોલન વખતે તમે કેમ એને સમર્થન આપ્યું ? ’

આ ખિલાફત આંદોલન એટલે આમ બીજી રીતે જોવા જઇએ એ શબ્દ ખોટી રીતે વપરાય છે. ખિલાફત’ એટ્લે કોઈની ‘ખિલાફ’ નહીં..હકીકતમાં એ ‘ખલિફત’ આંદોલન હતું, જેમાં તુર્કીનો રાજા હોય એ જ ઇસ્લામનો ખલીફા દર વખતે જાહેર થતો એટલે બીજાં મુસ્લિમ રાષ્ટ્રોએ એનો સખત વિરોધ કર્યો કે ત્યાંનો જ રાજા કેમ ખલીફા બને? આ વિવાદમાં ગાંધીજીએ ઝુકાવી દીધું હતું, જ્યારે આમાં એ વખતે આપણા ઇન્ડિયાને કશું લાગતું-વળગતું નહતું. હકીકતમાં એ ઈસ્લામી રાષ્ટ્રો વચ્ચેની લડાઈ હતી કે કોણ ખલીફા બને..આ આંદોલનમાં ગાંધીજી સામેલ થયા એટલે મારે એમને એ સવાલ પૂછવો છે કે તમે કેમ આવું કર્યું ને એની પાછળની તમારી શું ગણતરી હતી ? મને એમ લાગે છે કે ગાંધીજીની એ એક ખૂબ મોટી ભૂલ હતી ગાંધીજીને મારે બીજો સવાલ એ પૂછવો છે કે ‘સરદાર વલ્લભભાઈ પટેલને તમે વડાપ્રધાન કેમ ન બનાવ્યા?’ અલબત્ત, આનાં ઘણાં બધાં કારણ કે જવાબ આપણને ઈતિહાસમાંથી મળી રહે છે,પણ ટૂંકમાં કહું તો ગાંધીજી એ કરી શક્યા હોત
જો હું એમને મળી શકું તો આ છે ગાંધીબાપુને મારા બે સવાલ..

જેડી (જમનાદાસ મજીઠિયા) : (અનેક સફળ ગુજરાતી નાટકો-ફિલ્મો-ટીવી સિરિયલો-શોના કુશળ અભિનેતા- દિગ્દર્શક-નિર્માતા)

જવાબ : મારે જો કોઈ વ્યક્તિ કે પાત્ર પસંદ કરવાનું હોય તો મારી પહેલી પસંદગી છે બાદશાહ અકબરના સલાહકાર-મંત્રી એવા બિરબલ..કારણ કે બિરબલ હાજરજવાબી-હોશિયાર અને ચતુર.. બિરબલને મળવા મળે તો એને મળીને મારે એક જ વાત જાણવી છે કે અકબરને એ જે જવાબ આપતા હતા એ કદાચ એક નહીં-બે નહીં પણ ત્રીજી -ચોથી વારમાં તો બાદશાહને એની ખરાઈ ખબર પડી પણ જાય,છતાં બિરબલ એવી ગજબની ચતુરાઈ સાથે જવાબ વાળતા કે અકબર ધારે તો પણ એમને પકડી ન શકે ! મારે બિરબલને મળીને એ ખાસ જાણવું છે કે કોઈ લાંબું પ્લાનિંગ કરી-વિચારીને નહીં ,પણ હાજરજવાબીપણા સાથે એ સ્પિટ સેક્ધડમાં – ક્ષણાર્થમાં શું અને કઈ રીતે વિચારતા હતા આ જાણવાની મારી તીવ્ર જિજ્ઞાસા છે,કારણ કે કોઈ મળે ત્યારે થોડીક જ ક્ષણ-મિનિટમાં શું વિચારીને બિરબલ જેવી ત્વરાથી જવાબ આપી શકાય એ આપણે પણ જાણવું-શીખવું જરૂરી છે
પ્રવીણ સોલંકી: (અદલોદલ નામ પ્રમાણે એ ત્રણ નહીં, તેંત્રીસ કળામાં પ્રવીણ છે. એમની ૨૦૦થી પણ વધુ નાટ્યકૃતિઓ તખ્તા પર સાકાર થઈ છે. ટૂંકમાં ઈત્યાદિ-ઈત્યાદિ’ કહેવું પડે એવા મેઘધનુષી માનવી છે)

જવાબ :
મારું પ્રિય પાત્ર છે કૃષ્ણ. કૃષ્ણ ઈતિહાસ પુરુષ હોય કે ન હોય,પરંતુ મારા માનસપટ પર એની છબી કાયમને માટે અંકિત થઈ ગઈ છે.

કૃષ્ણનું જીવન સપ્તરંગી છે. પ્રત્યેક રંગ એને શોભે છે એનું કપટ કામણગારું છે.એમનું જૂઠ્ઠાણું લોભામણું છે.એમની લીલા અકળ છે. એ રંગીલા છે-છોગાળા છે-છબીલા છે.

કૃષ્ણ સહુના ગણાય,પણ એ ફ્કત રાધાના છે. કૃષ્ણને મન રાધા એટ્લે પ્રેમ.પ્રેમનું બીજું નામ જ રાધા. કૃષ્ણને સમય સાથે બદલાતા આવડે છે. એ ‘રણછોડ’ બની શકે છે. સમરાંગણ ગજાવી પણ શકે છે. એ જેટલાં રાધાનાં હૃદયમાં વસી શકે છે એટલા જ કુબ્જાના હૃદયમાં પણ વસી શકે છે.

કૃષ્ણએ બાળપણથી જ જીવનમાં સંઘર્ષ કર્યો છે,જે એમના અંત સુધી પૂરો ન થયો. દુનિયાનું સૌથી દુ:ખી પાત્ર કૃષ્ણ હતું,પણ ક્યારેય એમણે પોતાનું દુ:ખ ગાયું નથી-ગણકાર્યું પણ નથી.

આવા પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણના જીવનની એક ઘટના હજુ સુધી મને સમજાણી નથી એટલે એ સાક્ષાત મને મળે કે ન મળે, સપનામાં પણ મળે તો મારે એમને એક જ સવાલ કરવો છે : હે કૃષ્ણ, સુદામા તો તારો પ્રિય મિત્ર હતો-સર્વ શ્રેષ્ઠ મિત્ર હતો, છતાં તને એના દારિદ્રની જાણ કેમ ન થઈ? તારા દ્વારે એને માગવા આવવું પડે એવો મજબૂર-લાચાર શું કામ થવા દીધો.. તારા એ પ્રિય સખાને?
બોલ, આપીશ આનો જવાબ ?!’ ( સંપૂર્ણ )

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ… જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને…