ટાઈમ મેગેઝિનના કવરપેજ પર ચમકી પોપસ્ટાર ટેલર સ્વિફટ | મુંબઈ સમાચાર
મેટિની

ટાઈમ મેગેઝિનના કવરપેજ પર ચમકી પોપસ્ટાર ટેલર સ્વિફટ

હોલીવુડની જાણીતી પોપસ્ટાર ટેલર સ્વિફ્ટને આ વર્ષની સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તરીકેની યાદીમાં સમાવેશ કર્યો છે. સ્વિફ્ટને નવ ફાઈનાલિસ્ટના એક જૂથે પસંદ કરી હતી, જેમાં બાર્બી, િંકગ ચાર્લ્સ ત્રણ અને ઓપનએચઆઈના મુખ્ય કાર્યકારી સૈમ ઓલ્ટમેન સહિત અન્યનો સમાવેશ થયો હતો. ટાઈમ મેગેઝિન તરફથી પર્સન ઓફ ધ યર તરીકે નામાંકિત કરવામાં આવી છે. પોપસ્ટારને મેગેઝિનના કવરપેજ પર લખ્યું છે પોપસ્ટાર ઓફ ધ યર ૨૦૨૩. ટાઈમ મેગેઝિનના એડિટર-ઈન-ચીફ સેમ જેકોબ્સે એક નિવેદનમાં લખ્યું છે ટેલર સ્વિફ્ટને સીમાઓ પાર કરવાનો અને પ્રકાશનો સ્ત્રોત બનવાનો માર્ગ મળ્યો છે. સ્વિફ્ટ એ દુર્લભ વ્યક્તિ છે, જે પોતાની વાર્તાની લેખિકા અને હીરો બંને છે. સ્વિફ્ટે વર્ષ ૨૦૨૩માં જે હાંસલ કર્યું છે, તેમાંથી મોટા ભાગની કલ્પના બહારનું છે. આ વર્ષની શરૂઆતમાં ટેલર સ્વિફ્ટની “ધ એરા’સ ટૂર” એ ૯૨.૮ મિલિયન ડોલરનું ઓપિંનગ થયું હતું. થિયેટર ઓપરેટર એએમસીએ જણાવ્યું હતું કે આ ફિલ્મની એડવાન્સ ટિકિટનું વેચાણ વિશ્ર્વભરમાં ૧૦૦ મિલિયન ડોલરને પાર કરી હતી, તેનાથી આ ફિલ્મ ઇતિહાસમાં સૌથી વધુ વેચાતી ફીચર-લેન્થ કોન્સર્ટ ફિલ્મ બની ગઈ હતી. અહીં તમારી જાણ ખાતર જણાવી દઈએ કે ૨૦૨૨માં પર્સન ઓફ ધ યર તરીકે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીની પસંદગી કરવામાં આવી હતી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button