એલ્વિશ યાદવની માટે ઝેરના પારખાં
બિગ બોસ OTT-૨ના વિનર અને યુટ્યૂબર એલ્વિશ યાદવને રેવ પાર્ટી અને સાપના ઝેર મામલે નોઇડા પોલીસે નોટિસ મોકલી છે. એલ્વિશને હવે જલ્દી જ નોઇડા પોલીસના સવાલોનો સામનો કરવો પડશે. આ મામલે મંગળવારે સાંજ સુધી નોઇડા પોલીસને આ કેસમાં પકડાયેલા પાંચે આરોપિઓની પોલીસ કસ્ટડી અને રિમાન્ડ મળી શકે છે. પકડાયેલા આરોપી રાહુલ યાદવના રિમાન્ડ બાદ એલ્વિશ યાદવની પૂછપરછ થઇ શકે છે.
નોઇડા પોલીસે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એલ્વિશ યાદવ રહિત છ લોકો સામે રેવ પાર્ટીમાં કથિત રીતે સાપના ઝેરનો ઉપયોગ કરવા બદ્દલ ૩ નવેમ્બરના રોજ પ્રાણી સંરક્ષણ કાયદો અને IPCના ગુના હેઠળ FIR નોંધવામાં આવી છે. પોલીસના કહેવા મુજબ ૩ નવેમ્બરના રોજ પાંચ આરોપીઓની ધરપકડ કરતાં તેમની પાસેથી ૫ કોબરા સહિત ૯ સાપ મળી આવ્યા હતાં. સાપનું ૨૦ મિલીલીટર સંદિગ્ધ ઝેર પણ મળી આવ્યું હતું. જે સ્થળોએ આ પાર્ટીઓ થઇ હતી એ સ્થળોના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એલ્વિશ યાદવની સાપ સાથેનો વિડીયો પણ વન વિભાગ દ્વારા ચકાસવામાં આવી રહ્યો છે. ભારતમાં સાપ પાળવા કે પછી તેનો વ્યવસાયિક ઉપયોગ કરવો ગેરકાયદે છે. ત્યારે હવે આ વિડીયો એલ્વિશ યાદવની તકલીફ વધારી શકે છે. જોકે હજી સુધી વન વિભાગે એલ્વિશ યાદવ પર વન્ય જીવ કાયદા હેઠળ કોઇ ગુનો દાખલ કર્યો નથી. જોકે યુપીના વન વિભાગના પ્રધાનના મત મુજબ જો તપાસમાં એલ્વિશ યાદવ દોષી સાબિત થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉ