ધીરજ ને સહનશીલતા એ કમજોરી નથી એ તો અંદરની તાકાત છે !
અરવિંદ વેકરિયા
ધનવંત શાહ
ગયે સપ્તાહે કહેલું હિંમત ભેગી કરીને કે ‘…તો થયું ચાલો, જિંદગી માણી લઈએ’
જો કે એ પછી તરત હું ‘રીવાઈવલ’ યાદ આવતા ઢીલો પડવા લાગ્યો. આપણી અંદર ‘બે-મન’ હોય છે. એક મન સ્વીકારે તો બીજું આંતરમન તરત જ એ સ્વીકારના ગેરફાયદા ગણાવીને તમારા ‘સ્વીકાર’ને અટકાવે. જો આ બીજું મન પહેલા મન ઉપર ‘ઓવર પાવર’ કરવા માંડે તો શક્ય છે તમારી સ્વીકારેલી વાત તમે ન પણ સ્વીકારો. આ વાત જો જાહેર ન કરો તો મન અંદર ને અંદર મુંજાયા કરે…. મેં મારા વિચારો રાજેન્દ્ર અને તુષારભાઈ- બંને સમક્ષ જાહેર તો કરી દીધા હતા પણ એમની સમજાવટ અને થોડી જીદને કારણે મેં રીવાઈવલ’ની વાત સ્વીકારી લીધી હતી. એ કદાચ મારું ‘પહેલું-મન’ હતું, પણ એકલો પડતા જ ‘બીજું-મન’ મને બધી ગણતરી કરાવવા બેસી જતું.’
નાટક જો ચાલવાનું જ હોત તો પ્રથમ રજૂઆત વખતે જ ચાલી ગયું હોત, જેટલા શૉ થયા, ઓછા તો નહોતા. નાટકની જા.ખ. પણ ખૂબ કરેલી. તોય એ વખતે પ્રેક્ષકોએ કેમ ન સ્વીકાર્યું? હવે એ જ વસ્તુ, ભલે થોડા ‘બોલ્ડ’ જોક્સ સાથે રજૂ કરીએ તો શું પ્રેક્ષકો વધાવી લેશે? માંડ માંડ હું મન મનાવતો. આમ તો અમે બધી તૈયારી કરી ચૂક્યા હતા. માત્ર રિહર્સલ શરૂ કરવાની જ વાર હતી. મારે થોડી પુન:રજૂઆત માટે ધીરજ દેખાડવાની હતી. ‘ધીરજ અને સહનશીલતા એ કમજોરી નથી- અંદરની તાકાત છે…’ આ વાત ક્યાંક સાંભળી હતી એ યાદ આવી ગઈ અને એ યાદને વળગી રહી લીધેલા નિર્ણયને વળગી રહેવાની દિશામાં મનને વળાવ્યું.
ધનવંત શાહનો ફોન આવી ગયો કે બધા કલાકારોને આવતી કાલે ૫.૩૦ વાગે ‘ફાર્બસ હોલ’ પર રિહર્સલ માટે બોલાવી લીધા છે…
આ વાત મેં રાજેન્દ્રને જણાવી દીધી. થોડા વિચાર બાદ મેં તુષારભાઈને જાણ કરવા એમને પણ ફોન કર્યો. એ કહે, સારું થયું તમારો ફોન આવ્યો. આમ પણ હું આવતીકાલે પારડીથી મુંબઈ આવવા નીકળવાનો જ છું. મને બીક હતી કે મારા નીકળી ગયા પછી તમે ‘રીવાઈવલ’નો વિચાર પડતો તો નથી મૂકી દીધોને?’ હું થોડી ક્ષણો માટે મૌન થઇ ગયો. મારા બીજા મનની વાત જાણે એમના મનમાં પહોંચી ગઈ હતી કે શું?
મેં કહ્યું, ‘તુષારભાઈ, બધી તૈયારી થઇ ગઈ છે, અને અધી તૈયારી તો તમારી અહીં હાજરી હતી ત્યારે જ થઇ ગઈ હતી અને એ પછી તો તમે રિહર્સલનાં ભાડાના પૈસા ભરાવેલા. ખોટું નહિ લગાડતા, પણ ક્યારેક તમારા આવાં વાક્યો મને અપમાન જેવાં લાગે છે….’
‘અરે દાદુ, મન ઉપર ન લો. અપમાનના કડવા ઘૂંટડા પીતા શીખો,
યાર ! અપમાન એ જ લોકો કરે જે તમારી સફળતા જોઈ નથી શકતા. હું તો તમારી સફળતા માટે બોલ્યો. આ નાટક તમને સફળતા અપાવશે એવું મારું મન મને સતત કહી રહ્યું છે. કદાચ એટલે મેં તમને આ નાટક ફરી કરવા માટે ‘ફોર્સ’ કર્યો. બાકી તમે તમારા મનના માલિક છો. તમને મેં ખરીદ્યા તો નથી જ. તમે ‘ના’ પાડી શકો છો. આપણા સંબંધોને ગણતરીમાં રાખી એક ‘હક’ જમાવ્યો. બાકી જો તમને અપમાન લાગ્યું હોય તો ‘સોરી’ કહી ફોન પર કાન પકડી લઉં છું અને કહેશો તો કાલે મુંબઈ આવી તમારી સામે ‘ઊઠ-બેસ’ પણ કરીશ… તમને અને રાજેન્દ્રને મારી વાત પર ભરોસો ન બેસતો હોય, તો આપણે ‘છાનું છમકલું’ રીવાઈવ કરવાનો પ્રોગ્રામ પડતો મૂકીએ.’
આટલી લાંબી વાત ફોન પર સાંભળી હું તો સ્તબ્ધ બની ગયો. શું બોલવું એ જ સમજાતું નહોતું. પહેલા ‘રીવાઈવ’ ન કરવા કેટલું સમજાવેલા પછી કોણ જાણે રાજેન્દ્ર પણ એમની સાથે જોડાઈ ગયો. ખરેખર, એમને હવે વધારે પડતું ખરાબ લાગ્યું હશે, હું મારું અપમાન સમજતો હતો, પણ ઘડી ઘડી ‘ના’ ‘ના’ કહેવાથી હવે એમને એમનું અપમાન લાગ્યું લાગે છે. ફોન પરનું મૌન તોડતો એમનો અવાજ સંભળાયો,
‘દાદુ…એલાવ…સાંભળો છો ? ચૂપ કેમ થઇ ગયા? એ…લા…વ….’
મેં જવાબ આપ્યો, ના..ના… સાંભળું છું. બધી તૈયારી થઇ ગઈ છે હવે મારા બંને મન એક થઇ તમારી ‘રીવાઈવલ’ની વાતને સ્વીકારવા તૈયાર છે,
તમારી ધંધાદારી કુનેહને આવકારું છું. હવે મને સમજાય ગયું છે. મોડું સમજાયેલું સત્ય એ તાળું તોડ્યા પછી ખોવાયેલી ચાવી મળ્યા જેવું છે, હું અત્યારે એવું ‘ફિલ’ કરી રહ્યો છું…’
આ સ્પિરિટવાળી વાત થઇ ને, દાદુ’! ‘તો કાલે ફાર્બસ હોલ પર મળીએ’
એમની આખી વાત હું વિશ્ર્લેષણ કરતો રહ્યો. એકવાર કરેલું નાટક હું નહીં કરું એવી મારી ગરમી નીકળી ગઈ, જે કાનમાં એટલું કહેતી ગઈ કે ગરમી કોઈની હંમેશાં નથી રહેતી… હું મનોમન હસી પડ્યો. વિચાર્યું, આ બધી વાત રાજેન્દ્રને જણાવી દઉં. પછી થયું, રાજેન્દ્ર એકદમ તડ-ને-ફડ કરવાવાળો છે.. મારું અપમાન એને લાગશે તો પરિસ્થિતિ બગડી પણ શકે એટલે મેં એ વિચાર ત્યારે જ માંડી વાળ્યો..જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતી વખતે સંયમ અને આત્મબળ જેવી એક નવી સંપત્તિ વિકાસ થાય છે…
બીજે દિવસે બે સીન્સની ઝેરોક્ષ સાથે ધનવંત શાહ સાંજે ફાર્બસ હોલ’ પર આવી ગયા હતા. તુષારભાઈ થોડા મોડા આવવાના હતા. હું પણ લગભગ ધનવંત શાહની સાથે જ ‘ફાર્બસ’ પહોંચી ગયો. સોહિલ વિરાણી એ વખતે ‘સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા’માં જોબ કરતો હતો. સોહિલની બીજી ઓળખ આપું તો એ ખ્યાતનામ શાયર બરકત વિરાણી ‘બેફામ’નો સુપુત્ર, જેમની જન્મ-શતાબ્દી થોડા સમય પહેલા ભારતીય વિદ્યા ભવન-ચોપાટી ખાતે ઉજવાઈ હતી, જેની કમાન વિખ્યાત સેક્સોલોજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારીએ સંભાળી હતી. સોહિલ પણ વહેલો આવી ગયો હતો. ધનવંત શાહ, રજની સાલયન, (જે કોલગર્લનો રોલ કરવાની હતી, જે પહેલા નીલા પંડ્યા કરતી હતી.) ધનવંત શાહ પોતાની સાથે એને લઈને જ આવ્યા હતા.ધીમે ધીમે કિશોર દવે, કુમુદ બોલે અને રાજેશ મહેતા પણ જોડાયાં. ભરત જોશી (ભ.જો.) પણ મદદ કરવા આવ્યો હતો.
ભ.જો. ભટ્ટ સાહેબ સાથે કરેલા નાટકથી સાથે હતો. આ નાટકમાં એ નેપથ્ય માટે જોડાયો હતો. બધા આવ્યા તો ખરા પણ એ નૂર ચહેરા પર નહોતું જે નવા નાટકના મુર્હૂત વખતે કલાકારોમાં હોય છે. જે નાટક થોડા સમય પહેલા બંધ થયું એ ફરી શરૂ કરવાનું યોગ્ય ન હોય એવા ભાવ દરેક કલાકારના મો પર દેખાતા હતા. સોહિલ વિરાણી એમાં અપવાદ ગણી શકાય, કારણ કે એ પ્રથમવાર જોડાયો હતો. આમ તો એ લાલુ શાહની સંસ્થા ‘બહુરૂપી’ થી સાથે એટલે મિત્રતા સોલીડ. હું, સનત વ્યાસ, પ્રતાપ સચદેવ અને સોહિલ વિરાણી… અમારા ચાર જણની રમૂજમાં ‘ચંડાળ ચોકડી’ કહી બધા મીઠી મજાક પણ કરતા.
બધા એક જ સવાલ કરે કે ‘ફરી એ જ નાટક કેમ?’ એ પહેલા રાજેન્દ્ર શુકલે આવીને તરત બાગડોર પોતાના હાથમાં લઇ બધાને સમજાવવાનું શરૂ કર્યું: જુઓ મારી અને દાદુની ઇચ્છા તો નવા વિષયનું નાટક કરવાની હતી પણ આપણા નિર્માતાને આ વિષય પર ખૂબ ભરોસો છે. હા, એમાં થોડા ‘બોલ્ડ’ સંવાદો ઉમેરીને નાટકને ‘ગલગલીયુ’ બનાવ્યું છે. (એ વખતે ‘એ’ પ્રકારનાં નાટકો ઘણા આવતા હતા.) આ વાતને લઈને મેં અને દાદુએ તુષારભાઈ સાથે ખૂબ દલીલો પણ કરી હતી ત્યારે તુષારભાઈએ ચોખ્ખું કહી દીધું કે ખોટા ખર્ચા જીવનની રીત બગાડે છે અને ખોટી ચર્ચા સંબંધની પ્રીત બગાડે છે, એટલે આ વિશે હવે ‘નો-ચર્ચા’.... એ પછી બોલ્ડનેસ એડ કરવાનો વિચાર આવ્યો. નાટક તો કરવાનું હતું એટલે એ સમયે જે કલાકારો હતા એમને પૂછ્યું. જો તમે અન્ય જગ્યાએ હોત તો બીજા કલાકારોને લઈને પણ પ્રોજેક્ટ તો આગળ વધારવાનો હતો. કિશોર ભટ્ટ આઈ.એન.ટી. નાં નાટક ‘હેરત’ની ટૂર પર છે અને સંજીવ શાહ મરાઠી નાટકમાં બીઝી છે એટલે કિશોર ભટ્ટનો રોલ દાદુ અને સંજીવનો રોલ સોહિલ કરશે. હું બે સીન્સ લખીને લાવ્યો છું. વાંધો ન હોય તો આપણે વાંચીએ?’
રાજેન્દ્રભાઈએ એમની રીતે વાત પૂરી કરી. બધા સીન્સ વાંચવા તૈયાર તો થયા….પણ થિયેટર મળતા વાર લાગશે તો આ રિહર્સલ કેટલા લંબાશે અને બધા સુધી કલાકારો અહીમ સાથે ક્યાં
સુધી ટકશે? ખાસ તો જે કરી ચૂક્યા છે અકોણ કહે છે પાણી આગને ઠારે છે, રહી જાય જો આંખની અંદર તો જીવને બાળે છે…ે !
લગ્ન પ્રસંગે ઘરના બધા સભ્ય વાળમાં કાળો કલર લગાડતા હતા ત્યારે સાતેક વર્ષનો બાળક પોતાના વાળમાં સફેદ કલર લગાડતો હતો. એ જોઇને ઘરના સભ્યોએ પૂછ્યું, ‘કેમ સફેદ કલર કર્યો?’
બાળક બોલ્યો, ‘ઘરમાં એક વડીલ તો જોઈએને…!’