૧૫ ઓગસ્ટે એક-બે નહીં, ૪ મોટી ફિલ્મો રિલીઝ થઈ
૧૫મી ઓગસ્ટ સમગ્ર દેશ માટે ખાસ દિવસ છે. લોકો ખૂબ જ ધામધૂમથી આઝાદીની ઉજવણી કરે છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે આઝાદીની ઉજવણી કરે છે. ફિલ્મમેકર્સ મનોરંજનના શોખીન લોકો માટે ફિલ્મો રિલીઝ કરે છે. પણ આ વર્ષે ફિલ્મમેકરો વચ્ચે જાણે ફિલ્મ રિલીઝ કરવાની સ્પર્ધા લાગી હોય એવુ લાગે છે… કારણ કે ૧૫મી ઓગસ્ટે ચાર મોટી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. રસપ્રદ વાત એ છે કે આ નાની ફિલ્મો નથી, બોલિવુડના સુપરસ્ટાર્સની ફિલ્મો છે. હા, આ ફિલ્મોમાં રાજકુમાર રાવ, અક્ષય કુમાર, સંજય દત્ત અને જોન અબ્રાહમ જેવા સ્ટાર્સ છે. આ તમામ ફિલ્મ બોક્સ ઓફિસ પર એકબીજાને ટક્કર આપશે. તો ચાલો તમને આ ફિલ્મો વિશે થોડી વધુ માહિતી આપીએ.
વેદા
જોન અબ્રાહમ અને શર્વરી બાગ અભિનીત ફિલ્મ ‘વેદા’નું નિર્દેશન નિખિલ અડવાણીએ કર્યું છે. આ ફિલ્મમાં જ્હોન અને શર્વરી સિવાય તમન્ના ભાટિયા પણ છે. સત્ય ઘટનાઓ પર આધારિત આ ફિલ્મ એક એવા માણસની બહાદુરી દર્શાવે છે જે મુશ્કેલ સંજોગોમાં પણ કઠોર વ્યવસ્થા સામે લડત લડે છે. આ ફિલ્મમાં ન્યાય માટે એક યુવતીની લડાઈ દર્શાવવામાં આવી છે, જેમાં એક પુરુષ તેનો સાથી બને છે.
સ્ત્રી ૨
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી ૨’ ૨૦૨૪ની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. તે અમર કૌશિક દ્વારા નિર્દેશિત છે. રાજકુમાર અને શ્રદ્ધા ઉપરાંત આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના પણ છે. ઘણા ફિલ્મ દર્શકો ‘સ્ત્રી’ ફિલ્મ બાદ તેના સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
ખેલ ખેલ મેં
આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત તાપસી પન્નુ, વાણી કપૂર, અપારશક્તિ ખુરાના, એમી વિર્ક, આદિત્ય સીલ, પ્રજ્ઞા જયસ્વાલ અને ફરદીન ખાન છે. આ ફિલ્મ મિત્રોના એક ગ્રૂપ વિશે છે, જે ડિનર માટે મળે છે અને એકબીજાના રહસ્યોનો ફર્દાફાશ કરે છે.
ડબલ ઇસ્માર્ટ
સંજય દત્તની ફિલ્મ ‘ડબલ ઇસ્માર્ટ’ હિન્દી સહિત પાંચ ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે. પુરી જગન્નાથ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક સાયન્સ ફિક્શન એક્શન મૂવી છે. ફિલ્મમાં સંજય દત્ત ઉપરાંત રામ પોથીનેની, કાવ્યા થાપર, બાની જે, અલી, ગેટઅપ શ્રીનુ, સયાજી શિંદે, મકરંદ દેશપાંડે અને ટેમ્પર વંશી છે. આ ફિલ્મ ૨૦૧૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઈસ્માર્ટ’ની સિક્વલ છે.