શું ‘મી-ટુ’થી આવી શકશે ફિલ્મ ઉદ્યોગમાં સકારાત્મક પરિવર્તન?

ફોકસ -કૈલાશ સિંહ
જસ્ટિસ હેમા કમિટીના વિસ્ફોટક રિપોર્ટ આવ્યા બાદ લાગે છે કે ટોપ એક્ટર્સ, નિર્માતાઓ અને નિર્દેશકો ‘માફિયા’ છે. જે મહિલાઓનું જાતીય શોષણ કરે છે અને જે મહિલાઓ ના કહેવાનું સાહસ કેળવે છે તેમને દંડ કરવામાં આવે છે. કમિટીએ મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં મહિલાઓને જે ૧૭ મુદ્દાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને સૂચિબદ્ધ કર્યા છે. જેમાં અનેક બિંદુ ઓવરલેપ કરે છે. એટલા માટે તેના સાત બિંદુઓમાં સંક્ષિપ્તીકરણ કરવામાં આવી શકે છે જે આ પ્રકારે છે. ૧. કામ આપવાના બદલામાં જાતીય સંબંધોની માગ કરવામાં આવે છે. ૨. જે મહિલાઓ જાતીય સંબંધો બાંધવાનો ઇનકાર કરે છે તેમનું કરિયર બરબાદ કરી દેવામાં માફિયાઓ એક થઇ જાય છે. ૩. કાર્યક્ળ પર સુરક્ષાનો અભાવ છે. પછી તે સેટ હોય કે આઉટડોર સાઇટ હોય કે પછી ક્રૂ માટે હોટલ કે ટ્રાન્સપોર્ટ હોય. ૪. એક્ટર્સના ફેન ક્લબ ટ્રોલ આર્મીના રૂપમાં કામ કરે છે. ૫. પ્રતિબંધની સંસ્કૃતિ જેનાથી પુરુષો પણ ડરે છે, ૬. કોન્ટ્રાક્ટને લાગુ કરવામાં આવતો નથી. ૭. ફરિયાદોના નિવારણ માટે કોઇ કાયદાકીય સમિતિની રચના કરવામાં આવતી નથી.
હેમા કમિટીએ એમ પણ કહ્યું હતું કે આ વાત એના પુરાવા છે કે લગભગ ૧૦ થી ૧૫ વ્યક્તિઓના માફિયા’ છે. જે તમામ પુરુષો છે. તમામ ખૂબ સફળ અને પૈસાદાર છે. શું તે ફક્ત મલયાલમ ફિલ્મ ઉદ્યોગ સુધી સીમિત છે.? નહી. હોલીવૂડથી લઇને બોલીવૂડ સુધી દુનિયાના લગભગ તમામ ફિલ્મ ઉદ્યોગોમાં આ સ્થિતિ છે. એટલા માટે જ્યારે છ વર્ષ અગાઉ બોલીવૂડમાં પણ ‘મિટૂ’નો વિસ્ફોટ થયો હતો. તો તેની ગૂંજ ભારતમાં પણ સંભળાઇ હતી. જેની એક મિશ્રિત તસવીર પણ સામે આવી હતી. આરોપીઓનું પુનર્વાસ કરવામાં આવી ચૂક્યું છે. કોર્ટ તરફથી અપેક્ષિત ન્યાય મળ્યો નથી અને સંસ્થાઓ પ્રતિરોધી છે અથવા તો ઇનકારની સ્થિતિમાં છે. પરંતુ એક વાત જે જીવિત છે તે એ છે કે મહિલાઓમાં નવી પ્રકારની એકતા આવી છે અને તે સ્થિતિને વધુ સારી બનાવવા માટે સતત સંઘર્ષ કરી રહી છે. જેમ કે કેરળની વિમેન ઇન સિનેમા કલેક્ટિવના પ્રયાસો સ્પષ્ટ છે કે જેના પરિણામ સ્વરૂપ હેમા કમિટીનો રિપોર્ટ આવ્યો છે.
કેરળ હાઇ કોર્ટની મંજૂરીની વામ લોકતાંત્રિક મોરચાની રાજ્ય સરકારે જ્યારથી હેમા સમિતિનો રિપોર્ટ સાર્વજનિક કર્યો છે ત્યારથી જાતીય શોષણ પર વધુમાં વધુ કંકાલ બહાર આવ્યા છે. પરંતુ તેમ છતાં એમ કહેવું સત્ય નથી કે મલયાલમ ફિલ્મ ઉદ્યોગ અંદરથી સડી ચૂક્યો છે.કારણ કે તેની અંદરની મહિલાઓ જ સફાઇ કરી રહી છે. વાસ્તવમાં જે ફિલ્મ ઉદ્યોગના અંદરના ભયાનક સમાચારો આવતા નથી તેની ચિંતા વધુ કરવી જોઇએ. સવાલ એ છે કે શું હવે ડબલ્યૂસીસીની મિસાલ અન્ય મહિલા કલેક્ટિવને પોતાના ઉદ્યોગોમાં સુધારો લાવવા માટે પ્રેરિત કરી શકશે કે નહીં. કાંસમાં પિયરે એન્જિનિએક્સ એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય મોધુરા પાલિતે કહ્યું હતું કે એ અહેસાસ અગાઉથી જ હતો કે ફિલ્મ સંસારમાં મહિલાઓ માટે અંધારું હતું પરંતુ હવે તે અંધારું વધુ ઘેરું બની રહ્યું છે.
એટલા માટે અપર્ણા સેન સહિત ૫૦થી વધુ મહિલા એક્ટર્સ, નિર્દેશક અને સિનેમેટોગ્રાફર અને લેખિકાઓને એક મંચ પર લાવીને પશ્ર્ચિમ બંગાળમાં વિમેન્સ ફોરમ સ્કીન વર્ક્સની રચના કરી હતી. તેનો ઉદેશ્ય મહિલાઓના શોષણથી સુરક્ષિત કરવાનું છે, કારણ કે પાલિત અનુસાર, અમે અસંગઠિત સેટિંગ્સ, પરિવર્તન શીલ સ્થિતિઓ અને વિચિત્ર સ્થળો પર કામ કરીએ છીએ. આ સંગઠને ૨૭ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ પોતાની માગોના ચાર્ટર સાર્વજનિક કર્યો હતો જેમાં માંગ કરવામાં આવી હતી કે જાતીય શોષણ રોકધામ કાયદા,૨૦૧૩ને લાગુ કરવામાં આવે. આંતરિક ફરિયાદ સમિતિની રચના કરવામાં આવે અને ફિલ્મ ઉદ્યોગમાં જાતીય શોષણની પીડિતાઓ માટે ૨૪ કલાકની હેલ્પલાઇન છે. ડબલ્યૂસીસીનો ઉદેશ્ય પગાર અને કાર્ય સ્થિતિના અંતરને ઉજાગર કરવાનો પણ હતો. ફિલ્મ ઉદ્યોગમાં ૭૫ પ્રોફેશન હોય છે. એ તમામ લૈગિંક ભેદભાવ છે અને સાથે સુરક્ષાની પણ જરૂર છે. એટલા માટે ડબલ્યૂસીસી એનજીઓ સખી સાથે મળીને દક્ષિણના અન્ય ફિલ્મ ઉદ્યોગ માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે.
પરંતુ અનેક પ્રયાસ અસફળ રહ્યા છે. સિંગર ચિન્મયી શ્રિપદાએ જ્યારે જાતીય શોષણના આરોપ લગાવ્યા હતા તે તેમને અનેક લડાઇનો સામનો કરવો પડ્યો હતો અને હવે તેમને તામિલનાડુમાં વિમેન્સ કલેક્ટિવની કોઇ આશા નથી. તેમનું કહેવું છે કે મને નથી લાગતું કે કોઇ મધમાખીના પૂડામાં હાથ નાખવા માટે તૈયાર છે. કેટલાક સિનિયર મહિલા એક્ટર્સે તો જાહેરાત કરી હતી કે તમિળ ઉદ્યોગમાં જાતીય શોષણ નથી. મારી જાણકારીમાં ફક્ત એઆર રહેમાનનો સ્ટૂડિયો છે જેમાં આંતરિક ફરિયાદ સમિતિ છે. તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં સુધારાના પ્રયાસો ધીમા છે. જાતીય શોષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ૨૦૧૯માં એક મહિલા એક્ટરે જૂબલી હિલ્સમાં ફિલ્મ ચૌમ્બર ઓફિસ સામે સ્ટ્રિપ થઇ હતી. ઘટનાની તપાસ કરવા માટે રાજ્ય સરકારે એક સમિતિની રચના કરી હતી. પરંતુ કોઇ ખાસ વાત બહાર આવી નથી.
-
ઇંગ્લૅન્ડના ડકેટની વિક્રમી સેન્ચુરી સામે ઑસ્ટ્રેલિયાના ઇંગ્લિસની મૅચ-વિનિંગ સદી…
-
Video: હમાસે વધુ 6 ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા; એક બંધકે હમાસના લડવૈયાઓના માથા ચૂમ્યા…
-
ગુજરાત ભાજપના નેતાએ દારૂને લઈ હર્ષ સંઘવીના ફેસબુક પેજ પર શું કરી કોમેન્ટ? જાણો…
-
લાહોરના ફિયાસ્કો માટે પાકિસ્તાને આઇસીસીને જવાબદાર ગણાવી…
ડબલ્યૂસીસીના હૈદરાબાદના ચેપ્ટરની જગ્યાએ તેલુગુ ફિલ્મ ઉદ્યોગની અંદરની વાઇસ ઓફ વિમેન કમિટીને માળિયા પર ચઢાવી દેવામાં આવી હતી. તેલુગુ ફિલ્મોમાં નાનાની ભૂમિકાઓ નિભાવનારી એક ૨૫ વર્ષીય એક્ટરે કહ્યું હતું કે મારું અનેકવાર શોષણ થયું છે. હવે તો મને યાદ પણ નથી. એકવાર લીડ એક્ટરના મિત્રની ભૂમિકા માટે ઓડિશન આપી રહી હતી ત્યારે નિર્દેશકે મને કહ્યું હતું કે શું તું લીડ રોલ કરવા માગીશ. હું ખુશ થઇ ગઇ પરંતુ ઘર પહોંચતા જ તેનો કોલ આવ્યો અને કહ્યું કે શું તું મારી સાથે સૂવાનું પસંદ કરીશ. મેં ના પાડી અને મને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી હતી.
તેમનું કહેવું છે કે પોતાની વાત રાખવા માટે કોઇ પ્રાધિકરણ નથી. એટલા માટે સંઘર્ષ કરી રહેલા એક્ટર્સ કાંઇ કરી શકતા નથી. મુંબઇની ઇન્ડિયન વિમેન સિનેમેટોગ્રાફર્સ કલેક્ટિવ અને બિટચિત્રા કલેક્ટિવ આશાનું કિરણ છે. આ મહિલાઓ નોન બાઇનરી ડોક્યુમેન્ટરી મેકર્સને આર્થિક મદદ અને શૂટ્સ દરમિયાન એસઓએસ પ્રદાન કરે છે. આ નાનાની ફિલ્મ કલેક્ટિવ છે. જે પરિવર્તન માટે સંઘર્ષ કરી રહ્યા છે. પરંતુ આ તરંગો લહેરોમાં બદલાઇ શકે છે.