મેટિની

માનો યા ના માનો રણબીરની ફિલ્મ હીટ રહી કે નહીં?

રણબીર કપૂર અને સંદિપ રેડ્ડીની ફિલ્મ એનિમલને લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. હજુ તો આ ફિલ્મને રિલીઝ થયાને માત્ર છ દિવસ થયા છે છતાં ફિલ્મે ૨ કરોડની વધુની કમાણી કરી દીધી છે. ફિલ્મને લોકોનો એટલો સારો પ્રતિસાદ મળી રહ્યો છે કે હવે થિયેટર પાસે પબ્લિક માટે જગ્યા ખાલી નથી, તેથી હવે મુંબઇના થિયેટરમાં આ ફિલ્મનું ૨૪ કલાક સ્ક્રિનીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મે પાંચમા દિવસે ૩૮.૨૫ કરોડની કમાણી કરી હતી. જો પાચં દિવસની કુલ કમાણીની વાચ કરીએ તો આ ફિલ્મે પાંચ દિવસમાં કુલ ૨૮૩.૭૪ કરોડ કમાવ્યા છે. આ રણબીર કપૂરની કારકીર્દીની બીજી એવી ફિલ્મ છે જે ધૂમ કમાણી કરી રહી છે. જોકે રણબીરની સંજુ હજી પણ આ મામલે ટોપ પર જ છે. એનિમલ ફિલ્મને પ્રેક્ષકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. શો ફૂલ થઇ જાય છે પણ પ્રેક્ષકોનો ધસારો વધી જ રહ્યો છે, તેથી મુંબઇના થિયેટરના માલિકોએ આ ફિલ્મના શો ૨૪ કલાક ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં મોડી રાત્રે બે વાગે અને વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના શો પણ હશે. મુંબઇના જાણીતા સિનેમામાં મોડી રાતના ૧ વાગ્યા, ૨ વાગ્યાના અને વહેલી સવારે ૫:૩૦ વાગ્યાના શો ઉમેરવામાં આવ્યા છે, જ્યારે પીવીઆર ઓબેરોય મોલ અને પીવીઆર સિટી મોલ દ્વારા રાતના ૧૨:૩૦ અને રાતે ૧:૦૫નો શો ઉમેરવામાં આવ્યો છે. એટલું જ નહીં, પણ દિલ્હી અને હૈદરાબાદમાં પણ મોડી રાતના અગિયાર વાગ્યા, ૧૧:૪૦ વાગ્યાનો શો જોવા સૌથી વધુ લોકોઆવીરહ્યાંછેનફિલ્મને લોકપ્રિયતા મળી છે કે નહીં, પરંતુ થિયેટરવાળા દ્વારા તેનું જોરદાર પ્રમોશન કરવામાં આવી રહ્યું છે, જ્યારે અમુક ટીકાકારો ફિલ્મને જોરદાર ટીકા કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button