બોલિવૂડ અભિનેત્રીઓનું લક્ઝરી કાર કલેક્શન
શ્રદ્ધા કપૂરે હાલમાં જ લેમ્બોર્ગિની હુરાકન ટેકનીકા કાર ખરીદી છે. ભારતમાં આ કારની કિંમત ૪.૦૪ કરોડ રૂપિયા છે. તેની પાસે પહેલેથી જ રૂ. ૮૦ લાખની કિંમતની ઓડી Q-7, રૂ. ૨ કરોડની BMW-7 અને રૂ. ૧ કરોડથી વધુની મર્સિડીઝ-બેંઝ GLE છે. શ્રદ્ધા સિવાય બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ પણ લક્ઝરી કારની શોખીન છે. આજે આપણે જાણીશું કે કઈ અભિનેત્રીના કાર કલેક્શનમાં કઈ કાર સામેલ છે.
કિયારા અડવાણી
કિયારા અડવાણીએ આ વર્ષે મે મહિનામાં ૨.૬૯ કરોડ રૂપિયાની મર્સિડીઝ મેબેચ કાર ખરીદી હતી. આ સિવાય તેની પાસે ઓડી A-8 L છે જેની કિંમત ૧.૫૬ કરોડ રૂપિયા છે. તેમના કાર કલેક્શનમાં BMW-X5, મર્સિડીઝ-બેંઝ ઇ-ક્લાસ BMW 530 જેવી કાર પણ સામેલ છે.
પ્રિયંકા ચોપરા
પ્રિયંકા પાસે રોલ્સ રોયસ ઘોસ્ટ છે જેની કિંમત લગભગ ૫.૨૫ કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે BMW-7 સિરીઝ, મર્સિડીઝ બેન્ઝ ઇ-ક્લાસ અને પોર્શે કેયેન જેવી કરોડોની કિંમતની કાર છે. ૨૦૧૯માં પતિ નિક જોનાસે પણ તેને ૩.૫ કરોડ રૂપિયાની મર્સિડીઝ મેબેચ ભેટમાં આપી હતી.
કેટરીના કૈફ
કેટરીના પાસે સફેદ રંગની લેન્ડ રોવર રેન્જ રોવર વોગ કાર છે જેની કિંમત અંદાજે ૪.૩૮ કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસ ઓડી Q-7, અને મર્સિડીઝ ML-૩૫૦ પણ છે.
અનુષ્કા શર્મા
અનુષ્કા પાસે બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટી કાર છે જેની કિંમત ૩.૮ કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તેની પાસે ૨.૪૨ કરોડની રેન્જ રોવર વોગ, રૂ. ૨.૭૬ કરોડની રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી, રૂ. ૧.૩૪ કરોડની ઓડી Q-8 અને રૂ. ૨.૪૬ કરોડની BMW- 7 સિરીઝ જેવી લક્ઝરી કાર છે.
કરીના કપૂર
કરીનાને લક્ઝરી કારનો પણ શોખ છે. તેમની પાસે મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ કાર છે જેની કિંમત ૧.૩૩ કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે ૧.૨૬ કરોડ રૂપિયાની પોર્શ કેયેન, ૧.૨૯ કરોડ રૂપિયાની રેન્જ રોવર સ્પોર્ટ અને ૮૧ લાખ રૂપિયાની ઓડી Q-7 છે.
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ લેન્ડ રોવર રેન્જ રોવર વોગમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. તે ઘણી વખત આ કારમાં જોવા મળી છે. તેની કિંમત ૧.૭૪ કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે ૮૦ લાખ રૂપિયાની ઓડી ચ-૭, ૫૦ લાખ રૂપિયાની ઓડી Q -5, BMW-7 સિરીઝની કિંમત ૧.૩૮ કરોડ રૂપિયા છે.
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ અંદાજે રૂ. ૧.૬૭ કરોડની મર્સિડીઝ મેબેક એસ-૫૦૦માં મુસાફરી કરે છે. આ સિવાય તેની પાસે લગભગ ૧.૫૮ કરોડ રૂપિયાની ઓડી A- 8- L , ૮૦ લાખ રૂપિયાની ઓડી Q- 8, ૭.૪૦ લાખ રૂપિયાની મિની ક્ધવર્ટિબલ જેવી લક્ઝરી કાર છે.