મેટિની

જાણો કયો વિલન વસૂલી રહ્યો છે સૌથી વધુ ફી

ફોકસ -નિધિ ભટ્ટ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધા કલાકારો અભિનય દ્વારા પોતાની ઓળખ બનાવે છે. ભલે તે હીરોનો રોલ કરે છે કે પછી વિલનનો રોલ કરે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા વિલન પણ છે, જેમણે હીરો કરતા વિલનના રોલમાં વધારે લોકપ્રિયતા મેળવી છે. વાસ્તવમાં વિલન ફિલ્મને થોડી વધુ મજેદાર બનાવે છે. આજકાલ ઘણા મોટા કલાકારો વિલનની ભૂમિકા ભજવવાને વધુ મહત્વ આપી રહ્યા છે. ભારતીય સિનેમામાં ઘણા એવા કલાકારો છે જેમણે સારા અને રોમેન્ટિક પાત્રો ભજવ્યા છે. પરંતુ હવે વિલનના પાત્ર દ્વારા તેમને ઘણી પ્રસિદ્ધી મળી રહી છે અને તેઓ સારી કમાણી પણ કરી રહ્યા છે. મોટા ભાગના વિલનોએ હવે ફિલ્મના મુખ્ય અભિનેતા જેટલી જ ફી માંગવાનું શરૂ કર્યું છે.

ભારતીય સિનેમામાં સૌથી વધુ કમાણી કરનાર ખલનાયક, યશે તેની વર્તમાન મૂવી ‘રામાયણ’ માટે ૧૫૦ કરોડ રૂપિયા લીધા હોવાના અહેવાલ છે. રામાયણમાં રાવણની ભૂમિકા ભજવવા માટે યશ બોલિવૂડમાં પ્રવેશી રહ્યો છે. ભગવાન રામ માટે રણબીર કપૂર અને સીતા માટે દક્ષિણ ભારતીય અભિનેત્રી સાઈ પલ્લવીની પસંદ સાથે તે સ્ક્રીન શેર કરી રહ્યો છે.

નવાઝુદ્દીન સિદ્દીકીએ વર્ષ ૨૦૨૩માં રિલીઝ થયેલી ફિલ્મ સૈંધવમાં વિલનની ભૂમિકા ભજવી હતી. નવાઝુદ્દીને આ ફિલ્મ માટે ૮ કરોડ રૂપિયાની ફી મળી હતી.

સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ ટાઈગર ૩ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. આમાં ઈમરાન હાશ્મીએ વિલનની ભૂમિકા ભજવી હતી અને તેના અભિનયના ઘણા વખાણ થયા હતા. આ રોલ માટે ઈમરાનને ૮ કરોડ રૂપિયાની ફી ચૂકવવામાં આવી હતી.

૨૦૨૩ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘જવાન’માં શાહરૂખ ખાન અને નયનતારાનો એક્શન અવતાર જોવા મળ્યો હતો. પરંતુ તેના વિલન વિજય સેતુપતિનું કામ અલગ જ હતું. આ રોલ માટે વિજયને ૨૧ કરોડ રૂપિયાની ફી મળી હતી.

સૈફ અલી ખાને ‘આદિપુરુષ’માં રાવણનો રોલ કર્યો હતો. સૈફને આ રોલ માટે ૮ કરોડ રૂપિયાની ફી મળી હતી.

કમલ હાસન સાઉથનો સુપરસ્ટાર છે અને તેણે ઘણી સુપરહિટ હિન્દી ફિલ્મો પણ કરી છે. કમલ હાસન હીરોની ભૂમિકા ભજવે છે અને વિલન પણ બને છે. તેણે ’કલ્કી ૨૮૯૮ એડી’ (૨૦૨૪) ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી હતી. આ રોલ માટે કમલ હાસનને ૨૫ કરોડ રૂપિયાની ફી મળી હતી.

ફહાદ ફાસીલે ‘પુષ્પા: ધ રાઈઝ’માં વિલનની ભૂમિકા ભજવી હતી અને તે આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થનારી ‘પુષ્પા: ધ રૂલ’માં પણ વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ રોલ માટે ફહદ ફાસીલે ૮ થી ૧૦ કરોડ રૂપિયા ફી લીધી છે.

‘આશ્રમ’ જેવી જબરદસ્ત વેબ સિરીઝ કરનાર બોબી દેઓલે ૨૦૨૩માં રીલિઝ થયેલી ‘એનિમલ’ માં વિલનની ભૂમિકા ભજવી હતી. તેનો રોલ નાનો હતો પરંતુ બોબી એ નાના રોલ દ્વારા ફેમસ થઇ ગયો. આ રોલ માટે બોબીને ૮ કરોડ રૂપિયાની ફી મળી હતી.

સંજય દત્ત પણ આજકાલ સાઉથની ફિલ્મોમાં વિલનની ભૂમિકા વધુ ભજવી રહ્યો છે. ‘લિયો’ અને ‘કેજીએફ’ જેવી ફિલ્મો આના તાજેતરના ઉદાહરણો છે. સંજય એક ફિલ્મ માટે ૧૦ થી ૧૨ કરોડ રૂપિયા ફી લે છે.

બાહુબલી ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવનાર રાણા ડગ્ગુબાટી પણ એક ફિલ્મ માટે ૪ થી ૫ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button