મેટિની

જલસાનો જલસો જન્મદિવસે ઝાંખો પડયો?

વિશેષ -નીધિ ભટ્ટ

૧૧ઓક્ટોબરે બી-ટાઉનના મેગાસ્ટાર બિગ બીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો પણ એ જન્મદિવસે જ બચ્ચન પરિવારમાં સબ સલામત નહીં હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી આવી ચર્ચા ચાલી જ રહી હતી, પરંતુ ગઈ કાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા ફોટોને કારણે આ ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

જોકે પરિવાર દ્વારા આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ ચર્ચા શરૂ થવાનું કારણ બચ્ચન પરિવારની બહુરાની ઐશ્ર્વર્યા રાય બચ્ચન દ્વારા પોસ્ટ કરવામાં આવેલો ફોટો છે.

વાત જાણે એમ છે કે અમિતાભ બચ્ચને પોતાના પરિવાર સાથે જન્મદિવસની ઊજવણી કરી હતી અને ઐશ્ર્વર્યા રાય-બચ્ચને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો પોસ્ટ પણ કર્યા છે. ઐશ્ર્વર્યાએ પોસ્ટ કરેલાં ફોટોમાં આરાધ્યા અને બિગ બી દેખાઈ રહ્યાં છે. પરંતુ આ ફોટોએ જ સોશિયલ મીડિયા પર પરિવારમાં ભંગાણ હોવાની ચર્ચાને હવા આપી હતી.

એમાં થયું એવું કે બિગ બીની દીકરી શ્ર્વેતા બચ્ચને પણ પિતાના જન્મદિવસની ઉજવણીના ફોટો સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે અને આ ફોટોમાં બિગ બી, જયા બચ્ચન, નવ્યા, આરાધ્યા અને અગસ્ત્ય દેખાઈ રહ્યાં છે. પરંતુ ઐશ્ર્વર્યા રાય બચ્ચને આ જ ફોટો ક્રોપ કરીને માત્ર બિગ બી અને આરાધ્યાનો જ ફોટો પોસ્ટ કર્યો હતો. પરિણામે એવી ચર્ચા ચાલી રહી છે બચ્ચન પરિવારમાં ભંગાણ છે.

નેટિઝન્સે ઐશ્ર્વર્યાની આ પોસ્ટ પર રોષ વ્યક્ત કર્યો છે અને એવું કહી રહ્યા છે કે આ રીતે ફોટો ક્રોપ કરીને પોસ્ટ કરવાની જરૂર નથી. જ્યારે બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે જો તમને એમની સાથેનો ફોટો નહોતો પોસ્ટ કરવો તો તમારે બીજો ફોટો પોસ્ટ કરવાની જરૂર હતી. ફોટો ક્રોપ કરવો એ બિલકુલ યોગ્ય નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલાં જ યોજાયેલા એક ફેશન શૉમાં ઐશ્ર્વર્યા અને નવ્યા બંનેએ ભાગ લીધો હતો અને એ સમયે શ્ર્વેતા અને જયા બચ્ચન બંને ત્યાં હાજર હતાં. પરંતુ શ્ર્વેતાએ માત્ર નવ્યાના ફોટો પોસ્ટ કર્યા અને એના માટે સ્પેશિયલ પોસ્ટ પણ લખી હતી. નવ્યાએ પણ નાની જયા બચ્ચન અને મમ્મી શ્ર્વેતા સાથેના ફોટો પોસ્ટ કર્યા હતા, પણ મામી ઐશ્ર્વર્યા માટે કોઈ પોસ્ટ શૅર કરી નહોતી, જેને કારણે નવ્યાને ટ્રોલ પણ કરવામાં આવી હતી.

આ બધા હાઈવોલ્ટ ડ્રામાને કારણે જ ‘જલસા’ જલસામાં નથી એવી ચર્ચા ઈન્ડસ્ટ્રીમાં વેગથી થઈ રહી છે.

‘ધ વેક્સિન વોર’ની સ્ક્રિપ્ટ ટૂંક સમયમાં ઓસ્કાર લાઇબ્રેરીના કાયમી સંગ્રહનો ભાગ બનશે
વિવેક રંજન અગ્રિહોત્રીની ફિલ્મ ‘ધ વેક્સિન વોર’ને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ નથી મળ્યો. ફિલ્મ તેની કમાણી વધારવા માટે દરરોજ સંઘર્ષ કરી રહી છે, પરંતુ આટલા નબળા પ્રદર્શન છતાં ફિલ્મને ઓસ્કાર એકેડમી તરફથી વિનંતી પત્ર મોકલવામાં આવ્યો છે. દિગ્દર્શક-લેખક વિવેક રંજન અગ્નિહોત્રીએ ખુલાસો કર્યો છે કે ‘ધ વેક્સિન વોર’ની સ્ક્રિપ્ટ ટૂંક સમયમાં ઓસ્કાર લાઇબ્રેરીના કાયમી મુખ્ય સંગ્રહનો ભાગ બનશે. વિવેક રંજન અગ્નિહોત્રીએ એકેડમી તરફથી મળેલા મેઈલનો સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે.

સ્ક્રીનશોટ શૅર કરતા વિવેકે ટ્વિટર પર લખ્યું છે કે, મને ગર્વ છે કે ‘ધ વેક્સિન વોર’ની સ્ક્રિપ્ટને ઓસ્કાર એકેડેમી લાઇબ્રેરીના સંગ્રહમાં રાખવા માટે
આમંત્રિત કરવામાં આવી છે. મને આનંદ છે કે સેંકડો વર્ષો સુધી વધુને વધુ લોકો ભારતના સુપરહીરોની આ મહાન વાર્તા વાંચશે.

ઑક્ટોબર ૩ના ઈમેલમાં એકેડેમીના મેનેજમેન્ટ લાઈબ્રેરિયને લખ્યું હતું કે, “અમે અહીં એકેડેમી ઑફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સની લાઈબ્રેરીમાં કાયમી કોર કલેક્શનમાં ‘ધ વેક્સિન વોર’ની એક કોપી મૂકવામાં રસ ધરાવીએ છીએ.અમારો મુખ્ય સંગ્રહ ફક્ત વાંચવા માટે રાખવામાં આવ્યો છે. સ્ક્રિપ્ટ ક્યારેય રૂમમાંથી બહાર જતી નથી અને તેની કોઈપણ પ્રકારની નકલો બનાવવા પર સખત પ્રતિબંધ છે. આ એક રિસર્ચ લાયબ્રેરી છે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. જે દરેક માટે ખુલ્લી છે.

સપ્ટેમ્બરમાં થિયેટરોમાં ‘ધ વેક્સિન વોર’ રજૂ કરવામાં આવી હતી અને તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં નાના પાટેકર, સપ્તમી ગૌડા, પલ્લવી જોશી અને રાયમા સેન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં નાના, સપ્તમી અને પલ્લવી વૈજ્ઞાનિકોની ભૂમિકામાં છે, જ્યારે રાયમા પત્રકારની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં અનુપમ ખેરની પણ મહત્ત્વની ભૂમિકા છે. ફિલ્મમાં નિવેદિતા ભટ્ટાચાર્ય અને મોહન કપૂર પણ છે. આ ફિલ્મ કોવિડ-૧૯ સામે લડત આપનારા ભારતીય વૈજ્ઞાનિકોની જીત વિશે છે.

બોલીવૂડના આ હોટ હંકની ‘ઊંઈંજજ’થી બચી નથી શકી કોઇ હસીના…..

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે પણ કિસિંગ કે ઈન્ટિમેટ સીન્સની વાત આવે છે ત્યારે દરેકના મગજમાં જે પહેલું નામ આવે છે તે છે ઈમરાન હાશ્મી. ઈમરાને મર્ડર, આશિક બનાયા, જહર જેવી ફિલ્મોથી કિસિંગ એક્ટર તરીકે પોતાની ઈમેજ બનાવી છે, પરંતુ આજે અમે તમને એવા સુપરસ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે એક-બે ફિલ્મો સિવાય દરેક ફિલ્મની હીરોઈન સાથે કિસિંગ સીન કર્યા છે.

અમે વાત કરી રહ્યા છીએ મોમાઝ બોય, હોટ હંક ગણાતા રણબીર કપૂરની… રણબીર હાલમાં તેના કરતા ૧૪ વર્ષ નાની રશ્મિકા મંદાના સાથેના લિપલોક સીનને કારણે ચર્ચામાં છે, પરંતુ રશ્મિકા પહેલા પણ રણબીરે ઘણી હીરોઈન સાથે લિપલોક સીન આપ્યા છે. રણબીર સાથે રશ્મિકાના લિપલોક સીન અને સિઝલીંગ કેમિસ્ટ્રી જોઈને લોકો બેકાબૂ થઈ ગયા છે.

રણબીર કપૂરે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં અભિનેત્રી અને હવે તેની પત્ની આલિયા ભટ્ટ સાથે તેના કિસિંગ અને લવ મેકિંગ સીનથી ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આ ફિલ્મમાં આલિયા અને રણબીરના કિસિંગ સિન્સ તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવ્યા હતા. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ આલિયા અને રણબીર નજીક આવ્યાં હતા.

ફિલ્મ ‘રોકસ્ટાર’માં નરગીસ ફખરી સાથે રણબીર કપૂરની કિસ લોકોના દિલોદિમાગ પર છવાઈ ગઈ હતી. વેલ, આ પહેલીવાર નથી, રણબીર હંમેશાં તેની ઓનસ્ક્રીન કિસથી એક રોમાન્ટિક વાતાવરણ બનાવી દે છે અને લોકોને એના કિસિંગ સિન્સ પસંદ પણ આવે છે. રણબીર લિટરલી તેના કિસિંગ સિન્સમાં જાન ફૂંકી દે છે અને તેના આવા સિન્સ જ ફિલ્મનું જમા પાસું બની જાય છે.

રણબીરના ઓનસ્ક્રીન કિસિંગ સિન્સમાં હંમેશાં એક ઝનૂન જોવા મળે છે. તમાશા ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથેના તેના ચુંબન દ્રશ્યે લોકોને દિવાના બનાવી દીધા હતા. તમાશા પહેલા રણબીર અને દીપિકાએ ફિલ્મ યે જવાની હૈ દીવાનીમાં પણ ગાઢ ચુંબન દ્રશ્યો આપ્યાં હતાં.

ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં રણબીર કપૂર અને ઐશ્ર્વર્યા રાય બચ્ચનના કિસિંગ સીને બધાને ચોંકાવી દીધા હતા. રણબીરના તેના કરતા મોટી ઉંમરના ઐશ સાથેના રોમેન્ટિક સિન્સ જોઈને લોકો ચોંકી ગયા હતા, પરંતુ સ્ક્રીન પર આ દ્રશ્ય જોઈને ચાહકો બેકાબૂ થઈ ગયા હતા. ઐશ્ર્વર્યા રાય અને રણબીર કપૂરનો કિસિંગ સીન ખૂબ જ હોટ હતો.

ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’માં રણબીર કપૂર અને કેટરીના કૈફ વચ્ચે એક કિસિંગ સીન શૂટ કરવામાં આવ્યો હતો. તે સમયે કેટરિના અને રણબીર એકબીજા સાથે રિલેશનશિપમાં હતાં. આવી સ્થિતિમાં તેના આ કિસિંગ સીને તેના ચાહકોને નશો ચઢાવી દીધો હતો.

આ સિવાય રણબીર કપૂરે અભિનેત્રીઓ અદિતિ રાવ હૈદરી, પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા અને અન્ય ઘણી હીરોઈન સાથે હોટ… હોટ…કિસીંગ સિન્સ આપ્યા છે.

રણબીર કપૂરને બોલીવૂડનો સૌથી રોમેન્ટિક સ્ટાર કહેવામાં આવે છે અને તેના લગ્ન પછી રશ્મિકા મંદાના સાથેના તેના કિસિંગ સીને તેને ફરીથી લાઇમ લાઇટમાં લાવી દીધો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો