મેટિની

ઈન્ટરવલ કે બાદ ક્યા આને વાલા હૈ, ભાઈ?!

૨૦૨૪ના સેકન્ડ હાફમાં મનોરંજનના પટારામાં શું-શું છે?

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

(ભાગ – ૨ )
ગયા સપ્તાહે આપણે ૨૦૨૪ના બચેલા ૬ મહિનામાં મનોરંજન ક્ષેત્રે રિલીઝ થનારી રસપ્રદ ફિલ્મ્સ અને શોઝની એક ઝલક જોઈ, પણ મનોરંજનનો પટારો ખૂબ મોટો હોવાથી એ કાર્ય ખતમ ન થયું તો ચાલો, એ જ શ્રેણીમાં હજુ વધુ શીર્ષકો પર નજર ફેરવીએ.

જોકર: ફોલી એ ડ્યુ (૪ ઓક્ટોબર)
૨૦૧૯માં આવેલી ડીસી ‘યુનિવર્સની જોકર’ ફિલ્મની આ સિક્વલ છે. અગાઉ પણ ડીસી ફિલ્મ્સનું આ ગ્રે શેડ ધરાવતું પાત્ર બેટમેન’થીં માંડીને અનેક ફિલ્મ્સમાં આવી ચૂક્યું છે.
જોકરના આ જટિલ અને વિચિત્ર પાત્રને ૨૦૧૯ની ફિલ્મથી વધુ ખ્યાતિ મળી હતી. તેની આ સિક્વલ ફિલ્મ પણ તેને કેવો ન્યાય આપે છે તે જોવું રહ્યું.

ડિરેક્ટર: ટોડ ફિલિપ્સ
કાસ્ટ: વાકીન ફિનિક્સ, લેડી ગાગા, ઝેઝી બિટ્સ

જીગરા (૧૧ ઓક્ટોબર)
વાસન બાલાની અગાઉની રસપ્રદ ફિલ્મ્સ જોયા પછી ‘જીગરા’ વિશે તેના અનાઉન્સમેન્ટના ફર્સ્ટ લુક ટીઝર સિવાય વધુ માહિતી ન હોવા છતાં ફિલ્મ પ્રત્યે દર્શકોમાં ઉત્કંઠા જોવા મળે છે. એ સાથે જ ધર્મા પ્રોડક્શન અને આલિયા ભટ્ટના નિર્માણ હેઠળ બની રહેલી આ ફિલ્મ કયા વિષયને સ્પર્શે છે તે જોવું મજેદાર રહેશે.

ડિરેક્ટર: વાસન બાલા
કાસ્ટ: આલિયા ભટ્ટ, વેદાંગ રૈના, આદિત્ય નંદા

વેનમ: ધ લાસ્ટ ડાન્સ
(૨૫ ઓક્ટોબર)
સુપર હીરો કેરેકટર્સમાં હીરોની સાથે ગ્રે શેડ ધરાવતાં પાત્રોની પણ મુખ્ય ભૂમિકામાં અનેક ફિલ્મ્સ આવતી હોય છે. સ્પાઇડરમેન યુનિવર્સના આવા જ એક પાત્ર વેનમને લઈને ૨૦૧૮માં આવેલી ફિલ્મની ફ્રેન્ચાઇઝનો આ ત્રીજો ભાગ છે.

શીર્ષકમાં ‘ધ લાસ્ટ ડાન્સ’ શબ્દપ્રયોગ પરથી એવું લાગી રહ્યું છે કે આ ફ્રેન્ચાઇઝ આ ફિલ્મ સાથે પૂરી થશે, પરંતુ ટ્રેલર પરથી આ એક ધમાકેદાર સુપરહીરો ફિલ્મ તો હશે જ તેવું જણાઈ રહ્યું છે.
ડિરેક્ટર: કેલી માર્સલ
કાસ્ટ: ટોમ હાર્ડી, ચુવેટલ એજીઓફોર, જૂનો ટેમ્પલ

સિંઘમ અગેઈન (૧ નવેમ્બર):
આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ્સમાં ‘સિંઘમ અગેઈન’નું નામ સામેલ થાય જ. રોહિત શેટ્ટીના દિગ્દર્શનમાં બનનારી એના અતિ પ્રચલિત કોપ યુનિવર્સની આ ફિલ્મ જોવાનો દર્શકોને ચોક્કસ ઇન્તજાર રહેવાનો. એ ઉપરાંત આ ફિલ્મની કાસ્ટમાં ઘણા બધા આકર્ષક નામોનો મેળાવડો રોહિત શેટ્ટીએ ભેગો કર્યો છે તેથી પણ આ કોપ યુનિવર્સમાં લોકોને રસ પડવાનો એ નક્કી!

ડિરેક્ટર: રોહિત શેટ્ટી
કાસ્ટ: અજય દેવગણ, કરીના કપૂર ખાન, દીપિકા પદુકોણ, ટાઇગર શ્રોફ, અર્જુન કપૂર

ભૂલભૂલૈયા ૩ (૧ નવેમ્બર)
અક્ષય કુમારની ભૂલભૂલૈયા’ (૨૦૦૭) પછી ૨૦૨૨માં આવેલી કાર્તિક આર્યન અભિનીત સિક્વલને મળેલી સફળતા પછી તેનો ત્રીજો ભાગ પણ આવી રહ્યો છે. લોકોને આ ફિલ્મ પણ પસંદ પડે તેવી શક્યતા વધુ છે. કાર્તિક આર્યનના રુહબાબાના પાત્ર ઉપરાંત માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડીમરી પણ આ ફિલ્મમાં જોવા મળવાના છે. હોરર કોમેડી ફિલ્મ્સની વધતી જતી ખ્યાતિના કારણે આ ત્રીજા ભાગને પણ સફળતા મળશે તેવું લાગી રહ્યું છે.

ડિરેક્ટર: અનીસ બઝમી
કાસ્ટ: કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી, માધુરી દીક્ષિત, રાજપાલ યાદવ

રેડ વન (૧૫ નવેમ્બર)
આ એક્શન કોમેડી ફિલ્મ તેના ટ્રેલર પરથી ખૂબ જ મજેદાર જણાઈ રહી છે. નોર્થ પોલના અનોખા વિશ્ર્વના હેડ ઓફ સિક્યુરિટી અને એક બાઉન્ટી હન્ટર બંને મળે છે કિડનેપ થઈ ગયેલા સાન્ટા ક્લોઝને શોધવા માટે. એમની સફરમાં બનતા ગોટાળા અને એક્શન દર્શકોને મનોરંજન પૂરું પાડી શકે છે.

ડિરેક્ટર: જેક કેસડન
કાસ્ટ: ડ્વેઇન જોન્સન, ક્રિસ ઇવાન્સ, જે. કે. સિમન્સ

મેટ્રો ઇન દીનો (૨૯ નવેમ્બર)
અનુરાગ બાસુ દિગ્દર્શિત ‘લાઈફ ઈન એ મેટ્રો’ (૨૦૦૭) ફિલ્મની સ્પિરિચ્યુઅલ સિક્વલ ઘણા વર્ષે આવી રહી છે. આ રોમાન્સ અને ડ્રામા જોનરની ફિલ્મ પણ પહેલી ફિલ્મની જેમ જ મેટ્રો સિટીમાં રહેતાં અલગ-અલગ પાત્રોની અલગ- અલગ વાર્તાઓનો સમૂહ હશે તેવું ફિલ્મ સાથે જોડાયેલી કાસ્ટને જોતા લાગી રહ્યું છે.

ડિરેક્ટર: અનુરાગ બાસુ
કાસ્ટ: આદિત્ય રોય કપૂર, ફાતિમા સના શેખ, કોંકણા સેન શર્મા, અલી ફઝલ, સારા અલી ખાન

ક્રેવન ધ હન્ટર (૧૩ ડિસેમ્બર)
માર્વેલ કોમિક્સના વધુ એક સુપરહીરો ક્રેવનની ફિલ્મ આવી રહી છે. જે લોકો સુપરહીરો ફિલ્મ્સ ઓછી જુએ છે એમને ફ્રેન્ચાઈઝ, યુનિવર્સ અને જોડતી વાર્તાને લઈને પૂરી માહિતી ન હોય એવું બની શકે. એ છતાં માર્વેલ સિનેમેટિક યુનિવર્સની બહારના આ સુપરહીરો હન્ટરની વાર્તા ઘણી ફિલ્મ્સની માફક સ્ટેન્ડ અલોન ફિલ્મ તરીકે તો મજેદાર નીવડી શકે છે.

ડિરેક્ટર: જે. સી. ચેન્ડોર
કાસ્ટ: આરોન ટેયલર-જોન્સન, એરિયાના ડીબોઝ, એલેકઝાન્ડ્રો નિવોલા

મુફાસા: ધ લાયન કિંગ
(૨૦ ડિસેમ્બર)
ડિઝનીનું આ લાયન કિંગનું પાત્ર અતિ પ્રચલિત છે. ૧૯૯૪ પછી ૨૦૧૯માં આવેલી લાયન કિંગ’ ફિલ્મ પણ અતિ સફળ અને લોકપ્રિય બની હતી. તેની સિક્વલમાં પણ લાયન કિંગ મુફાસા છે, પણ આ ફિલ્મ સિક્વલ નહીં, પ્રિક્વલ છે. ખાસ કરીને બાળકોમાં અતિ પ્રિય આ કેરેકટર અને તેના અનોખા વિશ્ર્વની રાહ દર્શકોને ચોક્કસ જ રહેવાની.

ડિરેક્ટર: બેરી જેનક્ધિસ
કાસ્ટ: આરોન પિયર, કેલ્વિન હેરિસન, સેથ રોગન

સિતારે જમીં પર (૨૦ ડિસેમ્બર)
આ ફિલ્મ પણ એક રીતે ‘તારે જમીં પર’ (૨૦૦૭)ની સ્પિરિચ્યુઅલ સિક્વલ કહી શકાય. ‘તારે જમીં પર’માં ડિસ્લેક્સીયાની વાત હતી તો તેની જેમ જ સિતારે જમીં પર’માં પણ ડાઉન સિન્ડ્રોમ બીમારીને ફિલ્મનો મૂળ વિષય છે. આમિર ખાનનું આ ફિલ્મ મુદ્દે કહેવું છે કે આ ફિલ્મ પણ ‘તારે જમીં પર’ જેટલી જ સૌને પસંદ આવશે. દર્શકો તેમાં જેટલું રડ્યા હતા. એટલું જ આ ફિલ્મમાં હશે.
ડિરેક્ટર: આર. એસ. પ્રસન્ના
કાસ્ટ: આમિર ખાન, જેનિલિયા દેશમુખ, દર્શિલ સફારી
મનોરંજન દેવની કૃપાથી આમ જ શીર્ષકો જોતા જઈશું તો પણ કંઈ ફિલ્મ્સનો આ ખજાનો પૂરો નથી થવાનો! એટલે આપણે બાકીની નોંધપાત્ર ફિલ્મ્સની ફક્ત યાદી જોઈ લઈએ.

ભારતીય ફિલ્મ્સ:
સરફિરા (૧૨ જુલાઈ), વેદા (૧૫ ઓગસ્ટ), ઇમર્જન્સી (૬ સપ્ટેમ્બર), દેવા (૧૧ ઓક્ટોબર), રેઈડ ૨ (૧૫ નવેમ્બર),
ધડક ૨ (૨૨ નવેમ્બર), છાવા (૬ ડિસેમ્બર), વેલકમ ટુ ધ જંગલ (૨૦ ડિસેમ્બર).

અમેરિકન ફિલ્મ્સ:
સાઉન્ડ ઓફ હોપ: ધ સ્ટોરી ઓફ પોસમ ટ્રોટ (૪ જુલાઈ), ફ્લાય મી ટુ ધ મૂન (૧૨ જુલાઈ), માય સ્પાય: ધી ઈટર્નલ
સીટી (૧૮ જુલાઈ), ધ ગુડ હાફ (૨૩ જુલાઈ), રોબ પીસ (૨ ઓગસ્ટ), જેકપોટ (૧૫ ઓગસ્ટ), સ્પિક નો ઇવિલ (૧૩ સપ્ટેમ્બર), ધ કિલર્સ ગેમ (૧૩ સપ્ટેમ્બર), ટ્રાન્સફોર્મર્સ વન (૨૦ સપ્ટેમ્બર), મેગાલોપોલીસ (૨૭ સપ્ટેમ્બર), હિયર (૧૫ નવેમ્બર).

લાસ્ટ શોટ
‘ભૂલભૂલૈયા ૩’માં પ્રથમ ફિલ્મની મંજુલિકા મતલબ વિદ્યા બાલન પણ દેખાવાની છે!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?