મેટિની

વિશેષ : કૅન્સરની સારવાર બાદ હવે એની સાઇડ-ઇફેક્ટ્સ મ્યુકોસાઇટીસથી પીડાઇ રહી છે હીના ખાન

-અનંત મામતોરા

ટેલિવિઝન ઍક્ટ્રેસ હીના ખાનને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કૅન્સર થયુ છે અને એની સારવારની તેને સાઇડ-ઇફેક્ટ્સ થઈ છે. ૩૬ વર્ષની હીનાએ કૅન્સર વિશે થોડા મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી. એની સારવારને લઈને અને પોતાની હેલ્થ વિશે તે સતત માહિતી સોશિયલ મીડિયામાં શૅર કરતી રહે છે. તે હવે મ્યુકોસાઇટીસ નામની બીમારીથી પીડાઇ રહી છે એ વિશે તેણે જણાવ્યું છે. કૅન્સરમાં આપવામાં આવતી કેમોથેરાપી અને રેડિયેશનને કારણે તેને મ્યુકોસાઇટીસ થયુ છે. તેણે પાંચ કેમોથેરાપી લીધી છે અને હજી ત્રણ બાકી છે. એના માટે તે ડૉક્ટરની સલાહ-સૂચનોનું પાલન કરી રહી છે. દર્દથી પીડાતી હોવા છતાં પણ હીના કામમાં ઍક્ટિવ છે.


Also read: ફિલ્મનામાઃ હમ ન્યૂઝ નહીં કહાનિયાં દીખાતે હૈ! ન્યૂઝ પાછળના બિહામણાં વ્યૂઝ..


શું છે આ મ્યુકોસાઇટીસ અને એના લક્ષણો એનાં પર આપણે એક નજર નાખીશું.

શું છે આ મ્યુકોસાઇટીસ: મ્યુકોસાઇટીસ આ એક એવી બીમારી છે કે જેમાં પેશન્ટને કૅન્સરની સારવાર દરમ્યાન સાઇડ-ઇફેક્ટ્સના ભાગ રૂપે ભોગવવી પડે છે. એના કારણે મોઢામાં, ગળામાં અથવા આંતરડાના પટલ પર સોજો અને છાલાં પડે છે. એથી પેશન્ટને જમવામાં, પાણી પીવામાં અને બોલવામાં પણ તકલીફ થાય છે. મોંમાં અને ગળામાં બળતરા અને પીડા ઉપડે છે. ગંભીર સ્થિતિમાં આ પટલમાંથી રક્તસ્ત્રાવ શરૂ થઈ જાય છે. આ પાતળો પટલ શરીરના આંતરિક અવયવોની સુરક્ષા કરે છે. મ્યુકોસાઇટીસને કારણે તેની રક્ષા કરવાની ક્ષમતા ઘટી જાય છે. એને કારણે બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન વધવાનું જોખમ વધી જાય છે. યોગ્ય સારવારથી એકથી છ અઠવાડિયામાં આરામ મળેે છે.

ઉપચાર: મ્યુકોસાઇટીસની કોઈ ચોક્કસ સારવાર નથી, પરંતુ એના લક્ષણોને નિયંત્રિત કરવા અને સંક્રમણથી બચવાના અનેક ઉપચાર છે. એમાં પીડાને ઘટાડવાની દવા આપવામાં આવે છે. એના માટે એન્ટિબાયોટિક્સ, એન્ટિફંગલ અને એન્ટિવાઇરલ દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. દર્દીને વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જેથી અંદરના જખમ પર જલદી રૂઝ આવી જાય. જમવામાં તકલીફ હોવાથી લિક્વિડ ડાયેટ અને સપ્લિમેન્ટ અપાય છે.

Also read: સ્ટાર-યાર-કલાકાર : મહોબ્બતથી મજૂર સુધીનો શાનદાર શાયર-ગીતકાર સાહિર લુધયાન્વી

ખાસ તકેદારી: ગરમ મસાલેદાર ભોજન ટાળવું, શરાબથી દૂર રહેવું, સખત પદાર્થો જેવા કે ચિપ્સ, ક્રેકર ન ખાવા. લિક્વિડ પદાર્થોનું સેવન વધારે પ્રમાણમાં કરવું. હાઇ પ્રોટીનવાળા ખોરાકને પોતાની ડાયેટમાં સામેલ કરવું

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button