મેટિની

ગીતાનું ગાન… હોલીવૂડના ગગનમાં !

શ્રીમદ્ ભગવદ્ ગીતાની હોલીવૂડમાં હાજરીના આ બધા રસપ્રદ કિસ્સા તમને ખબર છે?

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

માગશર સુદ એકાદશી એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતાની જન્મજયંતી. વિશ્ર્વનો એકમાત્ર ગ્રંથ કે પુસ્તક કે જેની જન્મજયંતી ઊજવાય છે. ભારતવર્ષ માટે આ વિશેષ ગર્વની વાત છે. જન્મજયંતીની તિથિ એટલે આજનો દિવસ (૨૨ ડિસેમ્બર) ગીતા માના પૂજનનો દિવસ. આપણા જીવનમાં રહેલા શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહાત્મ્યના કારણે જ ભારતીય મનોરંજન જગતમાં ગીતા ગ્રંથ કે તેના વિચારો સ્ક્રીન પર અનેકવાર દેખાઈ આવે છે એ ખરું, પણ શું તમને ખબર છે, ગીતાના પ્રભાવથી હોલીવૂડ પણ બાકાત નથી?

ચાલો, આપણે હોલીવૂડ અને મા ગીતાના સંગમની સફર કરીએ…
એપલ ટીવી પર ૨૦૨૧માં શરૂ થયેલા ક્રિએટર્સ ડેવિડ ગોયર અને જોશ ફ્રાઇડમેનના સાયન્સ ફિક્શન ટીવી શૉ ‘ફાઉન્ડેશન’માં શ્રીમદ્ ભગવદ્ ગીતા દ્રશ્યમાન થાય છે. શૉની બીજી સિઝન જે ચાલુ વર્ષના જુલાઈ મહિનાથી સ્ટ્રીમ થઈ હતી તેના ચોથા એપિસોડમાં એક મહત્ત્વના દ્રશ્યમાં બે પાત્રોને ભગવદ્ ગીતા મળે છે અને પછી એના પાના ફેરવીને વાંચે છે. સાથે તેમાં ભગવાન શ્રીકૃષ્ણનું ચિત્ર પણ નજરે પડે છે. ગીતા ફક્ત શૉના દ્રશ્યમાં દેખાય છે એટલું જ નહીં, પણ શૉના વિષયમાં પણ એકથી વધુ રીતે એનું મહત્ત્વ જોવા મળે છે.

શૉના મુખ્ય પાત્ર પાસે એક શક્તિ છે. તે ભવિષ્ય જોઈ શકે છે. એ પાત્ર દૈવી અને અલૌકિક છે. બ્રહ્માંડની બરબાદી ઇચ્છતા એક સામ્રાજ્ય સામે એ એક છોકરીને તૈયાર કરે છે. શૉમાં સત્ય
અને ધર્મની જીત માટે એક પાત્રનું બીજાને તૈયાર કરવું એ શ્રીકૃષ્ણ અને અર્જુનની સમાંતર જણાય છે. આટલું ઓછું હોય તેમ છોકરીને શીખ આપતા ભવિષ્યના જાણકાર એ પાત્રનું નામ શું હોય છે ખબર? હરિ!

આ તો થઈ હમણાંની વાત. ગઈ સદીમાં પણ હોલીવૂડ ફિલ્મમેકર્સ ગીતા અને તેના વિચારોથી પ્રભાવિત થઈને ફિલ્મ્સ બનાવી ચૂક્યા છે. ૧૯૭૭માં રિલીઝ થયેલી રોબર્ટ વાઈઝ દિગ્દર્શિત ફિલ્મ ઓડ્રી રોઝ’ એટલે તેનું એક સશક્ત ઉદાહરણ.

‘ઓડ્રી રોઝ’ની કથાવસ્તુ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણના વિધન ‘આત્મા શાશ્ર્વત છે, શરીર નાશવંત છે’ પર આધાર રાખે છે. આ સાયકોલોજિકલ હોરર ફિલ્મમાં એક બાળકીના મૃત્યુ પછી થયેલા પુનર્જન્મની વાર્તા છે. ફિલ્મ તો ગીતાના વિચારો પર છે જ, પણ ફિલ્મના અંતે એ વિચારના આધારસ્તંભ શ્ર્લોકનો ઈંગ્લિશ ભાવાર્થ પણ ટાંકવામાં આવ્યો છે. આ રહ્યો એ શ્ર્લોક-…
ણ ઘળ્રૂટજ્ઞ રુપૄ્રૂટજ્ઞ મળ ઇંડળરુખ-ધ્ણળર્રૂૈ ધુટ્ટમળ ધરુમટળ મળ ણ ધુર્રૂીં
અઘળજ્ઞ રુણટ્ટર્રૂીં યળ઼ટળજ્ઞજર્મ્ૈ ક્ષૂફળઞળજ્ઞ-ણ વધ્રટજ્ઞ વધ્રપળણજ્ઞ યફફિજ્ઞ ॥
અર્થાત આત્મા ન કદી જન્મે છે, ન મરે છે. એ તો શાશ્ર્વત છે. શરીરનો નાશ થાય છે, આત્માનો નહીં….

આમમૃત્યુના વિષયમાં ગીતાના વિચારોનો આધાર લેવામાં આવ્યો હોય તેવો હોલીવૂડ ફિલ્મનો વધુ એક કિસ્સો છે. માર્વેલ સિનેમેટિક યુનિવર્સની ક્લોઈ ઝાઓ દિગ્દર્શિત ‘ઇટર્નલ્સ’ (૨૦૨૧)માં દસ સુપર હીરોઝમાંની થીના (એન્જેલીના જોલી)ના સુપરહીરો મિત્રનું એક લડાઈમાં મૃત્યુ થાય છે. એ સુપરહીરોની અંતિમક્રિયા હિંદુ વિધિ મુજબ અગ્નિ દ્વારા કરવામાં આવે છે. એટલું જ નહીં, ત્યાં હાજર એક ભારતીય પાત્ર એ સમયે શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ શ્ર્લોકનું પઠન કરે છે…

ણેર્ણૈ રુગધ્ડરુધ્ટ યષ્ળરુઞ ણેર્ણૈ ડવરુટ ક્ષળમર્ઇીંં
ણ ખેર્ણૈ ્રુબજ્ઞડ્રૂધ્ટ્ટ્રૂળક્ષળજ્ઞ ણ યળજ્ઞર્રૂરુટ પળ્યર્ટીં ॥
‘ઇટર્નલ્સ’માં તો આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિ, સિનેમા અને ખાસ કરીને મુખ્ય પાત્રોનાં લગ્ન પણ હિંદુ રીતરિવાજ મુજબ બતાવ્યા છે.

હોલીવૂડમાં ગીતા દર્શનનું આ વર્ષનું જ એક અતિ જાણીતું ઉદાહરણ એટલે ક્રિસ્ટોફર નોલાન દિગ્દર્શિત ‘ઓપનહાઈમર’. એમાં એક બેડ-રૂમ સીનમાં ગીતાના ગ્રંથને જે રીતે રજૂ કરવામાં આવ્યો એને લઈને વિવાદ થયો હતો..
જો કે અહીં ફિલ્મમાં વિશ્ર્વનો પ્રથમ અણુબોમ્બ બનાવનાર વૈજ્ઞાનિક જે. રોબર્ટ ઓપનહાઈમર ૧૯૪૫માં થયેલા સાચા બોમ્બ પરીક્ષણ પછી ગીતાના એક શ્ર્લોકનો ઈંગ્લિશ ભાવાર્થ કહ્યો છે…
‘Now I am become death, destroyer of worlds.’ઓપનહાઈમર ગીતાથી અત્યંત પ્રભાવિત હતા અને બોમ્બ બનાવવાના અપરાધભાવમાં જ એ ગીતાના શ્ર્લોકને મીડિયા સામે ટાંકે છે. ફિલ્મમાં એના ગીતા પ્રેમને દર્શાવવા આ પંક્તિનો ઉપયોગ તો કરવામાં આવ્યો છે, પણ દિગ્દર્શકે ક્રિએટિવ લિબર્ટી લઈને પ્રેમિકા જીન સાથેની અંગત પળોના સમયે આ શ્ર્લોકનો ઉપયોગ કર્યો છે.
હોલીવૂડ ફિલ્મમેકર્સ અને આર્ટિસ્ટ્સનો હિંદુ સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે (જેના પર તો અલગથી લેખ લખી શકાય). પરિણામે ફક્ત ભગવદ્ ગીતાને સ્ક્રીન પર દર્શાવીને કે તેના શ્ર્લોકને સંવાદમાં લાવીને તેઓ અટકતા નથી.

રોબર્ટ રેડફોર્ડ દિગ્દર્શિત ફિલ્મ ‘ધ લેજન્ડ ઓફ બાગર વાન્સ’ (૨૦૦૦)ની વાર્તા કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને અપાયેલા ગીતા ઉપદેશની વાતને જ આધાર બનાવીને ઘડવામાં આવી છે. ફિલ્મમાં રમતવીર જુનહ (મેટ ડેમન)ને બાગર વાન્સ (વીલ સ્મિથ)ના સ્વરૂપમાં માર્ગદર્શક મળે છે. અહીં પણ જાણીજોઈને ‘ફાઉન્ડેશન’ની જેમ જ પાત્રોના નામમાં ખાસ શબ્દોની કરામત કરવામાં આવી છે. રેનૂલ્ફ જુનહ મતલબ આર. જુનહનો ઉચ્ચાર ‘અર્જુન’ જેવો અને બાગર વાન્સનો ,અફકોર્સ ભગવાન’ જેવો….!
૨૦૧૬માં રિલીઝ થયેલી એન્ગ લી દિગ્દર્શિત ફિલ્મ ‘બીલી લિન્સ લોન્ગ હાફટાઇમ વોક’માં એક દ્રશ્યમાં પાત્ર શ્રુમ (વીન ડીઝલ) બીજા પાત્રને યુદ્ધ માટે તૈયાર કરવા ગીતાનો સંદેશ આપતા એ કહે છે…

‘Always perform with
detachment, any action you must do. And surrender all actions to me.’

બીજા શબ્દોમા કહો તો ‘કર્મ કર, ફળની ચિંતા કર’ આવું ગીતામાં અલગ-અલગ પ્રકારે ઘણી વખત કહેવામાં આવ્યું છે, પણ ફિલ્મમાં ‘શ્રુમ વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણ યુદ્ધ પહેલા હતાશ યોદ્ધા અર્જુનને આ શીખ આપે છે’ એમ કહીને જે અર્થ સમજાવે છે એ માટે સૌથી યોગ્ય શ્ર્લોક આ રહ્યો…
ટશ્ર્નપળડલટ્ટર્ઇીંં લટર્ટૈ ઇંળ્રૂહ્ણ ઇંપૃ લપળખફ
અલટ્ટઇંળજ્ઞ હ્ળખફધ્ઇંપૃ ક્ષફપળન્નણળજ્ઞરુટ ક્ષૂ્યર્રીં ॥
છેક ૧૯૪૪માં ડબલ્યુ. સોમરસેટ મોઘમે લખેલા પુસ્તક ‘ધ રેઝર્સ એજ’ પરથી ૧૯૪૬માં એડમંડ ગોલ્ડીંગ દિગ્દર્શિત એ જ નામની ફિલ્મમાં મુખ્ય પાત્ર લેરી ડેરેલ પણ ‘ઓડ્રી રોઝ’ માફક ગીતાની આત્મા અમર હોવાની વાત કરે છે. ફિલ્મ આખી જ ગીતાની સમજને પાયો બનાવીને ભારતીય આધ્યાત્મિકતાની વાત કરે છે. એક ઘટના પછી ધંધો અને પૈસા સઘળું છોડીને લેરી જીવનનો અર્થ શોધતો શોધતો ભારત પહોંચે છે અને એક સંતને તે ગુરુ બનાવે છે. તે ગુરુ એને અધ્યાત્મ માટે ગીતાના તેજમાં ઝળહળતા ત્રણ સોનેરી રસ્તાઓ બતાવે છે : જ્ઞાન-કર્મ અને ભક્તિ!

વીલ સ્મિથ-વીન ડીઝલ-એન્જેલીના જોલી વગેરે નામ સાથેના આ ઉદાહરણોનો મતલબ છે કે ગીતા વિચાર એટલો તો વ્યાપક છે કે અંગત જીવનથી લઈને અમેરિકાની બિગ બજેટ મેઇનસ્ટ્રીમ ફિલ્મ્સ સુધી એ પહોંચ્યો છે. ત્યાંના પુસ્તકો, ગીતો, ટીવી શૉઝ અને ફિલ્મ્સમાં અનેકવાર હિંદુ સંસ્કૃતિ અને ખાસ કરીને ભગવદ્ ગીતાની હાજરી દેખાય છે.

લાસ્ટ શોટ
શ્રીમદ્ ભગવદ્ ગીતા અને સિનેમાની તાકાતથી અદ્ભુત સંયોગ પણ સર્જાતા હોય છે. ‘બીલી લિન્સ લોન્ગ હાફટાઇમ વોક’નું વીન ડીઝલવાળું પેલું દ્રશ્ય ગીતા જયંતીના સમયે જ એટલે કે હજુ બે દિવસ પહેલાં જ વાઇરલ થયું છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button