ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ પડી?
૧૯૭૦ના દાયકાની સંજીવ કુમારની બહુ ગાજેલી ફિલ્મની રિમેકમાં કામ કરી બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ મેળવનારી અભિનેત્રીની ઓળખાણ પડી?
અ) જ્હાન્વી કપૂર બ) અનન્યા પાંડે ક) શાનયા કપૂર ડ) તારા સુતરિયા
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
गिरावट નફો
खुदरा જકાત
चुंगी છૂટક
मुनाफ़ा બાનું
पेशगी ઘટાડો
ગુજરાત મોરી મોરી રે
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનયથી શરૂઆત
કરી ગાયક તરીકે વિશિષ્ટ ઓળખ બનાવનાર કયા
ગાયકનાં લગ્ન ગુજરાતી યુવતી સાથે થયાં હતાં એ કહી શકશો?
અ) કે એલ સાયગલ બ) કિશોર કુમાર
ક) તલત મેહમૂદ ડ) મુકેશ
જાણવા જેવું
અરદેશર ઈરાનીએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પહેલું બોલપટ ‘આલમ આરા’ બનાવ્યું જેનું એ સમયે લોકપ્રિય થયેલું ગીત ‘દે દે ખુદા કે નામ પે’ વઝીર મોહમ્મદ ખાને ગાયું હતું. ઉર્દૂ અને ગુજરાતી સહિત સાત ભાષા પર પ્રભુત્વ ધરાવનાર મિસ્ટર ખાને ફિલ્મમાં ફકીરનો રોલ પણ કર્યો હતો. ૧૯૬૧ની ‘કાબુલીવાલા’નું મન્ના ડેએ ગાયેલા ‘અય મેરે પ્યારે વતન’ પણ બલરાજ સાહની અને ખાન પર ફિલ્માવાયું હતું.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
તાજેતરમાં ‘સેમ બહાદુર’ અને ‘ડંકી’ ફિલ્મમાં અભિનયથી પ્રશંસા મેળવનાર કુશળ અભિનેતા વિકી કૌશલની ફિલ્મ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) ભેડિયા બ) સંજુ ક) બારવી ફેલ ડ) તેજસ
નોંધી રાખો
નસીબદાર હોય એને જ સુખ અને શાંતિ બંને મળે. જો જીવનમાં સુખ હોય પણ સગવડ ન હોય તો સમજી લેવાનું કે તમે ભૂલથી સગવડને શાંતિ સમજી બેઠા છો.
માઈન્ડ ગેમ
ગોવિંદા – શક્તિ કપૂરે ૪૦થી વધુ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આપેલા વિકલ્પમાંથી કઈ ફિલ્મમાં તેઓ સાથે નહોતા એ જણાવો.
અ) રાજા બાબુ બ) શોલા ઔર શબનમ ક) ભાગમ ભાગ ડ) પાર્ટનર
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
लगाम બાગડોર
बेशुमार લખલૂટ
नक़द રોકડ
संविधान રાજ બંધારણ
इस्तीफा રાજીનામું
ગુજરાત મોરી મોરી રે
મેજર ચંદ્રકાંત
ઓળખાણ પડી?
નિમરત કૌર
માઈન્ડ ગેમ
પહેલી
ચતુર આપો જવાબ
રેખા
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મૂલરાજ કપૂર (૩) શ્રદ્ધા આશર (૪) લજિતા ખોના (૫) પુષ્પા પટેલ (૬) ખુશરૂ કાપડિયા (૭) ભારતી બુચ (૮) પુષ્પા પટેલ (૯) વિભા મહેશ્ર્વરી (૧૦) ડો. પ્રકાશ કટકિયા (૧૧) ભારતી પ્રકાશ કટકિયા (૧૨) હર્ષા મહેતા (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) મનીષા શેઠ (૧૫) ફાલ્ગુની શેઠ (૧૬) મીનળ કાપડિયા (૧૭) કિશોરકુમાર જીવણદાસ વેદ (૧૮) ધર્મેન્દ્ર ઊદેશી (૧૯) તાહેર ઔરંગાબાદવાલા (૨૦) શીરીન ઔરંગાબાદવાલા (૨૧) અબદુલ્લા એફ મુનીમ (૨૨) ભાવના કર્વે (૨૩) રજનીકાંત પટવા (૨૪) સુનીતા પટવા (૨૫) કલ્પના આશર (૨૬) મહેશ દોશી (૨૭) જ્યોત્સના ગાંધી (૨૮) હિના દલાલ (૨૯) ઈનાક્ષી દલાલ (૩૦) રમેશભાઈ દલાલ (૩૧) દિલીપ પરીખ (૩૨) નિતીન બજરિયા (૩૩) જયવંત પદમશી ચિખલ (૩૪) વિરેન્દ્ર દલાલ (૩૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૬) અંજુ ટોલિયા (૩૭) સુરેખા દેસાઈ (૩૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૯) અરવિંદ કામદાર (૪૦) જગદીશ ઠક્કર