ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
सौतेला વેવાઈ
दामाद દોહિત્ર
चचेरे જમાઈ
समधी ઓરમાન
नाती પિતરાઈ
ઓળખાણ પડી?
લાજવાબ TITANIC ફિલ્મના રોલથી પ્રખ્યાત થયેલા લિયોનાર્દો દ કેપ્રિયો સાથે કઈ હોલીવૂડ ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક નાનકડા રોલમાં જોવા મળ્યા હતા?
A) BLOOD DIAMOND B) THE GREAT GATSBY
C) INCEPTION D) THE WOLF OF WALL STREET
ગુજરાત મોરી મોરી રે
જયંત ગિલાટર દિગ્દર્શિત કયા ગુજરાતી ચિત્રપટમાં સિદ્ધાર્થ રાંદેરિયા, મનોજ જોશી અને દીપિકા ચિખલિયા સાથે જોવા મળ્યા હતા એ કહી શકશો?
અ) કહેવતલાલ પરિવાર બ) ચાલ જીવી લઈએ ક) નટસમ્રાટ ડ) લાજુ લાખણ
જાણવા જેવું
લાજવાબ ફિલ્મ ’ટાઈટેનિક’ બની રહી હતી એ દરમિયાન ફિલ્મના ડિરેક્ટર જેમ્સ કેમરુને દરિયામાં ૧૨ વખત ડૂબકી લગાવી ડૂબી ગયેલી ટાઈટેનિકનું નિરીક્ષણ કર્યું હતું. પહેલી ડાઈવ દરમિયાન જોઈતા હતા એ શોટ લઈ કિનારે આવ્યો ત્યારે અત્યંત લાગણીશીલ થઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. ૧૯૧૨માં એ જહાજ પર મુસાફરોએ સમય વિતાવ્યો હતો એના કરતા વધુ સમય ડિરેક્ટર ડૂબેલા જહાજના સંપર્કમાં રહ્યો હતો.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સંજીવકુમાર અને જયા ભાદુડીએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આપેલા વિકલ્પમાંથી કઈ ફિલ્મમાં તેઓ હીરો – હિરોઈન નહોતા એ શોધી કાઢો જોઉં.
અ) કોશિશ બ) અનામિકા ક) પરિચય ડ) નૌકર
નોંધી રાખો
સ્વભાવની બહુ જ સુંદર અને અપનાવવા જેવી વ્યાખ્યા છે કે ’તમારા સ્વભાવને કાયમ સૂર્ય જેવો રાખો, ન ઉગતી વખતે થાય અભિમાન કે ન ડૂબવાનો રહે ડર.’
માઈન્ડ ગેમ
’ગાંધી’ ફિલ્મના ગાંધીજી બેન કિંગ્સ્લેના લીડ રોલવાળી શ્રીલંકાની અંગ્રેજી એક્શન થ્રિલર ફિલ્મ ’અ કોમન મેન’ કઈ હિન્દી ફિલ્મની રીમેક છે એ જણાવો.
અ) અ વેન્સડે બ) જબ વી મેટ ક) એજન્ટ વિનોદ ડ) રાઉડી રાઠોડ
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
उल्लु ઘુવડ
कठफोडा લક્કડખોદ
गौरैया ચકલી
चिमगादड ચામાચીડિયું
चील સમડી
ગુજરાત મોરી મોરી રે
માનવીની ભવાઈ
ઓળખાણ પડી?
PRETTY WOMAN
માઈન્ડ ગેમ
ગોરા ઔર કાલા
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મૃણાલ ઠાકુર
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) મૂલરાજ કપૂર (૪) શ્રદ્ધા આશર (૫) ખુશરૂ કાપડિયા (૬) ભારતી બુચ (૭) વિભા મહેશ્ર્વરી (૮) મહેન્દ્ર લોઢાવિયા (૯) મીનળ કાપડિયા (૧૦) પુષ્પા ખોના (૧૧) નિખિલ બંગાળી (૧૨) અમીશી બંગાળી (૧૩) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૪) દેવેન્દ્ર સંપટ (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) મનીષા શેઠ (૧૭) ફાલ્ગુની શેઠ (૧૮) તાહેર ઔરંગાબાદવાલા (૧૯) શીરીન ઔરંગાબાદવાલા (૨૦) અબદુલ્લા એફ મુનીમ (૨૧) લજિતા ખોના (૨૨) મહેશ દોશી (૨૩) ભાવના કર્વે (૨૪) મહેશ સંઘવી (૨૫) હર્ષા મહેતા (૨૬) નિતિન બજરિયા(૨૭) સુનીતા પટવા (૨૮) રજનીકાંત પટવા (૨૯) અરવિંદ કામદાર (૩૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૧) વિણા સંપટ (૩૨) પ્રવીણ વોરા (૩૩) દિલીપ પરીખ (૩૪) ઈનાક્ષી દલાલ (૩૫) હિના દલાલ (૩૬) રમેશ દલાલ (૩૭) જ્યોત્સના ગાંધી (૩૮) જયવંત પદમશી ચિખલ (૩૯) અંજુ ટોલિયા (૪૦) નીતા દેસાઈ (૪૧) પુષ્પા પટેલ (૪૨ નંદકિશોર સંજાણવાળા (૪૨) સુરેખા દેસાઈ (૪૩) પુષ્પા ખોના