મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
उल्लु ચકલી
कठफोडा સમડી
गौरैया લક્કડખોદ
चिमगादड ઘુવડ

चील ચામાચીડિયું

ઓળખાણ પડી?
રિચર્ડ ગેર અને જુલિયા રોબર્ટ્સની ખૂબ જ લોકપ્રિય થયેલી હોલિવૂડ ફિલ્મની ઓળખાણ પડી? આ ફિલ્મને ભારતીય દર્શકોએ પણ સારો આવકાર આપ્યો હતો.

અ) DIE HARD બ) NTERNAL AFFAIRS ક) PRETTY WOMAN ડ) FLATLINERS

ગુજરાત મોરી મોરી રે
ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા ગુજરાતી ફિલ્મોની હિટ જોડી ગણાતી હતી. ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આપેલા વિકલ્પમાંથી કઈ ફિલ્મમાં તેઓ સાથે નહોતા એ જણાવો.

અ) શેતલને કાંઠે બ) સાજણ સોનલદે ક) મચ્છુ તારા વહેતા પાણી ડ) માનવીની ભવાઈ

જાણવા જેવું

યશ ચોપડાની ‘લમ્હે’માં શ્રીદેવીએ સ્નેક ડાન્સ કર્યો છે. આ ડાન્સનું શૂટિંગ કરતા પહેલા યશજીએ શ્રીદેવીને વારંવાર વહિદા રહેમાને ‘ગાઈડ’ ફિલ્મમાં કરેલો ડાન્સ જોયા પછી શૂટિંગ કરવાનો આગ્રહ રાખ્યો હતો. શ્રીદેવીએ એ પ્રમાણે ડાન્સ કર્યો, પણ ‘ગાઈડ’ની રોઝીની હતાશા અલગ જ પ્રકારની હોવાથી શ્રીદેવીનો ડાન્સ જામ્યો નહીં.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
નાનકડા પડદા (ટીવી) પર શરૂઆત કરી મોટા પડદા (મરાઠી – હિન્દી ફિલ્મ) પર વ્યસ્ત થયેલી હિરોઇનનું નામ જણાવો. રિતિક રોશન, શાહિદ કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કર્યું છે,

અ) જ્હાન્વી કપૂર બ) તાપસી પન્નુ ક) મૃણાલ ઠાકુર ડ) કાજલ અગ્રવાલ

નોંધી રાખો

કાર્ય કરી સફળતા મેળવવાથી ઘણો આનંદ મળે છે, પણ જે કામ માટે ‘તમે આ નહીં કરી શકો’ એમ સાંભળ્યા પછી પણ એ સિદ્ધ થાય તો એનો આનંદ અનેરો હોય છે.

માઈન્ડ ગેમ
જ્યુબિલી કુમારનું વિશેષણ મેળવનાર અને ૧૯૬૦ના દાયકાની હિન્દી ફિલ્મોમાં અસાધારણ સફળતા મેળવનાર રાજેન્દ્ર કુમારની ડબલ રોલની ફિલ્મ ઓળખી કાઢો.

અ) રાજા ઔર રંક બ) રામ ઔર શ્યામ ક) ગોરા ઔર કાલા ડ) હમ દોનો

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
कंधा ખભો
कानपट्टी લમણું
कांख બગલ
कुहनी કોણી

कलाई કાંડું

ગુજરાત મોરી મોરી રે

ગીતા દત્ત

ઓળખાણ પડી?

દામિની

માઈન્ડ ગેમ

રંગીલા

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ચાલબાઝ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button