મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ત્રણ દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન, ગોવિંદા અને રજનીકાંતે ત્રણ દાયકા પહેલા સાથે કરેલી ફિલ્મની ઓળખાણ પડી?
અ) અંધા કાનૂન બ) કુલી નંબર વન ક) અગ્નિપથ ડ) હમ

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
असीम અનુસાર
मुताबिक અનહદ
अनुठा અપવાસ
बदहजमी અનોખું
अनशन અપચો

ગુજરાત મોરી મોરી રે
બાળ કલાકાર તરીકે શરૂઆત કરી ‘લવની ભવાઈ’, ‘ઓમ મંગલમ સિંગલમ’ અને ‘ચલ જીવી લઈએ’ જેવી ફિલ્મોમાં પોતાની હાજરીથી પ્રભાવ પાડનાર અભિનેત્રીનું નામ જણાવશો?
અ) આરોહી પટેલ બ) શ્રદ્ધા ડાંગર
ક) અપૂર્વા અરોરા ડ) પૂજા ઝવેરી

જાણવા જેવું
ચિત્રકાર એમ. એફ. હુસેન માધુરી દીક્ષિતના ગજબના દીવાના હતા. તેમણે માધુરીની ફિલ્મ ‘હમ આપકે હૈં કૌન’ ૬૭ વખત જોઈ હતી અને ‘આજા નચલે’ રિલીઝ થઈ ત્યારે આખું થિયેટર બુક કરાવ્યું હતું, બોલો. દીવાનગી અહીં અટકતી નથી. હુસેને ‘ગજ ગામિની’ નામની ફિલ્મ દિગ્દર્શિત કરી હતી જેમાં માધુરીને લીધી હતી અને તેણે ફિલ્મમાં પાંચ પાત્ર ભજવ્યાં હતાં.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે મહાન અભિનેતા દિલીપ કુમાર – સંજીવ કુમારે સાથે કામ કર્યું હતું એ ફિલ્મ આપેલા વિકલ્પમાંથી કઈ છે એ જણાવો.
અ) કર્મા બ) અંગુર ક) વિધાતા ડ) મશાલ

નોંધી રાખો
માનવીની અંદર જે સમાઈ જઈ એને
અળ્રગૌરવ બક્ષે એ સ્વાભિમાન અને માનવીની બહાર છલકાઈ એનું ગૌરવ ઘટાડે એ અભિમાન.

માઈન્ડ ગેમ
ટોચના બે કલાકાર રણવીર સિંહ અને પ્રિયંકા ચોપડા કઈ ફિલ્મમાં ભાઈ – બહેનના રોલમાં જોવા મળ્યા હતા એ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) ગુન્ડે બ) બાજીરાવ મસ્તાની ક) દિલ ધડકને દો ડ) ગલી બોય

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
गंजा માથાની ટાલ
गंजेडी ગાંજાનો વ્યસની
गँवार ગામડિયું, અસભ્ય
गँवाना ગુમાવવું
गलियारी નાનકડી ગલી

ગુજરાત મોરી મોરી રે
મહિયરની ચૂંદડી

ઓળખાણ પડી?
ટોમ હેન્ક્સ

માઈન્ડ ગેમ
કેદારનાથ

ચતુર આપો જવાબ
મૃગયા

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) મૂલરાજ કપૂર (૪) શ્રદ્ધા આશર (૫) ખુશરૂ કાપડિયા (૬) ભારતી બુચ (૭) વિભા મહેશ્ર્વરી (૮) મહેન્દ્ર લોઢાવિયા (૯) મીનળ કાપડિયા (૧૦) પુષ્પા પટેલ (૧૧) નિખિલ બંગાળી (૧૨) અમીશી બંગાળી (૧૩) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૪) દેવેન્દ્ર સંપટ (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) મનીષા શેઠ (૧૭) ફાલ્ગુની શેઠ (૧૮) તાહેર ઔરંગાબાદવાલા (૧૯) શીરીન ઔરંગાબાદવાલા (૨૦) અબદુલ્લા એફ મુનીમ (૨૧) લજિતા ખોના (૨૨) મહેશ દોશી (૨૩) ભાવના કર્વે (૨૪) મહેશ સંઘવી (૨૫) હર્ષા મહેતા (૨૬) કલ્પના આશર (૨૭) સુનીતા પટવા (૨૮) રજનીકાંત પટવા (૨૯) અરવિંદ કામદાર (૩૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૧) વિણા સંપટ (૩૨) જગદીશ ઠક્કર (૩૩) દિલીપ પરીખ (૩૪) ઈનાક્ષી દલાલ (૩૫) હિના દલાલ (૩૬) રમેશ દલાલ (૩૭) જ્યોત્સના ગાંધી (૩૮) ડો. પ્રકાશ કટકિયા (૩૯) ભારતી પ્રકાશ કટકિયા (૪૦) નીતા દેસાઈ (૪૧) નિતીન બજરિયા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો