મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
ઘોર અંધારી રે કોણ ચડે મા રાંદલનો અસવાર
પહેલે ઘોડે રે કોણ ચડે મા કાળકાનો અસવાર
બીજે ઘોડે ર કોણ ચડે મા અંબાનો અસવાર
ત્રીજે ઘોડે રે કોણ ચડે મા બહુચરનો અસવાર
ચોથે ઘોડે રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

ઓળખાણ પડી?
‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો’ તેમજ ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ જેવી અમર રચનાઓના સર્જકની ઓળખાણ પડી? તેમણે ભારત – પાકિસ્તાન યુદ્ધ વખતે ‘બંગ બાવની’ પુસ્તક પણ લખ્યું હતું.
અ) કિર્તીદાન ગઢવી બ) હેમુ ગઢવી ક) દાદુદાન ગઢવી ડ) ભીખુદાન ગઢવી

ગુજરાત મોરી મોરી રે
ગુજરાતભરમાં અને અન્ય ઠેકાણે સુધ્ધાં લગ્ન પ્રસંગે ગવાતા ‘તારી લાડલીને ફરવા ઓડી ગાડી લઈ દઉં, તને ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં’ ગીતને કઈ ગાયિકાએ લોકપ્રિયતા અપાવી?
અ) ગીતા રબારી બ) જોનીતા ગાંધી
ક) કિંજલ દવે ડ) માનસી પરીખ

જાણવા જેવું
લોકગીતોની પરંપરામાં પ્રત્યેક ઉત્સવ માટેનું ગીત નિશ્ર્ચિંત અને નિર્ધારિત હોય છે. જુદા જુદા સંસ્કાર પ્રસંગે તેને અનુરૂપ ગીત ગવાય છે. પુત્ર-જન્મ પ્રસંગે ઝોળીપોળી કરતી વખતે ગીત ગવાય છે. ઉત્તર ભારતમાં જન્મની વધાઈનાં ગીતોને ‘સોહર’ કહે છે. વિવાહોત્સવ અર્થાત લગ્નોત્સવ પ્રસંગનાં ગીતો વિધિને અનુરૂપ ગવાતાં હોય છે. એમાં કોઈ વાર ‘ઘરમાં નહોતી ખાંડ ત્યારે શીદ તેડીતી જાન, મારા નવલા વેવાઈ’ જેવાં ફટાણાં પણ ગવાય છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ગરબામાં ખૂટતો શબ્દ ઉમેરો
મા તારો ગરબો ————, ઘૂમે ગોળ ગોળ, પાવાગઢની પોળમાં રે લોલ,
ખમ્મા ખમ્મા મા તારો જય જય કાર, માડી તારાં ચરણોમાં ઝાંઝર ઝણકાર.
અ) ઝૂમ્યો ઝૂમ્યો બ) ઝાકમજોળ ક) મોંઘો અણમોલ ડ) રાતોચોળ

નોંધી રાખો
માતાજીની આરાધના માટે જે રીતે ગરબા – ગરબી તેમજ દુહા-છંદ ગવાતા હોય છે, તે જ રીતે માતાજીના ડાકલા ગાઇને વિશિષ્ટ પ્રકારે તેમની ભક્તિ થતી હોય છે.

માઈન્ડ ગેમ
‘લાલ કસુંબલ ચુંદડી માએ પહેરી, કિનખાબી કપડું રે સખી રી, એક દિ’ સ્વપ્નામાં મેં તો અંબા ભવાની દીઠાં જો’ પંક્તિમાં કિનખાબી એટલે શું એ જણાવો.
અ) રેશમી બ) સુતરાઉ
ક) મલમલ ડ) ગાજિયા

     ભાષા વૈભવ 

A B
आस्तीन બાંય
जमानत બાંયધરી
कुकुरमुता બિલાડીના ટોપ
हक्काबक्का બેબાકળું
बोड ગુફા

ગુજરાત મોરી મોરી રે
ગજરો

ઓળખાણ પડી?
ગોવિંદ સરૈયા

માઈન્ડ ગેમ
નેલસન મંડેલા

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ઉમંગ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) મુલરાજ કપૂર (૪) નીતા દેસાઈ (૫) ભારતી બુચ (૬) શ્રદ્ધા આશર (૭) ખુશરૂ કાપડિયા (૮) ડૉ. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) જ્યોતી ખાંડવાલા (૧૨) પુષ્પા પટેલ (૧૩) મીનળ કાપડિયા (૧૪) હર્ષા મહેતા (૧૫) અમીષી બંગાળી (૧૬) નિખિલ બંગાળી (૧૭) તાહેર ઔરંગાબાદવાલા (૧૮) શીરીન ઔરંગાબાદવાલા (૧૯) અબદુલ્લા એફ મુનીમ (૨૦) પ્રવીણ વોરા (૨૧) મહેન્દ્ર લોઢાવીયા (૨૨) મનીષા શેઠ (૨૩) ફાલ્ગુની શેઠ (૨૪) ભાવના કર્વે (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭) અરવિંદ કામદાર (૨૮) કલ્પના આશર (૨૯) જગદીશ ઠક્કર (૩૦) મહેશ દોશી (૩૧) સુરેખા દેસાઈ (૩૨) વિણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) જયવંત પદમશી ચિખલ (૩૫) શિલ્પા શ્રોફ (૩૬) દિલીપ પરીખ (૩૭) નીતિન જે. બજરીયા (૩૮) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૧) હિના દલાલ (૪૨) રમેશ દલાલ (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) હીરાબેન જશુભાઈ શેઠ (૪૫) મહેશ સંઘવી (૪૬) અંજુ ટોલીયા (૪૭) નયના ગિરીશ મિસ્ત્રી (૪૮) દેવેન્દ્ર સંપટ (૪૯) વિણા સંપટ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત