મેટિની

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
બેમિસાલ અભિનેતા સંજીવ કુમારને પહેલી વાર નેશનલ એવોર્ડ મળ્યો હતો એ ફિલ્મની ઓળખાણ પડી? આ ફિલ્મ ઉર્દૂ નાટક પર આધારિત હતી.
અ) પરિચય બ) દસ્તક ક) વિધાતા ડ) કોશિશ

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
कलेवा હાથી કે ઊંટનું બચ્ચું
कलत्र હુન્નર
करतब નાસ્તો
करतार પત્ની
करभ પરમેશ્વર

ગુજરાત મોરી મોરી રે
ઝવેરચંદ મેઘાણીની કઈ નવલકથા પરથી ચતુર્ભુજ દોશીએ 1940ના દાયકામાં ગુજરાતી ચલચિત્ર એ જ નામથી બનાવ્યું હતું એ જણાવો.
અ) તુલસી ક્યારો બ) માણસાઈના દીવા
ક) કાળચક્ર ડ) વેવિશાળ

જાણવા જેવું
ગુજરાતી ચલચિત્ર મુંબઈની શેઠાણી' 9 જાન્યુઆરી 1932ના રોજ શિરીં ફરહાદ સાથે રજૂ કરવામાં આવ્યું હતું. આ ચલચિત્રનું નિર્માણ કલકત્તાના રંગમંચ દ્વારા થયું હતું અને તેના લેખક ચાંપશી ઉદેશી હતા. આ ચલચિત્રમાં ગુજરાતી ગીતફેશનની ફિશિયારી, જુઓ મુંબઈની શેઠાણી’ ખૂબ ગાજ્યું હતું.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
જુહી ચાવલા – શાહખ ખાન કેટલીક ફિલ્મોમાં હીરો – હિરોઈન તરીકે નજરે પડ્યા છે? તેમની રિલીઝ થયેલી પ્રથમ ફિલ્મનું નામ જણાવો.
અ) ડર બ) રામ જાને ક) રાજુ બન ગયા જેન્ટલમેન ડ) યસ બોસ

નોંધી રાખો
જીવનમાં નિરંતર તાજગી અને અતૂટ દિલચસ્પી ત્યારે જ મળે છે કે જ્યારે આંતરીક વિકાસ નિરંતર થયા કરતો હોય. પછી જીવન ઉલ્લાસમય લાગે છે.

માઈન્ડ ગેમ
1990ના દાયકામાં ગોવિંદા – કરિશ્મા કપૂરની જોડી હિટ હતી. અહીં આપેલા વિકલ્પમાંથી કઈ ફિલ્મમાં આ બંને કલાકારો સાથે નહોતા એ જણાવો.
અ) હીરો નંબર વન બ) દિવાના મસ્તાના
ક) સાજન ચાલે સસુરાલ ડ) ખુદ્દાર

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
इंतहा હદ, અંત
इंतकाम બદલો
इंतकाल અવસાન
इंतजाम વ્યવસ્થા
इंतखाब પસંદગી

ગુજરાત મોરી મોરી રે
પુષોત્તમ ઉપાધ્યાય

ઓળખાણ પડી?
રેક્સ હેરિસન

માઈન્ડ ગેમ
હમ તુમ

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
તમાશા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button