મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
तरकश શાક
तरकारी યુક્તિ
तरजुमा ભાલો
तरकीब રીત
तरीका અનુવાદ

ઓળખાણ પડી?
જયા ભાદુડી સાથે નજરે પડતા અભિનેતાની ઓળખાણ પડી? ૧૯૭૦ના દાયકામાં અભિનય પ્રવાસ શરૂ કરનાર આ અભિનેતા ‘અંધાધુન’ ફિલ્મમાં પણ નજરે પડ્યો હતો.
અ) નવીન નિશ્ર્ચલ બ) અનિલ ધવન ક) ધીરજ કુમાર ડ) વિનોદ મહેરા

ગુજરાત મોરી મોરી રે
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલાયદી જગ્યા બનાવનારાં આશા પારેખની ગુજરાતી ફિલ્મ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો. ફિલ્મનું ટાઈટલ સોન્ગ સુપરહિટ થયું હતું.
અ) મેંદી રંગ લાગ્યો બ) સાસરિયું સોનાની ખાણ
ક) કુળવધૂ ડ) અખંડ સૌભાગ્યવતી

જાણવા જેવું
રમેશ સિપ્પીની ‘શોલે’ ફિલ્મ ઈતિહાસમાં બેજોડ સ્થાન ધરાવે છે. જય – વીરુના પાત્રો ઉપરાંત અમજદ ખાને ભજવેલા ગબ્બર સિંહના પાત્રને અસીમ લોકપ્રિયતા મળી હતી. ફિલ્મમાં ગબ્બરે પહેરેલો ડ્રેસ મુંબઈના ચોર બજારમાંથી ખરીદવામાં આવ્યો હતો. પડદા પર ગબ્બરને જોઈ ચીતરી ચડે એ માટે સમગ્ર શૂટિંગ દરમિયાન એ ડ્રેસ ધોવામાં નહોતો આવ્યો.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
રાજેશ ખન્ના – શર્મિલા ટાગોરની જોડી હિટ હતી. કઈ ફિલ્મમાં શર્મિલા ટાગોરે રાજેશ ખન્નાની પ્રેમિકા અને માતાનો રોલ કર્યો હતો એ કહી શકશો?
અ) દાગ બ) આરાધના ક) માલિક ડ) અમર પ્રેમ

નોંધી રાખો
આ દુનિયામાં મહેનત કર્યા વિના કોઈને કશું જ નથી મળતું. ઈશ્ર્વર નાનકડા પંખી માટે દાણા – ભોજનની વ્યવસ્થા કરી આપે છે પણ એ મેળવવા તેણે માળામાંથી બહાર નીકળવું પડે છે.

માઈન્ડ ગેમ
ટેલિવિઝન સિરિયલમાં દક્ષા ચાચી અને ‘અ ર ર ર’ શૈલીના સંવાદથી દર્શકોની ફેવરિટ બની ગયેલી અભિનેત્રીનું નામ જણાવો. ગુજરાતી નાટકોમાં તેમણે ખૂબ લોકપ્રિયતા મેળવી છે.
અ) દિશા વાકાણી બ) કેતકી દવે ક) અપરા મહેતા ડ) પ્રાચી દેસાઈ

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
खुदरा છૂટક
गिरावट ઘટાડો
चुंगी જકાત
पेशगी બાનું
नकद રોકડ

ગુજરાત મોરી મોરી રે
દીપક ઘીવાલા

ઓળખાણ પડી?
ઉત્તમ કુમાર

માઈન્ડ ગેમ
સીમા પાહવા

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
રાજા કી આયેગી બારાત

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.

(૧) સુભાષ મોમાયા (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) મુલરાજ કપૂર (૪) પ્રતિમા પમાણી (૫) ધીરેન્દ્ર ઉદ્દેશી (૬) નીતા દેસાઈ (૭) ભારતી બુચ (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) મહેન્દ્ર લોઢાવિયા (૧૧) શ્રદ્ધા આશર (૧૨) પુષ્પા પટેલ (૧૩) નિખિલ બંગાળી (૧૪) અમીશી બંગાળી (૧૫) વિભા મહેશ્ર્વરી (૧૬) પ્રવીણ વોરા (૧૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૮) નંદકિશોર સંજાણવાળા (૧૯) મીનળ કાપડિયા (૨૦) ભાવના કર્વે (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) દિલીપ પરીખ (૨૩) રજનીકાંત પટવા (૨૪) સુનીતા પટવા (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) મહેશ દોશી (૨૮) કલ્પના આશર (૨૯) દેવેન્દ્ર સંપટ (૩૦) વિણા સંપટ (૩૧) હર્ષા મહેતા (૩૨) શિલ્પા શ્રોફ (૩૩) શીરીન ઔરંગાબાદવાલા (૩૪) અબદુલ્લા એફ મુનીમ (૩૫) શીરીન ઔરંગાબાદવાલા (૩૬) અલકા વાણી (૩૭) પુષ્પા ખોના (૩૮) જગદીશ ઠક્કર (૩૯) અરવિંદ કામદાર (૪૦) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૧) નયના ગિરીશ મિસ્ત્રી (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) હિના દલાલ (૪૪) રમેશ દલાલ (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) જયવંત ચિખલ (૪૭) કિશોર બી. સંગ્રાહજકા (૪૮) શેઠ અતુલ જશુભાઈ (૪૯) વિજય આસર (૫૦) હીરા જશવંતરાય શેઠ (૫૧) જયવંત પદમશી ચિખલ (૫૨) અતુલ જે. શેઠ (૫૩) પ્રકાશ માધવની બેંગલોરુ (૫૪) રસીક જુથાણી – કેનેડા – ટોરંટો (૫૫) મહેશ સંઘવી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button