ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
कछुआ આગિયો
गिरगिट ખિસકોલી
गिलहरी તમરું, કંસારી
जुगनू કાચિંડો
झींगुर કાચબો
ઓળખાણ પડી?
૧૯૩૩થી શરૂઆત કરી છેક ૧૯૭૧ સુધી હિન્દી ફિલ્મોમાં સાતત્યપણે વિલન અને ચરિત્ર ભૂમિકા કરનારા પડછંદ એક્ટરની ઓળખાણ પડી? તેમના દીકરાએ પણ વિલન તરીકે ખ્યાતિ મેળવી.
અ) જયરાજ બ) સજ્જન ક) જયંત ડ) અજીત
ગુજરાત મોરી મોરી રે
‘ઢીંગલી ઘર’ સહિત અનેક નાટકો તેમજ હિન્દી ફિલ્મોમાં ચરિત્ર અભિનેત્રી તરીકે અનેરી ઊંચાઈ પ્રાપ્ત કરનારાં દીના પાઠકની પહેલી ગુજરાતી ફિલ્મનું નામ જણાવો.
અ) રાણકદેવી બ) વેવિશાળ
ક) કરિયાવર ડ) કહ્યાગરો કંથ
જાણવા જેવું
૧૯૯૦માં સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ આપવા માટે ગુલઝારસાબને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા. એન્વલપ ખોલી નામ વાંચી તેઓ હસ્યા અને બોલ્યા કે ‘આ નામ મારે જરા જુદી રીતે બોલવું પડશે.’ અને પછી બોલ્યા કે ‘અજી સુનતી હો?’ સ્ટેજ પર તેમના પત્ની રાખીની એન્ટ્રી થઈ અને અભિનેત્રીને ‘રામ લખન’ માટે એવોર્ડ એનાયત થયો.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
રાજેશ ખન્ના અને હેમા માલિનીએ કેટલીક ફિલ્મમાં સાથે કામ કર્યું છે. આ બંને કલાકાર સૌપ્રથમ વાર રૂપેરી પડદા પર કઈ ફિલ્મમાં જોવા મળ્યા હતા એ કહી શકશો?
નોંધી રાખો
સૌપ્રથમ ફિલ્મફેર એવોર્ડ ૧૯૫૩ની ફિલ્મો માટે જાહેર થયા એમાં નૌશાદ સાબને પણ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ ચાર વખત નોમિનેટ થયા હતા, પણ એકેય વાર સન્માનિત નહોતા થયા.
માઈન્ડ ગેમ
નાના બજેટની ફિલ્મના કલાકાર તરીકે શરૂઆતમાં ઓળખ મેળવનારા અફલાતૂન અભિનેતા રાજકુમાર રાવની ફિલ્મ આપેલા વિકલ્પમાંથી શોધી શકશો?
અ) બધાઈ હો બ) વિકી ડોનર
ક) બરેલી કી બરફી ડ) ભેજા ફ્રાય
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
पनपना ઊછરવું
उकसाना ઉશ્કેરવું
उमेटना આમળવું
छाँटना અલગ પાડવું
रौंदना કચડવું
ગુજરાત મોરી મોરી રે
લીલુડી ધરતી
ઓળખાણ પડી?
નીલમ કોઠારી
માઈન્ડ ગેમ
દિલ સે
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મુસાફીર
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) શ્રદ્ધા આશર (૪) તાહેર ઔરંગાબાદવાલા (૫) શીરીન ઔરંગાબાદવાલા (૬) અબ્દુલ્લા એફ. મુનીમ (૭) ડૉ. પ્રકાશ કટકિયા (૮) ભારતી પ્રકાશ કટકિયા (૯) ખુશરૂ કાપડિયા (૧૦) જયશ્રી બુચ (૧૧) મહેન્દ્ર લોઢાવીય (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) નીતા દેસાઈ (૧૪) મહેશ સંઘવી (૧૫) લડજીતા ખોના (૧૬) પુષ્પા પટેલ (૧૭) મહેશ સંઘવી (૧૮) હર્ષા મહેતા (૧૯) હર્ષા મહેતા (૨૦) જ્યોતી ખાંડવાલા (૨૧) નિખીલ બંગાળી (૨૨) અમીષી બંગાળી (૨૩) મીનળ કાપડિયા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) સુરેખા દેસાઈ (૨૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૮) ક્લ્પના આશર (૨૯) મહેશ દોશી (૩૦) અરવિંદ કામદાર (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) અંજુ ટોલીયા (૩૩) નિતીન જે. બજેરીયા (૩૪) અલકા વાણી (૩૫) સુભાષ મોમાયા (૩૬) પ્રતીમા પામાની (૩૭) શિલ્પા શ્રોફ (૩૮) પુષ્પા ખોના (૩૯) પ્રવીણ વોરા (૪૦) રસીક જુઠાણી (ટોરન્ટો- કેનેડા) (૪૧) રજનીકાંત પટવા (૪૨) સુનીત પટવા (૪૩) ભાવના કર્વે (૪૪) જ્યોત્સના ગાંધી (૪૫) ઈનાક્ષી દલાલ (૪૬) રમેશભાઈ દલાલ (૪૭) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૮) શિલ્પા શ્રોફ (૪૯) નયના ગિરીશ મિસ્ત્રી (૫૦) જયવંત પદમશી ચિખલ (૫૧) તૃપ્તી આશર