ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
तह ભોંયરું
तहकीकात તળિયું
तहजीब શોધ, તપાસ
तहखाना દોષારોપણ
तोहमत શિષ્ટાચાર
ઓળખાણ પડી?
૧૯૯૨માં ‘બેખુદી’ ફિલ્મથી અભિનયની શરૂઆત કરનાર તનુજાની સુપુત્રી કાજોલે કઈ ફિલ્મમાં ડબલ રોલ કર્યો હતો એની ઓળખાણ પડી?
અ) યે દિલ્લગી બ) ગુપ્ત ક) દુશ્મન ડ) ઇશ્ક
ગુજરાત મોરી મોરી રે
૧૯૮૨માં રિલીઝ થયેલું ધાર્મિક ચિત્રપટ ‘ભગવાન સ્વામિનારાયણ’નું દિગ્દર્શન પ્રમુખપણે નાટ્યજગત સાથે સંકળાયેલા કયા લેખક, અભિનેતા અને દિગ્દર્શકે કર્યું હતું?
અ) કાંતિ મડિયા બ) જશવંત ઠાકર
ક) પ્રવીણ જોશી ડ) શૈલેષ દવે
જાણવા જેવું
પાર્શ્ર્વગાયન ક્ષેત્રમાં વોઇસ ઓફ રાજ કપૂર તરીકે ખ્યાતિ મેળવનાર ગાયક મુકેશ દસમું ધોરણ પાસ કર્યા પછી દિલ્હીમાં સરકારી નોકરી કરતા હતા. કુશળ અભિનેતા મોતીલાલે એક લગ્ન સમારંભમાં એમની ગાયન પ્રતિભા ઓળખી કાઢી અને ‘નિર્દોષ’ (૧૯૪૧)માં મુકેશજીએ તેમની કારકિર્દીનું પ્રથમ ગીત ગાયું જે યુગલગીત હતું. આ ફિલ્મમાં તેમણે અભિનય પણ કર્યો હતો અને દિગ્દર્શક હતા વીરેન્દ્ર દેસાઈ.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ચંદ્રકાન્ત સાંગાણીની ગુજરાતી ફિલ્મમાંથી પ્રેરણા લઈ બનેલી કઈ હિન્દી ફિલ્મમાં સંજીવ કુમારે પાગલનો રોલ કર્યો હતો? જીતેન્દ્ર અને મુમતાઝ સહ કલાકાર હતા.
અ) અંગુર બ) દેવી ક) ખિલૌના ડ) ઉલઝન
નોંધી રાખો
કોઈ પણ બાબતે મતભેદ કે વિવાદ થાય એવા સમયે સમગ્ર વાતની જાણકારી ન હોય ત્યાં સુધી ચૂપ રહેવામાં માલ છે, કારણ કે અધૂરું સત્ય અસત્ય કરતાં પણ વધુ જોખમી હોય છે.
માઈન્ડ ગેમ
૨૪ વર્ષ પહેલા અભિષેક બચ્ચન સાથે જે. પી. દત્તાની ‘રેફ્યુજી’થી કારકિર્દીની શરૂઆત કરનાર કરીના કપૂરે કઈ ફિલ્મમાં વેશ્યાનો રોલ કરી પ્રશંસા મેળવી હતી?
અ) અજનબી બ) ચમેલી
ક) ખુશી ડ) યુવા
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
लफ्ज શબ્દ
ऐतबार ભરોસો
तन्हाई એકલતા
मेहताब ચંદ્ર
आफताब સૂર્ય
ગુજરાત મોરી મોરી રે
અરવિંદ પંડ્યા
ઓળખાણ પડી?
આઝાદ
માઈન્ડ ગેમ
કલ આજ ઔર કલ
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ઇત્તફાક
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧)કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમયા (૩) મુલરાજ કપૂર (૪) ભારતી બુચ (૫) નિતા દેસાઈ (૬) શ્રધ્ધા આશર (૭) ડો. પ્રકાશ કટકિયા (૮) ભારતી પ્રકાશ કટકિયા (૯) નિખીલ બંગાળી (૧૦) અમીષી બંગાળી (૧૧) ધીરેન્દ્ર શિલ્પા શ્રોફ (૧૫) જયોતી ખાંડવાલા (૧૬) મહેન્દ્ર લોઢાવીયા (૧૭) મીનળ કાપડિયા (૧૮) હર્ષા મહેતા (૧૯) પ્રવીણ વોરા (૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) તાહેર ઔરંગાબાદવાલા (૨૨) અબદુલ્લા એફ. મુનીમ (૨૩) શીરીન ઔરંગાબાદવાલા (૨૪) લજીતા ખોના (૨૫) મહેશ દોશી (૨૬) રજનીકાંત પટવા (૨૭) ભાવના કર્વે (૨૮) સુરેખા દેસાઈ (૨૯) મનીષા શેઠ (૩૦) ફાલ્ગુની શેઠ (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૩) વીણા સંપટ (૩૪) નિતીન જે. બજરીયા (૩૫) નયના ગિરીશ મિસ્ત્રી (૩૬) દિલીપ પરીખ (૩૭) જગદીશ ઠકકર (૩૮) જ્યોત્સના ગાંધી (૩૯) ઈનાક્ષી દલાલ (૪૦) રમેશભાઈ દલાલ (૪૧) અરવિંદ કામદાર (૪૨) જગદીશ
ઠક્કર (૪૩) નંદકિરશોર સંજાણવાળા (૪૪) અંજુ ટોલીયા (૪૫) રસિક જુઠ
ાણી (ટોરન્ટો-કેનેડા) (૪૬) અલકા વાણા