મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
अदावत માલિક
आईना દુશ્મની
अलफाज ભૂતકાળ
अतीत અરીસો
अरबाब શબ્દો

ઓળખાણ પડી?
બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસ સહિત પાંચ એક્ટ્રેસ એવોર્ડ મેળવનાર હોલીવૂડ ફિલ્મની ઓળખાણ પડી? આમિરની ‘અકેલે હમ અકેલે તુમ’ એની રિમેક હતી.
અ) The Exorcist બ) Apocalypse Now
ક) Kramer vs Kramerડ) Falling in Love

ગુજરાત મોરી મોરી રે
આશા ભોસલેના સ્વરમાં અને ગોપી દેસાઈ પર ફિલ્માવાયેલું ‘સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માંગું ને દઈ દે દરિયો’ ગીત કયા ગુજરાતી ચિત્રપટમાં હતું?
અ) ભાદર તારા વહેતા પાણી બ) નસીબની બલિહારી ક) સંસાર લીલા ડ) અખંડ સૌભાગ્યવતી

જાણવા જેવું
પ્રસિદ્ધ ફિલ્મમેકર યશ ચોપડા પોતાના મોટાભાઈ બી આર
ચોપડા સાથે ગુજરાતી નાટક ‘ધુમ્મસ’ જોવા ગયા હતા. એમને નાટકનો પ્લોટ પસંદ પડ્યો અને તેમણે એના પર આધારિત
રાજેશ ખન્ના – નંદાને ચમકાવતી ‘ઈત્તફાક’ ફિલ્મ બનાવી હતી. અલબત્ત ‘ધુમ્મસ’ અમેરિકન ફિલ્મ ‘સાઈન પોસ્ટ ટુ મર્ડર’ પર આધારિત હતું.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ અનેક ફિલ્મ મુખ્ય જોડી તરીકે કરી છે. આપેલા વિક્લ્પમાંથી કઈ ફિલ્મમાં તેઓ હીરો – હિરોઈન તરીકે સાથે નહોતા જોવા મળ્યા એ જણાવો.
અ) ચરસ બ) શરાફત ક) સીતા ઔર ગીતા ડ) મેરે હમદમ મેરે દોસ્ત

નોંધી રાખો
કશું જ કામ નહીં કરનાર તો આળસુ છે જ, પણ વધુ સારું કામ કરી શકવાની આવડત અને એ માટે સક્ષમ હોવા છતાં એ કામ નહીં કરનારી વ્યક્તિ પણ આળસુ જ કહેવાય.

માઈન્ડ ગેમ
૧૯૭૦ના દાયકામાં અને ત્યારબાદ પણ પ્રેમ ચોપડા અને બિંદુની જોડી ફિલ્મોમાં હિટ હતી. સૌપ્રથમ કઈ ફિલ્મમાં બંને સાથે જોવા મળ્યા એ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢશો?
અ) કટી પતંગ બ) પ્રેમનગર
ક) આયા સાવન ઝૂમ કે
ડ) દો રાસ્તે

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
आशियाना ઘર
वास्ता સંબંધ, લેવાદેવા
आदित्य સૂર્ય
तांबूल પાનબીડી
अफसाना કથા

ગુજરાત મોરી મોરી રે
સોનબાઈની ચુંદડી

ઓળખાણ પડી?
Meryl Streep

માઈન્ડ ગેમ
મૈં તુલસી તેરે આંગન કી

ચતુર આપો જવાબ
આરાધના

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મૂલરાજ કપૂર (૩) શ્રદ્ધા આશર (૪) ભારતી બુચ (૫) ડો. પ્રકાશ કટિકિયા (૬) ભારતી કટકિયા (૭) ખુશરૂ કાપડિયા (૮) વિભા મહેશ્ર્વરી (૯) પુષ્પા પટેલ (૧૦) લજિતા ખોના (૧૧) મહેશ સંઘવી (૧૨) મીનળ કાપડિયા (૧૩) મહેન્દ્ર લોઢાવિયા (૧૪) મનીષા શેઠ (૧૫) ફાલ્ગુની શેઠ (૧૬) હર્ષા મહેતા (૧૭) નિખિલ બંગાળી (૧૮) અમીશી બંગાળી (૧૯) નંદકિશોર સંજાણવાળા (૨૦) તાહેર ઔરંગાબાદવાલા (૨૧) શીરીન ઔરંગાબાદવાલા (૨૨) કલ્પના આશર (૨૩) ભાવના કર્વે (૨૪) સુરેખા દેસાઈ (૨૫) દેવેન્દ્ર સંપટ (૨૬) મહેશ દોશી (૨૭) સુભાષ મોમાયા (૨૮) જગદીશ ઠક્કર (૨૯) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૧) ઈનાક્ષી દલાલ (૩૨) હિના દલાલ (૩૩) રમેશ દલાલ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) ધીરેન્દ્ર ઉદ્દેશી (૩૬) પુષ્પા ખોના (૩૭) નિતિન બજરિયા (૩૮) દિલીપ પરીખ (૩૯) પ્રવીણ વોરા (૪૦) રજનીકાંત પટવા (૪૧) સુનીતા પટવા (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૪૪) નયના ગિરીશ મિસ્ત્રી (૪૫) વિણા સંપટ (૪૬) જ્યોતિ ખાંડવાલા (૪૭) પ્રતીમા પામાની

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button