મેટિની

જૂની સિરિયલોનો જાદુઆ વર્ષે પણ છવાયેલો રહ્યો

ફોકસ-નિકહત કુંદર

આ વર્ષે ભારતમાં ૨૧ નવેમ્બરે વિશ્ર્વ ટેલિવિઝન દિવસ ઉજવાયો,જેની થીમ ઍક્સેસિબિલિટી હતી. જો કે ચીન પછી ભારત ટેલિવિઝનનું વિશ્ર્વનું સૌથી મોટું બજાર છે. પરંતુ ભારતમાં હવે ટીવીનું ભવિષ્ય એ વાત પર નિર્ભર કરે છે કે એમાં કેટલી નવીનતા છે અને નવી ટેક્લોનોજી સાથે પોતાને કઇ રીતે જોડી શકે છે. મતલબ કે ૨૦૨૩માં પરંપરાગત બ્રોડકાસ્ટિંગ અને ડિજિટલ યુગની વચ્ચે સંતુલન બનાવવા સંઘર્ષ કરતુ રહ્યું. માત્ર કેબલ ઓપરેટર્સ ઉપરાંત ટેલિવિઝન કનેક્શન મલ્ટિ સિસ્ટમ ઓપરેટર્સ, ડાયરેક્ટ ટુ હોમ અને હાઈ સ્પીડ ઇન્ટરનેટ પ્રોટોકોલ ટેક્નોલોજી સહીત વિભિન્ન માધ્યમોમાં ઉપલબ્ધ છે. ૨૦૨૩માં ડીટીએચ ગ્રાહકોની સંખ્યા ૨૦૨૩ની તુલનામાં વધીને બે ગણી થઇ ગઈ. ડીશ ટીવી, ટાટા સ્કાય,એરટેલ ,વોડાફોન અને પ્રસાર ભારતીની ફ્રી ડીશ બજારમાં પ્રમુખ રહ્યા. ડીટીએચ ખેલાડીઓમાં સૌથી વધારે હિસ્સો જી ડીશ ટીવીનો રહ્યો. પ્રસારિત ચેનલોમાં હિન્દી ભાષાની ચેનલો ટોપ પર રહી અને દર્શકોની સંખ્યાની દ્રષ્ટિએ હિન્દી ચેનલોને જ સૌથી વધારે પસંદ કરવામાં આવી.

ઇન્ડિયન ટેલિવિઝન રેટિંગ ટાર્ગેટ પોઇન્ટ (ટીઆરપી) અનુસાર નવેમ્બર ૨૦૨૩ ના અંતિમ સપ્તાહ સુધી ટોપ ૧૦ ટીવી સિરિયલ આ પ્રમાણે રહ્યા- ગુમ હે કિસીકે પ્યાર મેં (૨.૧),શિવ શક્તિ તપ ત્યાગ તાંડવ(૧.૮) ઇમલી(૧.૭),અનુપમા(૧.૭),પરિણીતી(૧.૭),તેરી મેરી દુરિયાં(૧.૬),પંડયા સ્ટોર(૧.૬), તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(૧.૫),ભાગ્ય લક્ષ્મી(૧.૫) અને યહ રિશ્તા ક્યા કહેલાતા હૈ(૧.૫). જો ખ્યાતિની દૃષ્ટિએ જોવા જઈએ તો ૨૦૨૩ માં ટોપ દસ હિન્દી ટીવી સિરિયલ આ પ્રમાણે છે-અનુપમા ,આ સિરિયલ ૧૩ જુલાઈ ૨૦૨૦ થી ચાલુ છે. અનુપમાની ભૂમિકામાં રૂપા ગાંગુલી છે. આ સિરિયલ બાંગ્લા સિરિયલ શ્રીમોઇ પર આધારિત છે. ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીઆરસી)પ્રમાણે અનુપમા આ સમયે સૌથી વધારે જોવાતી હિન્દી ટીવી સિરિયલ છે. ૨. બીઆરસી પ્રમાણે આ ક્રમમાં બીજા નંબરે ઇમલી છે જે ૧૬ નવેમ્બર ૨૦૨૦ થી ચાલુ છે. આમાં સુમ્બુલ તૌકીર ખાન ઇમલી આદિત્ય કુમાર ત્રિપાઠી, ગશમીર મહાજની આદિત્ય કુમાર ત્રિપાઠી અને મયુરી દેશમુખ પ્રોફેસર માલની ચતુર્વેદીની ભૂમિકામાં છે. ઇમલી પણ બાંગ્લા ધારાવાહિક કુટુમ પર આધારિત છે.

આ ક્રમમાં ત્રીજા નંબર પર સુપરનેચરલ ફેન્ટેસી થ્રિલર નાગિન છે. આનું નિર્માણ એકતા કપૂરે કર્યું છે અને વર્તમાનમાં આની ચોથી સીઝન ચાલુ છે. ૪ એકતા કપૂરની જ કુમકુમ ભાગ્ય પોપ્યુલારિટીમાં ચોથા નંબરે છે અને આ ૧૫ એપ્રિલ ૨૦૧૪ થી નિરંતર ચાલુ છે. ૫. પાંચમા નંબરે પણ એકતા કપૂરની કુંડલી ભાગ્ય છે. આ રોમેન્ટિક સિરિયલ પણ ૧૫ એપ્રિલ ૨૦૧૪ ના જ પ્રસારિત થવાની શરૂઆત થઇ હતી. ૬. ભારતીય ટીવી પર સૌથી લાંબા સમય સુધી ચાલનાર સિરિયલોમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સામેલ છે. ૨૮ જુલાઈ ૨૦૦૮ થી પ્રસારિત થતી આ સિરિયલ કોમેડી છે. આ સિરિયલ આ વર્ષે કેટલાક વિવાદોને કારણે પણ ચર્ચામાં રહી. આના નિર્માતા આસિત મોદી પર પેમેન્ટ રોકવા ઉપરાંત યૌન ઉત્પીડન જેવા આરોપો લાગ્યા. મજબૂરીથી આ કલાકારોએ શો વચ્ચે છોડવો પડયો. ૭. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ,સોપ ઓપેરા છે. ૧૨ જાન્યુઆરી ૨૦૦૯ થી શરૂ થઇ હતી અને સૌથી લાંબા સમય સુધી ચાલનાર સોપ ઓપેરામાં આ ચોથા નંબર પર છે.

આ ક્રમમાં આઠમા નંબર પર સામાજિક નાટક- શક્તિ-અસ્તિત્વ કે અહેસાસ કી- નું પ્રીમિયર ૩૦ મે ૨૦૧૬ ના થયો હતો અને વર્ષ ૨૦૨૩ ના પોપ્યુલારિટી ચાર્ટમાં આઠમા સ્થાને રહી. ૯.ભાભીજી ઘર પર હૈ-બે પાડોશીઓ વિભૂતિ નારાયણ મિશ્રા અને મનમોહન તિવારીની હાસ્ય વાર્તા છે. જે એમની પાડોશણો ક્રમશ અંગુરી ભાભી અને ગોરી મેમ અનીતા મિશ્રાને પટાવવાનો અસફળ પ્રયાસ કરતા રહે છે. અને દેખીતી રીતે આમાંથી હાસ્ય ઉત્પન્ન થાય છે. આ સિરિયલ ૨ માર્ચ ૨૦૧૫ થી ચાલુ છે અને એના સમર્પિત દર્શકો હજી એની સાથે જોડાયેલા છે. ‘સહી પકડે હૈ ’ આનો ડાયલોગ દરેકની જીભે છે અને નલ્લા વિભૂતિની ભૂમિકા અદા કરનાર આસિફ શેખ ને એક જ સિરિયલમાં ૩૦૦ થી વધારે ગેટઅપમાં આવવા માટે ઇંગ્લેન્ડની ડ્રામા સંસ્થાએ સન્માનિત કર્યા છે. ૧૦. પોપ્યુલારિટીની દૃષ્ટિએ દસમા નંબરે છોટી સરદારની રહી,જે એક ડ્રામા સિરીઝ છે અને ૧ જુલાઈ ૨૦૧૯ થી ચાલુ છે. તમે જોયું હશે કે ૨૦૨૩ ની ટોપ દસ સીરિયલમાં કોઈપણ એવી સિરિયલ નથી જે આ વર્ષે શરૂ થઇ હોય. જૂની ધારાવાહિકોનો જ દબદબો આ વર્ષે પણ રહ્યો.

વધુમાં જે ટીવી શો આ વર્ષેની સીઝનમાં પસંદ કરવામાં આવ્યા અને જોવામાં આવ્યા એ છે- (કોઈપણ ક્રમ વગર) ઇન્ડિયન આઇડલ,બિગ બોસ,ધ કપિલ શર્મા શો, ઈન્ડિયાઝ ગોટ ટેલેંટ,ખતરોં કે ખિલાડી, કોન બનેગા કરોડપતિ,દિલ દિયા ગલ્લાં વગેરે છે. કેટલાયે વર્ષોથી સફળતા પૂર્વક ચાલતી શિરડીના સાંઈ બાબાના જીવન પર આધારિત ‘મેરે સાઈ’ સિરિયલનો આ વર્ષે અંત થયો. આના સિવાય કોઈ કારણ વગર અને નોટિસ વગર ’ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ’ ને અચાનક બંધ કરી દેવામાં આવી. જોકે લખનૌમાં સેટ કરેલા આ હાસ્ય નાટક ને એના સાંપ્રદાયિક સોહાર્દના સંદેશ ને કારણે બહુ પસંદ કરવામાં આવતી હતી. એના કલાકારોને પણ ન કહ્યું કે આ સિરિયલની સફળતા છતાં આને તુરંત પ્રભાવથી ઓફ-એર કેમ કરવામાં આવી. આ રહસ્ય,રહસ્ય જ રહ્યું.

જ્યાં સુધી ન્યુઝ ચેનલોની વાત છે તો મોટેભાગે સાચી અને તટસ્થ સમાચાર આપવાની જગ્યાએ પ્રોપેગેન્ડા અને વ્યક્તિ વિશેષના ગુણગાન ગાતા રહ્યા અને પોતાના પ્રાઈમ ટાઈમ ડિબેટ્સમાં એવા બિનજરૂરી મુદ્દા ઉપાડતા રહ્યા,જેનાથી એમના પર નફરત ફેલાવવાના આરોપ લાગ્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button