વિદ્યા બાલનની તમન્ના છે કે…

2005માં આવેલી પ્રદીપ સરકારની પરિણીતા' ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં
વાહ વિદ્યા વાહ’ સંભળાવા લાગ્યું.
ફોકસ – એચ. શાસ્ત્રી
ટેલિવિઝન સિરિયલ હમ પાંચ'ની રાધિકા માથુર ઉર્ફ વિદ્યા બાલન 30 વર્ષ પછી અલગ મુકામ પર પહોંચી અલાયદી ઓળખ મેળવવામાં સફળ થઈ છે. અભિનેત્રીનું રૂપેરી પડદા પર આગમન થયું હતું બંગાળી ફિલ્મથી, પણ 2005માં આવેલી પ્રદીપ સરકારની
પરિણીતા’ ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં `વાહ વિદ્યા વાહ’ સંભળાવા લાગ્યું. મહિલાનું પાત્ર કેન્દ્રમાં હોય એવી ફિલ્મોથી નામ અને દામ મેળવનારી વિદ્યા હવે જૂજ ફિલ્મો કરે છે.
સફળતા, સિદ્ધિ, સમૃદ્ધિ મળ્યા પછી પણ કલાકાર જીવની ઝંખના કશુંક નવતર કરતા રહેવાની કાયમ હોય છે. જીવનમાં એક તબક્કો એવો આવતો હોય છે કે પૈસા અને પ્રસિદ્ધિ માટે નહીં પણ અંતરની કોઈ ઈચ્છા પૂરી કરવાનો મોહ જાગે છે. વિદ્યા બાલનના કેસમાં પણ એવું જ જોવા મળી રહ્યું છે.
બે દાયકાની અભિનય સફર દરમિયાન અનેક ઉત્તર ચડાવ જોનારી અભિનેત્રીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં અદમ્ય ઈચ્છા પ્રગટ કરતા કહ્યું છે કે મારે શાહખ ખાન સાથે એક લવસ્ટોરીમાં કામ કરવું છે.' વિદ્યા બાલનની કારકિર્દી પર નજર નાખતા એક આશ્ચર્યજનક વાત એ ધ્યાનમાં આવે છે કે એક પણ ફિલ્મમાં તેની સામે હીરો તરીકે ખાન ત્રિપુટી (આમિર, સલમાન, શાહખ)માંથી કોઈ કરતા કોઈ નજરે નથી પડ્યો. એનું એક કારણ એ હોઈ શકે કે
ઈશ્કિયા’, `કહાની’ જેવી ફિલ્મો માટે વિદ્યા પહેલી પસંદગી રહેતી અને ગ્લેમર ફિલ્મો માટે એનો વિચાર કરવામાં નહોતો આવતો.
સૈફ અલી ખાન. અભિષેક બચ્ચન. અક્ષય કુમાર, સંજય દત્ત, શાહિદ કપૂર વગેરે હીરો સાથે જોડી જમાવનારી વિદ્યાની રિતિક રોશન સાથે પણ ક્યારેય જોડી નથી જામી.
વિદ્યાને એનો કોઈ અફસોસ નથી, કારણ કે ફિલ્મમાં શોભાની ઢીંગલી જેવી હાજરી આપતા રોલ કરતા દમદાર પાત્ર ધરાવતી ફિલ્મ કરવી એ કાયમ તેની પ્રાથમિકતા રહી છે. જોકે, હૃદયના કોઈ ખૂણે કિગ ખાન સાથે કામ કરવાની ઈચ્છા સળવળી રહી હશે અને તાજેતરમાં નવી ફિલ્મના પ્રમોશન વખતે વિદ્યાએ એ ઈચ્છા વ્યક્ત પણ કરી છે.
અલબત્ત 45 વર્ષની વિદ્યા અને 59 વર્ષના શાહખ ખાનને સાથે ચમકાવતી ‘સરસ મજાની લવ સ્ટોરી’ બનાવવાની કોઈ હિંમત કરે એવી શક્યતા નહિવત છે. વિદ્યાની આ ઇચ્છા અધૂરી રહી જશે, સિવાય કે એ પોતે એવી ફિલ્મનું નિર્માણ કરે, હા, ઓમ શાંતિ ઓમ' અને
હે બેબી’ એ બે ફિલ્મના કલાકારોની યાદીમાં શાહખ ખાન – વિદ્યા બાલન એ બે નામ છે, પણ ‘ઓમ શાંતિ ઓમ’માં વિદ્યા જ્યારે `હે બેબી’માં શાહખ ખાનની હાજરી મહેમાન કલાકાર જેવી હતી. આ સિવાય વિદ્યા બાલને એક સળંગ કોમેડી ફિલ્મમાં કામ કરવાની તમન્ના પણ વ્યક્ત કરી છે.
ફિલ્મના શૂટિગ દરમિયાન સેટ પર હળવું વાતાવરણ રાખી સૌને આનંદિત રાખતી વિદ્યા દર્શકોમાં આનંદ આનંદ થઈ જાય એવી ફિલ્મમાં કામ કરવા ઉત્સુક છે. શાહખ સાથેની લવ સ્ટોરી કરતા આ વિકલ્પ આજની તારીખમાં સંભવ બની શકે એવી શક્યતા જર છે.