મેટિની

70 વર્ષ પહેલાની ફિલ્મમાં છ ગીતકાર

ફ્લેશ બેક – હેન્રી શાસ્ત્રી

ફિલ્મ એક ગીતકાર અનેક. ઝાઝા હાથ રળિયામણા કે ઝાઝી સુયાણીએ વેતર વંઠે એ નક્કી કરવું ક્યારેક અઘં તો ક્યારેક આસાન હોય છે.

(ડાબે) બહારેં ફિર ભી આયેગી'નુંસુનો સુનો મિસ ચેટરજી’ મજેદાર ગીત છે અને જાવેદ અખ્તરના મામા મજાઝ લખનવી

ગયા શુક્રવારે આપણે એક ફિલ્મમાં એકથી વધારે કલમથી ગીત અવતર્યા હોય એવા પાંચ ઉદાહરણથી વાકેફ થયા. આજે એ સિલસિલો આગળ વધારીએ.

ગુજરાતીમાં કહેવત છે કે `ઝાઝા હાથ રળિયામણા’ મતલબ કે કોઈ કામ માટે મોટી સંખ્યામાં જોડાય તો એ પૂર્ણ કરવામાં વખત ઓછો લાગે અને નાણાં ઓછા વપરાય – સમય અને સંપત્તિની બચત થાય. જોકે, બીજી એવી પણ કહેવત છે કે ઝાઝી સુયાણીએ વેતર વંઠે. મતલબ કે કોઈ કામમાં જરૂર કરતાં વધુ માણસો સંડોવાય તો કામ બગડી જાય. કેવી વિરોધાભાસી કહેવતો છે.

એક ફિલ્મમાં ઘણા ગીતકારનો ઉપયોગ કરવાથી કઈ કહેવતનો અર્થ સરે છે એ સમજદાર વાચકો ગીતો સાંભળી જાતે નક્કી કરે એ જ યોગ્ય કહેવાય.
આ બીજા હપ્તાની સૌથી રસપ્રદ વાત એ છે કે 70 વર્ષ પહેલાં આવેલી `ઠોકર’ ફિલ્મમાં સાત ગીતકાર હતા.

ઠોકર (1953):
સંગીતકાર – સરદાર મલિક, ગીતકાર – છ
`તુમસા નહીં દેખા’ પહેલા શમ્મી કપૂરે ડઝનેક ફિલ્મ કરી હતી, જેમાંથી મોટાભાગની ફ્લોપ હતી. ક્યારે આવી ને ક્યારે ગાયબ થઈ ગઈ એની ખબર ખુદ શમ્મી કપૂરને પણ નહોતી પડી. મ્યુઝિકલ હિટના હેન્ડસમ અને ક્લિન શેવ તેમજ નાચતા – કૂદતા – ઉછળતા શમ્મી કપૂરને જોયા હોય અને એ છબી દિલ – દિમાગમાં અંકિત હોય ત્યારે મૂછવાળા સિરિયસ શમ્મીજી જોવા ગમે?

1950ના દાયકામાં ફેશન',શમા’ જેવી ફિલ્મો બનાવનારા લેખરાજ ભાકરીની ઠોકર'માં કુલ નવ ગીત છે જે સાત ગીતકારોએ લખ્યા છે. જાણીતા ગીતકાર છે રાજા મેહદી અલી ખાં, મજાઝ લખનવી (જાં નિસાર અખ્તરના સાળા અને જાવેદ અખ્તરના મામા), પ્રેમ ધવન અને અન્ય ચાર ગીતકાર શોર નિયાઝી, હર્ષ ટંડન, ઉદ્ધવ કુમાર અને કવિતા - 2 ભગવાન જાણે કોણ છે. ફિલ્મનું સૌથી સુંદર અને અવિસ્મરણીય ગીતઅય ગમ – એ – દિલ ક્યા કં મૈં, અય વહશત – એ – દિલ ક્યા કં મૈં’ શાયર મજાઝ લખનવી સાબની કમાલ છે. ફિલ્મમાં આ ગીત બે વાર આવે છે, જેનું મુખડું સરખું છે, પણ અંતરા અલગ અલગ છે. આ બંને ગીતને તલત મેહમૂદ અને આશા ભોસલેએ કંઠ આપ્યો છે.

બહારેં ફિર ભી આયેગી (1966):
સંગીતકાર – ઓ પી નય્યર, ગીતકાર – પાંચ
નિર્માતા ગુ દત્તની આ ફિલ્મમાં કુલ છ ગીત છે , જેના માટે પાંચ ગીતકારોની કલમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાંચ નગ્મા નિગાર છે કૈફી આઝમી, એસ. એચ. બિહારી, અઝીઝ કશ્મીરી, શેવન રિઝવી અને અંજાન. અઝીઝ કશ્મીરીના ફાળે બે ગીત આવ્યા છે, અન્ય ગીતકારે એક એક ગીત લખ્યું છે.

ફિલ્મનું સૌથી સુંદર અને આજે પણ લોકોના હોઠે રમતું ગીત આપ કે હસીન રૂખ પે આજ નયા નૂર હૈ, મેરા દિલ મચલ ગયા તો મેરા ક્યા કુસૂર હૈ' ગીતકાર અંજાન (મૂળ નામ લાલજી પાંડે, જે લાવારિસ, મુકદ્દર કા સિકંદર વગેરે ફિલ્મના ગીતકાર તરીકે વધુ જાણીતા છે) સાબે લખ્યું છે. ગુ દત્તની ફિલ્મ હોય એટલે જોની વોકર હોય અને એમની હાજરી હોય એટલે એક રમતિયાળ ગીત અવશ્ય હોય. અઝીઝ કશ્મીરી લિખિત યુગલ ગીત (મોહમ્મદ રફી - આશા ભોસલે)સુનો સુનો મિસ ચેટરજી, મેરા દિલ કા મેટરજી’ ગીત એ શરત પૂરી કરે છે. જાણવા જેવી વાત એ છે કે આ ફિલ્મમાં ઓ. પી. નય્યરનો સ્ટેમ્પ ધરાવતા ત્રણ ગીત છે. જોની વોકરના ગીતમાં ઘોડાગાડીને બદલે સાઇકલ છે. બીજું ટિપિકલ નય્યરનું ગીત છે ટાઇટલ સોન્ગ બદલ જાયે અગર માલી, ચમન હોતા નહીં ખાલી, બહારેં ફિર ભી આતી હૈ, બહારેં ફિર ભી આયેગી' (મહેન્દ્ર કપૂર, ગીતકાર કૈફી આઝમી). આ શૈલીના અનેક ગીત સંગીતકારે સ્વરબદ્ધ કર્યા છે. એસ. એચ. બિહારીનુંવો હસ કે મિલે હમ સે, હમ પ્યાર સમજ બૈઠે’ અત્યંત હૃદયસ્પર્શી છે અને નય્યરે બહુ જ કર્ણપ્રિય ધૂન બનાવી છે. નય્યરનો સ્ટેમ્પ ધરાવતું ત્રીજું ગીત શેવન રિઝવીએ લખ્યું છે દિલ તો પેહલે સે હી મદહોશ હૈ, મતવાલા હૈ' (રફી - આશા). રિઝવી બહુ જાણીતા ગીતકાર નહોતા, પણ નય્યર સાથે તેમણે કેટલાંક યાદગાર ગીત આપ્યાં છે.એક મુસાફિર એક હસીના’નું રફી – આશાનું યુગલગીત આપ યૂં હી અગર હમ સે મિલતે રહે, દેખિયે એક દિન પ્યાર હો જાએગા' અને મોહમ્મદ રફીએ ગાયેલુંહમસાયા’નું ‘દિલ કી આવાઝ ભી સુન મેરે ફસાને પે ન જા, મેરી નઝરોં કી તરફ દેખ ઝમાને પે ન જા’ એના ઉદાહરણ છે.

સુનહરે કદમ (1966):
સંગીતકાર – એસ. મોહિન્દર / બુલો સી. રાની, ગીતકાર – ચાર
રેહમાન – શશીકલા હીરો – હિરોઈન હોય એવી 1960ના દાયકાની ફિલ્મની આસપાસ કોઈ ગ્લેમર વીંટળાયેલું ન હોય. ફિલ્મના સંગીત વિભાગ આનંદ તો ખાસ નહીં આપી શક્યો હોય, પણ આશ્ચર્ય જગાવવામાં જરૂર સફળ થયો હશે. પ્રથમ વાત એ છે કે ફિલ્મમાં બે સંગીતકાર છે. ના, હુસ્નલાલ – ભગતરામ, શંકર – જયકિશન કે પછી આપણા કલ્યાણજી – આનંદજી જેવી જોડી નથી. બે સ્વતંત્ર સંગીત દિગ્દર્શક એસ. મોહિન્દર (ગુઝરા હુઆ ઝમાના આતા નહીં દોબારા, હાફીઝ ખુદા તુમ્હારા – શીરીં ફરહાદ: 1956) અને બુલો સી. રાની (ઘૂંઘટ કે પટ ખોલ રે તોહે પિયા મિલેંગે – જોગન: 1950)એ મળીને આ ફિલ્મનાં ગીતો સ્વરબદ્ધ કર્યા છે. અલબત્ત, આ એમનું એકમાત્ર સહિયાં સાહસ હતું. ફિલ્મમાં કુલ આઠ ગીત છે , જે ચાર ગીતકાર – ન્યાય શર્મા, મહેન્દ્ર પ્રાણ, જી. એસ. નેપાલી અને આનંદ બક્ષી – દ્વારા લખવામાં આવ્યા હતા. ન્યાય શર્માએ લખેલું અને જયદેવે સ્વરબદ્ધ કરેલું કિનારે કિનારે' ફિલ્મનુંદેખ લઈ તેરી ખુદાઈ, બસ મેરા દિલ ભર ગયા (તલત મેહમૂદ) લોકપ્રિય થયું હતું.

સુનીલ દત્ત – નૂતનની મિલન'ના ગીત સુપરહિટ થયા એ પહેલા ઓછા જાણીતા આનંદ બક્ષીએ બે ગીત લખ્યા છે, પણ એકેય જાણીતું નથી. ત્રણ ગીતકારોએ બુલો સી. રાની સાથે કામ કર્યું હતું જ્યારે બક્ષીની જોડી એસ. મોહિન્દર સાથે જામી હતી. બીજી રસપ્રદ વાત એ છે કે ફિલ્મમાં આઠ ગાયક પાસે ગીત ગવડાવવામાં આવ્યા છે: લતા મંગેશકર, આશા ભોસલે, સુમન કલ્યાણપુર, સુધા મલ્હોત્રા, ઉષા ટીમોથી, મોહમ્મદ રફી, મન્ના ડે અને જી. એમ દુર્રાની. બુલો સી. રાનીની આ અંતિમ ફિલ્મ હતી અને લતા મંગેશકરે ગાયેલુંમાંગને સે જો મૌત મિલ જાતી’ તેમનું અંતિમ સ્વરાંકન સાબિત થયું હતું. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button