લીલી, ડોન્ટ બી સીલી મોના ડાર્લિંગ!
ફિલ્મનામા – નરેશ શાહ
અજિતસાબને હિન્દી દર્શકો હજુ લાંબો સમય સુધી યાદ રાખશે, કારણ કે, સારા શહર ઉસે લોયન કે નામ સે જાનતા હૈ..!
અજિતસાબ પરની શ્રેણીના આ અંતિમ મણકામાં એમની કરિયરની કમનસીબી અને આજીવન અનોખાપણાંની મળેલી ભેટની વાત કરવી છે, જે હિન્દી સિનેમાના તમામ નામચીન ખલનાયકોથી એમને અલગ-અનોખાં બનાવે છે.
પહેલા વાત કરિયરની કમનસીબીની.
બસ્સો જેટલી ફિલ્મો કરનારાં અજિતસાબે લેજન્ડરી ફિલ્મમેકર કે. આસિફ સાથે (મોગલ-એ-આઝમ) કામ ર્ક્યું , પણ એ સિવાય એમને ક્યારેય મોટા બેનર કે ખ્યાતનામ ડિરેકટરોએ પોતાની ફિલ્મમાં લીધા નહોતા. આનો એમને આજીવન અફસોસ રહ્યો કે વ્હી.શાંતારામ, મહેબૂબ, ગુરુદત્ત, બિમલ રોય અને રાજકપૂર જેવા મહાન નિર્દેશકો સાથે કદી કામ કરવા ન મળ્યું. એમને મનમોહન દેસાઈ, મનોજ કુમાર કે ફિરોઝ ખાને પોતાની ફિલ્મ માટે અપ્રોચ ર્ક્યો. દેવ આનંદ અને ચેતન આનંદ સિવાયના એકપણ સિન્સીયર મેકરે એમને પોતાની ફિલ્મોમાં રિપીટ ર્ક્યા નહોતા. ટે્રજેડી તો એ રહી કે અજિતસાબને વિલન તરીકેની મજબૂત ઈમેજ જે ફિલ્મથી મળી એ કાલીચરણ' ના મેકર શો મેન સુભાષ્ા ઘઈએ એ પછીની પોતાની એક પણ ફિલ્મમાં એમને કાસ્ટ ન કર્યા.. બી. આર. ચોપરાએ
નયા દૌર ‘ અને યશ ચોપરાએ આદમી ઔર ઈન્સાન' ના અપવાદ સિવાય એમની સાથે કામ ન ર્ક્યું.
કાલીચરણ’ માં લાયન અને જંજીર' માં તેજા તરીકે અજિતસાબ યાદગાર બની ગયા, પણ
જંજીર’ પછી પ્રકાશ મહેરાએ પણ એમને પોતાની બીજી એક પણ ફિલ્મમાં લીધા નહોતા.
આવું એમની સાથે કેમ થયું એનાં કારણ અજિતસાબે કદી કહ્યા નહીં એટલે આપણે પણ જાણતા નથી, પરંતુ તબલાંતોડ સચ્ચાઈ તો એ રહી કે જંજીર'માં ધર્મ દયાલ તેજાના પાત્રમાં એ જે રીતે એક સંબોધન કરતા હતા એ સંબોધને અજિતસાબને અમર બનાવી દીધા... સંબોધન હતું ......મોના ડાર્લિગ ! અજિતસાબ હિન્દી ફિલ્મોના બધા વિલનોથી સાવ અલગ એટલા માટે હતા કે એમના વિશિષ્ઠ અંદાઝમાં પારાવાર જોક બન્યા. વિલન પર જોક બન્યાં હોય તેવા કલાકાર એકમાત્ર અજિત હતા... એ જમાનામાં તો આ
મોના ડાર્લિગ’ તો અરે ઓ સાંભા...' અને
મોગેમ્બો ખુશ હુઆ’થી પણ જબ્બર અને સચોટ રીતે દર્શકોનાં દિલો-દિમાગમાં છવાઈ ગયું હતું. મોના ડાર્લિગ'નો ઉચ્ચાર અજિતસાબ એવી શાતિર શૈલીમાં કરતાં કે લોકમાનસમાં એ એવું સજજડ ચોંટી ગયું કે તેના પર જોક બનવા લાગ્યા અને આજે ય બની રહ્યા છે...ઉદાહરણ તરીકે : બોસ : મોના, ઈસ કે દોનોં હાથ રંગ દો... મોના : ક્યોં બોસ ? બોસ : બેવકૂફ, જબ પુલિસ યહાં આયેગી તો ઈસે રંગે હાથોં પકડ લેગી.! ફિલ્મોમાં બોસ તરીકે અજિતસાબ પાસે ગુર્ગા (માઈકલ) રહેતો પણ ગુર્ગી (મોના ડાર્લિગ) સૌથી વધુ લોકરંજન બની ગઈ હતી. માઈકલ માટેના પણ જોક ઈન્ટરનેટની બજારમાં ઉપલબ્ધ છે.આ વાંચો ... માઈકલ, ઈસકો લિક્વિડ ઓક્સિજન મેં ડાલ દો, લિકિવડ ઈસે જીને નહીં દેગા ઔર ઓકિસજન ઉસે મરને નહીં દેગા... મોના, ઈસ કો વાર્નિશ પિલા દો, યે મર ભી જાએગા ઔર ફિનિશિંગ ભી હો જાએગી... ઈસ કો હેમલેટ પોઈઝન પિલા દો, થોડી દેર મેં ટૂ બી સે નોટ ટૂ બી હો જાએગા... જો કે અજિતાસાબના નામે આ ડાયલોગ તો વર્લ્ડ ફેમસ છે. એક પત્રકાર સોનાના સ્મગલર એવા અજિતને પૂછે છે:
આપકો કયા પસંદ હૈ…મોના કે સોના?’
`અજિત : મોના કે સાથ સોના..!’
(આ સાથે અજિત વિશેની લેખમાળા સંપૂર્ણ)