વાત સંકલ્પ ને ધીરજની.. સોરારઈ પોટરુથી સરફિરા’ સુધીની !
ફિલ્મનામા – નરેશ શાહ
મહત્ત્વાકાંક્ષા – ધીરજ અને ઈચ્છા હોય તો જે કામ હાથમાં લીધું હોય તેમાં સફળતા મળતી જ હોય છે. એ કામ જો પ્રથમ વખત થતું હોય તો ઈતિહાસ રચાઈ જાય. એ વાત ધીભાઈ અંબાણીના રિલાયન્સ'થી માંડીને આશુતોષ્ા ગોવારિકરની
લગાન’ ફિલ્મ સુધી સાબિત થતી આવે છે.
કેપ્ટન જી. આર. ગોપીનાથ આવું જ એક નામ છે.
બેશક આપણે આ નામથી ખાસ વાકેફ નથી, પણ સચ્ચાઈ તો એ છે કે આ જ કેપ્ટન ગોપીનાથના કારણે આપણી આસપાસના, આપણા જેવા મિડલકલાસ લોકો પ્લેનમાં મુસાફ2ી ક2તાં થયા છે… હવેની વાત ધીરજથી વાંચશો તો કેપ્ટન ગોપીનાથે ભારતના મિડલકલાસ લોકો પર કરેલો ઉપકાર (હા, ઉપકાર)નું મહત્ત્વ સમજમાં આવશે. કેપ્ટન ગોપીનાથ ઈન્ડિયન આર્મીમાં કેપ્ટન હતા , પણ બહુ નાની ઉંમ2ે જ એમને લાગતું હતું કે એ કશુંક નવતર ક2વા જ સર્જાયા છે એટલે માત્ર અઠ્ઠાવીસ વરસે એમણે ઈન્ડિયન આર્મીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી.
એ પછી એમણે એનફિલ્ડ મોટ2 સાઈકલની ડિલરશીપથી માંડીને હોટેલ બિઝનેશ પણ શરૂ ર્ક્યો, પ2ંતુ 1997માં એમના દિમાગમાં એક ઝબકા2ો થયો કે… જે સામાન્ય લોકો ટે્રન, બસ કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફ2ી ક2ે છે એ લોકોને પ્લેન (વિમાન)ની મુસાફ2ી ક2વાનો અવસર આપી શકાય કે કેમ ? વિચાર વેગળો અને ક્રાંતિકારી હતો, પણ કેપ્ટન ગોપીનાથ તેની પાછળ લાગી પડ્યા. વિમાનની સસ્તી યાત્રાનો કોન્સેપ્ટ આજ સુધી કોઈએ વિચાર્યો જ નહોતો. વિમાન પ્રવાસ શ્રીમંતો માટેની લકઝ2ી જ ગણાતી એટલે ડગલે ને પગલે ગોપીનાથના કામમાં રોડા નાખવામાં આવ્યા. પોતાનો પ્રભાવ લગાવીને એ2લાઈન્સ લોબીના માંધાતાઓએ એવિએશનના નિયમોમાં સુધ્ધાં ફે2ફાર કરાવ્યા કે જેથી ગોપીનાથજી સસ્તી વિમાનયાત્રાની સેવા શરૂ જ ન ક2ી શકે.
ગોપીનાથજીનો તર્ક સીધો હતો. સ્વાદિષ્ટ ઢોસો જે સામાન્ય ઉડિપીમાં પચાસ રૂપિયાનો મળતો હોય તો ફાઈવ સ્ટા2માં તેના આઠસો રૂપિયા શા માટે લેવાય ? ફાઈવ સ્ટારના જાહોજલાલી અને ઠાઠમાઠને ઓછાં ક2ીને એ ઢોસો (આઠસોની બદલે) સો રૂપિયામાં તો આપી જ શકાય.
ગોપીનાથનું લોજિક વાજબી હતું પણ બીજી એ2લાઈન્સ નહોતી ઈચ્છતી કે આવું કશુંક ડેવલપ થાય એટલે ઝઝૂમી 2હેલાં ગોપીનાથજીને એમની વિમાનસેવા `ડેક્કન એર’ના પ્લેનને એ2પોર્ટ પ2 લેન્ડ ક2વાની મંજૂરી સુધ્ધાં આપવામાં આવી નહોતી…
આખ2ે 2003માં એમનું સપનું પૂ2ું થયું અને આપણા દેશમાં સસ્તી વિમાનયાત્રાનો શુભા2ંભ ડેક્કન એર' નામથી શરૂ થયો. એ વરસમાં જ તેમાં વીસ લાખ મિડલકલાસ ભા2તીયોએ પ્રવાસ ર્ક્યો. સફળતા એવી જંગી હતી કે
ડેક્કન એ2’ના પિસ્તાલીસ (નાના) એ2ક્રાફટ ભા2તનાં 68 એ2પોર્ટ પ2 દરરોજની 380 ઉડાન ભરતા હતા અને દરરોજ પચ્ચીસ હજાર લોકો તેમાં ઉડાઉડ કરતા હતા. ગોપીનાથજીએ સસ્તી એ2લાઈન્સના પ્રમોશન માટે એક રૂપિયાની ટિકિટની સ્કીમ રાખી હતી, જેનો લાભ ત્રીસ લાખ ભારતીયોએ લીધો હતો. ગોપીનાથ જયાં ડેક્કન એ2' શરૂ ક2વા માટે સંઘર્ષ્ા ક2તાં હતા ત્યા2ે પત્ની ભાર્ગવી
ધ બન વર્લ્ડ ‘ નામની બેક2ીથી ઘર ચલાવતા હતા અને ડેક્કન એ2”ના પ્રવાસીઓને જ પ્રથમ વ2સે વિમાનમાં પોતાની પ્રોડકટ વેચીને ભાર્ગવી ગોપીનાથ સાત ક2ોડ રૂપિયાનો નફો કમાયાં ! એ સાચું કે પછીનાં વરસોમાં
ડેક્કન એર’નું માળખું પછીથી સંકોચાતું ગયું , પણ આજે આપણને પ્રમાણમાં ઘણી સસ્તી વિમાન મુસાફ2ી ક2વા મળે છે, એ ગોપીનાથજી અને `ડેક્કન એર’ને આભારી છે.
પોતાની આ જર્ની અને જદોજહદ વિષે જી. આ2. ગોપીનાથે સિમ્પલી ફલાય' નામની બાયોગ્રાફી પણ લખી છે. જેના પ2થી તામિલ ભાષામાં સોરાઈ પોટં ' નામની ફિલ્મ બની, જેમાં સૂર્યા (જય ભીમ ફેમ) એ ગોપીનાથજીનું પાત્ર ભજવ્યું છે. બેશક, ફિલ્મમાં પાત્રોના નામ બદલી નાખવામાં આવ્યા છે. સૂર્યા અહીં મારા છે તો વિલન ત2ીકે પરેશ રાવલ પરેશ ગોસ્વામી છે. ખ2ેખર તો પરેશ રાવલનું પાત્ર
જેટ એરવેઝ’ના નરેશ ગોયલ પર આધારિત છે.
કહે છે કે ગોપીનાથજીની ડેક્કન એ2' આડે આવવામાં એમણે મોટો 2ોલ ભજવ્યો હતો, પણ એપ્રિલ, 2022માં જ
સોરારઈ પોટરુ’ના રાઈટસ લઈને એ જ ડિરેકટર હિન્દી ફિલ્મ બનાવવાની જાહેરાત કરેલી, જેમાં સૂર્યાના પાત્ર માટે અક્ષ્ાયકુમારને લઈને `સરફિરા’ ફિલ્મ બનાવી આવી, જે હવે રિલીઝ થઈ છે , પણ તમને કેપ્ટન ગોપીનાથની વાતમાં રસ પડયો હોય તો જાણી
લો કે સોરારઈ પોટ2ું એમેઝોન પર હિન્દી ભાષ્ાામાં જોવા મળી શકે છે. આ હિન્દી ડબ ફિલ્મનું નામ છે : `ઉડાન’.