ડિવોર્સ એક યુદ્ધ છે જેમાં બાળકોપણ ખરાબ રીતે ઘાયલ થાય છે
ઇશા દેઓલ-ભરત તખ્તાન બોલિવૂડમાં છૂટાછેડા કોઇ નવો ટ્રેન્ડ નથી
વિશેષ -ડી. જે. નંદન
અમૃતા સિંહ – સૈફ અલી ખાન, કિરણ રાવ – આમિર ખાન, મલઈકા અરોરા – અરબાઝ ખાન
આજકાલ ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી ઇશા દેઓલની પોતાના પતિ ભરત તખ્તાનથી છૂટાછેડા લેવાના રિપોર્ટ ચર્ચાઇ રહ્યા છે. આ કપલે પોતાના ફેન્સને જાણકારી આપી હતી કે તેઓ પરસ્પર સહમતીથી અલગ થઇ રહ્યા છે. અને અલગ થયા બાદ સાથે મળીને દીકરીઓનો ઉછેર કરશે. નોંધનીય છે કે ઇશા દેઓલના લગ્ન ૨૦૧૨માં થયા હતા. આ કપલની બે દીકરીઓ રાધેયા અને મિરાયા છે જેમની ઉંમર સાત અને પાંચ વર્ષ છે.
બોલિવૂડમાં છૂટાછેડા કોઇ નવો ટ્રેન્ડ નથી. આમિર ખાને ગયા વર્ષે પોતાની બીજી પત્ની કિરણ રાવ સાથે લગ્નના ૧૫ વર્ષ બાદ ડિવોર્સ લીધા હતા. ડિવોર્સ બાદ બન્નેએ કહ્યું હતું કે તે પોતાના દીકરા આઝાદનો ઉછેર સાથે મળીને કરશે અને પરિવારની જેમ જ રહેશે. આમિરની પ્રથમ પત્ની રિના દત્તા હતી. આ લગ્નથી તેમને બે બાળકો છે. તેમના આ લગ્ન ૧૬ વર્ષ રહ્યા અને પછી બન્ને અલગ થઇ ગયા હતા. કેટલાક દિવસ અગાઉ જ આમિર ખાને પોતાની દીકરી ઇરા ખાનના ધામધૂમપૂર્વક લગ્ન કર્યા હતા. આ લગ્નમાં તેની બન્ને પત્નીઓ અને તેમનાં બાળકો સાથે મળીને ખુશ દેખાઇ રહ્યાં હતાં.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં લવ બર્ડ્સનું મળવું અને અલગ થવું ચાલતું રહે છે. ફિલ્મ બેખુદીના સેટ પર મળેલા સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ઓક્ટોબર ૧૯૯૧માં લગ્નના બંધનમાં બંધાયાં હતાં. સૈફ અમૃતાથી ૧૨ વર્ષ નાનો હતો. બન્નેએ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૦૪માં બન્ને અલગ થઇ ગયા હતા અને તેમનાં બે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમની કસ્ટડી અમૃતાને મળી હતી. વર્ષ ૨૦૧૭માં મલાઇકા અરોરા અને અરબાઝ ખાને પણ ૧૮ વર્ષના સંબંધનો અંત કરી દીધો હતો. મલાઇકાને પોતાના દીકરાની કસ્ટડી મળી હતી. ઋત્વિક રોશન અને સુજૈન ખાને વર્ષ ૨૦૧૪માં પોતાના ૧૪ વર્ષના સંબંધનો અંત કર્યો હતો. આ બન્ને પોતાનાં બાળકો રેહાન અને રિદાન પ્રત્યે સમર્પિત છે. પરંતુ બન્નેએ એકબીજાના વિકલ્પ શોધી લીધા હતા.
આ કડીમાં સાનિયા મિર્ઝાનું નામ પણ સામેલ થઇ ગયું છે. શોએબ મલિકે ત્રીજા લગ્ન કર્યા બાદ સાનિયા મિર્ઝા અને શોએબના ડિવોર્સ થઇ ચૂક્યા છે. સાનિયા પોતાના બાળક અને પરિવાર સાથે પોતાનું જીવન પસાર કરી રહી છે. કરિશ્મા કપૂરે વર્ષ ૨૦૦૩માં કરોડપતિ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યાં હતાં અને વર્ષ ૨૦૧૬માં બન્નેના ડિવોર્સ થયા હતા. ડિવોર્સ બાદ બન્ને બાળકો કરિશ્મા સાથે રહે છે. સલમાન અને અરબાઝ ખાનના ભાઇ સોહેલ ખાનનું ઘર પણ તૂટી ચૂક્યું છે. વર્ષ ૨૦૨૨માં ૨૪ વર્ષ બાદ બન્ને એકબીજાથી અલગ થઇ ગયા. સારિકા અને કમલ હસનના ડિવોર્સ બાદ તેમની બન્ને દીકરીઓનો ઉછેર સારિકાએ કર્યો હતો. રીના રોયે પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાન સાથે લગ્ન કર્યા હતા. પોતાની દીકરી જન્નતની કસ્ટડી માટે રીના રોયે કોર્ટમાં લાંબી કાયદાકીય લડાઇ લડી હતી. બોલિવૂડમાં ડિવોર્સી કપલ્સનું લિસ્ટ એટલું લાંબું છે કે અહીં તેનો ઉલ્લેખ કરીશું તો જગ્યા ઓછી પડી જશે.
અમારો મૂળ મુદ્દો છૂટાછેડા લેનારા કપલ્સનાં બાળકોના ઉછેરનો છે. આ વ્યક્તિઓ સાથે મળીને ભલે પોતાનાં બાળકોની જવાબદારી ઉઠાવશે તેવું કહેવાય છે, પરંતુ અલગ રહેવા દરમિયાન બાળકોને એકબીજા સાથે મુલાકાત કરાવે છે. પિતા બાળકોના ઉછેર માટે ડિવોર્સ બાદ તેમને આર્થિક મદદ કરે છે. કહેવામાં ભલે આ સેલિબ્રિટીઝ છે, પરંતુ બાળક તો બાળક હોય છે, પરંતુ આ બાળકોના દિલ અને દિમાગ પર માતા પિતાના ડિવોર્સની ખરાબ અસર જોવા મળે છે. સાંભળવામાં તો એટલે સુધી આવ્યું છે કે સાનિયા મિર્ઝાના દીકરાએ માતા પિતાના ડિવોર્સ બાદ સ્કૂલ જવાનું બંધ કરી દીધું છે. કારણ કે તે લોકોનો સામનો કરવા માગતો નથી.
પતિ પત્ની વચ્ચે જ્યાં સુધી ડિવોર્સ લેવાની વાત આવે છે તો પોઝિટીવ થઇને વિચારવામાં આવે તો લોકો તેને એમ કહે છે કે પોતાના મનની ખુશી જોવો, બાળકો શું છ ે, તે ધીરે ધીરે એડજસ્ટ કરી લેશે. વારંવાર ઝઘડાઓ કરતા ડિવોર્સ બંને માટે ખૂબ જરૂરી છે. કારણ કે બની શકે છે કે પતિ પત્નીની લડાઇની અસર બાળકો પર પણ પડે છે. આમ જોઇ તો છૂટાછેડા શબ્દ કહેવો સરળ નથી. તેની ખરાબ અસરોને સહન કરવી પણ સરળ નથી. આ એક કાયદાકીય કાર્યવાહી છે જેમાં પતિ પત્ની જ્યારે એકબીજાથી અલગ થવાનો નિર્ણય કરે છે તો બન્નેને એક લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. લાંબા સમય સુધી એકબીજા સાથે ભાવનાત્મક રીતે જોડાયેલ કપલ એકબીજા માટે પારકા થઇ જાય છે. ડિવોર્સ લેવાનો નિર્ણય લેતા જ તમારું ઘર ઘર રહેતું નથી. તમે બન્ને વચ્ચે કાયદો આવી જાય છે. જજ શું નિર્ણય આપશે, તમે તેના પર નિર્ભર થઇ જાવ છો. તારીખ પર તારીખ અને લાંબી દલીલો બાદ તમારા જીવનમાં હવે કાયદો જ એ નક્કી કરે છે કે તમારે હવે ડિવોર્સ બાદ કેવી રીતે રહેવાનું છે. તમારા પૈસાનું સ્ટેટ્સ શું હશે? તમે ક્યારે બાળકોને મળી શકો છો? બાળક કોની પાસે રહેશે? એટલે કે છૂટાછેડા બાદ તમારી બન્ને વચ્ચે કોર્ટ આવી જાય છે. છૂટાછેડાથી એક બીજા સાથે એક જ ઘરમાં રહીને લડવા, એકબીજા સાથે બળજબરીપૂર્વક એડજસ્ટ કરવાની સમસ્યા તો ખત્મ થઇ જાય છે, પરંતુ બીજું બધું જ બદલાઇ જાય છે.
બાળકો નાનાં હોય કે પછી મોટાં માતા પિતાના છૂટાછેડા બાદ તેમની તો આખી દુનિયા જ બદલાઇ જાય છે. કિશોર અવસ્થાનાં બાળકો પર તો તેની ખૂબ જ ખરાબ અસર થાય છે. કારણ કે કિશોરાવસ્થામાં તેમને વધુ આઝાદીની જરૂર હોય છે અને હવે તે કોઇ પાર્ટનર સાથે રહે છે જેનાથી તેમનું એકલાપણું વધી જાય છે. આ ઉંમરમાં તેમના માટે માતા પિતાના છૂટાછેડાથી સંબંધો પરથી વિશ્ર્વાસ ઊઠી જાય છે. અનેકવાર તો પોતાના દુ:ખને ભૂલવા માટે બાળકો ડ્રગ્સ અને દારૂના રવાડે ચઢી જાય છે. પતિ પત્નીને લાગે છે કે ડિવોર્સ બાદ તમામ ઝઘડાઓ ખત્મ થઇ જાય છે એક બીજાનું મોં નહીં જોવું પડે.
એકબીજાને મળવું નહીં પડે. વાસ્તવમાં જે પાર્ટનરને સહન કરવો મુશ્કેલ થઇ જાય છે તેની સાથે વારંવાર મુલાકાત કરવી પડે છે. ભરણપોષણ, બાળકોની કસ્ટડી, બાળકોને એકબીજા સાથે મુલાકાત કરાવવી તથા આ પ્રકારના અન્ય મુદ્દાઓ. બેંગલુરુમાં સૂચના સેઠનો કિસ્સો હજુ જૂનો થયો નથી. પતિથી અલગ થયા બાદ બાળકને તેમની સાથે મુલાકાત કરાવવાની વાતથી પરેશાન થઇ જતી હતી. કારણ કે તે ઇચ્છતી નહોતી કે તેને તેના પતિનું મોં જોવું પડે.
આ ઝંઝટમાંથી મુક્તિ માટે તેણે પોતાના જ બાળકની હત્યા કરી દીધી. પતિથી ડિવોર્સ, બાળકની હત્યા બાદ ખૂબ શિક્ષિત મહિલા જેલની અંદર છે. ડિવોર્સનું આટલું ખરાબ પરિણામ હશે તે કોઇએ વિચાર્યું પણ નહીં હોય.
સેલિબ્રિટીઝ હોય કે પછી સામાન્ય વ્યક્તિ માતા પિતાના ડિવોર્સ બાદ બાળકો પર ખરાબ અસર થાય છે. કારણ કે બાળકો સેલિબ્રિટીઝના હોય કે સામાન્ય વ્યક્તિના તેમના જીવનમાં એક જ જેવું પરિવર્તન આવે છે. એટલા માટે ડિવોર્સ લેતા અગાઉ એક નહીં, બે નહીં ૧૦૦ વખત નહીં, હજાર વિચાર કરજો. કારણ કે એક સાથીથી અલગ થયા બાદ બીજી વખત લગ્ન કરવાથી તમે ખુશ રહેશો એની કોઇ ગેરન્ટી નથી. કારણ કે પ્રથમ લગ્નમાં જ તમામ સમસ્યાઓ આવી જાય છે તો જરૂરી નથી કે તમારો પાર્ટનર ખોટો હોય આનું કારણ તમે પોતે પણ હોઇ શકો છો. એટલા માટે સમસ્યાના બદલે જીવનસાથી સાથે જીવવું વધુ પ્રેક્ટિકલ હોય છે જેથી બાળકોનો ઉછેર પણ બન્ને સાથે મળીને કરી શકો.