કવર સ્ટોરી : પ્રીતિ ઝિન્ટાની નવી ઈનિંગ્સ

- હેમા શાસ્ત્રી
મણિરત્નમની હિન્દી ફિલ્મમાં ડેબ્યુ કરી 10 વર્ષમાં જ અચાનક ગાયબ થયા પછી આ ડિમ્પલ ગર્લ' ફરી ફિલ્મોમાં આવવા ઉત્સુક છે. મણિરત્નમની હિન્દી ફિલ્મથી એક્ટિંગનો અધ્યાય શરૂ કરવાની તક મળ્યા પછી એક આખો દસકો ટોપ મેકરો અને ટોપ એક્ટરો સાથે લીડ રોલમાં ચમકેલી ગાલમાં ખંજન ધરાવતી
ડિમ્પલ ગર્લ’ પ્રીતિ ઝિન્ટા સૌના આશ્ચર્ય વચ્ચે ગાયબ થઈ ગઈ હતી. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ચારેચાર ખાન (આમિર ખાન, શાહખ ખાન, સલમાન ખાન અને સૈફ અલી ખાન) તેમજ રિતિક રોશનની હીરોઈન બની એ ગ્રેડની હિરોઈનનો હોદ્દો ધરાવતી પ્રીતિ ફિલ્મના સેટ પરથી સીધી ક્રિકેટના મેદાન પર પહોંચી ગઈ હતી. ફિલ્મો કરતાં ક્રિકેટમાં વધુ કમાણી કરવામાં સફળ રહેલી પ્રીતિ એક મોટી ફિલ્મ સાથે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરવા થનગની રહી છે.
IPL સ્પર્ધાની ફાઈનલમાં પહોંચેલી પંજાબ કિગ્સ ટીમ'ની પ્રીતિ સહ-માલકણ (કો - ઓનર) છે. ફિલ્મો છોડી ક્રિકેટ તરફ વળેલી એક્ટે્રસ રાજકુમાર સંતોષી દિગ્દર્શિત અને આમિર ખાને પ્રોડ્યુસ કરેલી
લાહોર 1947’માં એક મહત્ત્વના રોલમાં જોવા મળશે. 1947માં થયેલા ભારતના ભાગલાની પાર્શ્વભૂમિની કથા ધરાવતી આ ફિલ્મના અન્ય કલાકાર છે સની દેઓલ, આમિર ખાન, શિલ્પા શેટ્ટી અને શબાના આઝમી. ફિલ્મ તૈયાર છે, પણ નિર્માતા આમિર હોવાથી રિલીઝમાં મોડું થઈ રહ્યું છે. ફિલ્મને કેવો આવકાર મળે છે અને ફિલ્મમેકરો પ્રીતિ વિશે કેવી ઉત્સુકતા દેખાડે છે એના પર એક્ટે્રસ ફરી સ્ટુડિયોમાં કેમેરા સામે જોવા મળે છે કે કેમ એ નિર્ભર છે. પેન ઈન્ડિયા ફિલ્મોના વધેલા ઝોકને કારણે સાઉથના ફિલ્મમેકર પ્રીતિ સાથે કામ કરવા ઉત્સુક હોવાની ગુસપુસ સ્ટુડિયોની દીવાલો વચ્ચે અથડાઈ રહી છે. અલબત્ત, આજની તારીખમાં તો આ જો અને તો ની વાત છે. હા, એટલું જરૂર કહી શકાય કે સિને પ્રેમીઓમાં પ્રીતિને ફરી પડદા પર જોવાનું કુતૂહલ જરૂર હશે.
ફિલ્મો સાથે ફારગતી લીધા પછી પ્રીતિ ઝિન્ટા ક્રિકેટ તરફ વળી ગઈ હતી. IPLમાં પંજાબ કિગ્સ' ટીમમાં ભાગીદારી કરી પ્રીતિએ જબરદસ્ત આર્થિક સફળતા મેળવી હતી. આશરે 35 કરોડનું રોકાણ ક્રિકેટમાં કરી પ્રીતિ આજની તારીખમાં રૂપિયા 175 કરોડનું નેટવર્થ ધરાવતી હોવાનું કહેવાય છે. IPL ઉપરાંત સાઉથ આફ્રિકાની ટી- 20 ટુર્નામેન્ટમાં પ્રીતિ
સ્ટેલેનબોશ કિગ્સ’ ફ્રેન્ચાઇઝીમાં પણ હિસ્સો ધરાવે છે. ક્રિકેટ ઉપરાંત પ્રીતિએ અન્ય બિઝનેસમાં પણ રોકાણ કર્યું છે. એની ફિલ્મ નિર્માણ કંપની છે અને ફિટનેસ બિઝનેસમાં પણ ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. 2016માં અમેરિકન બિઝનેસમેન મિસ્ટર ગુડઈનફનેપરણી ગયેલી પ્રીતિ વૈભવી જીવન જીવી રહી છે. મુંબઈના સમૃદ્ધ પાલીહિલ વિસ્તારમાં એનો
વૈભવી ફ્લેટ છે. વતન શિમલામાં પણ એક આલીશાન ફ્લેટ ધરાવે છે. 2016માં મેરેજ કરી લીધા પછી લોસ એન્જલસમાં પોશ બેવર્લી હિલ્સ વિસ્તારમાં રહે છે. આ વર્ષના પ્રારંભમાં લોસ એન્જલસમાં આગ ફાટી નીકળી
હતી ત્યારે પ્રીતિ ઝિન્ટા અને એનો પરિવાર હેમખેમ હોવાના સમાચાર ઝળક્યા હતા.
સાબુની જાહેરખબરમાં ચમકી લોકપ્રિય મોડેલ બની ગયેલી પ્રીતિ ઝિન્ટાની પહેલી હિન્દી ફિલ્મ હતી દિલ સે.' હીરો હતો શાહખ ખાન અને મનીષા કોઈરાલાનું પાત્ર નેગેટિવ હોવા છતાં મુખ્ય અને વજનદાર હતું. મનીષાના રોલની લંબાઈ અને ઊંડાઈ બંને વધારે હતા. જોકે, નાના રોલમાં પણ પ્રીતિ દર્શકોની પ્રીતિ મેળવવામાં સફળ રહી હતી. પ્રીતિને જ્યારે ખબર પડે છે કે એનો મંગેતર (શાહખ) મેઘના (મનીષા કોઈરાલા) માટે સોફ્ટ કોર્નર ધરાવે છે ત્યારે પોતાની કંકોતરી હાથમાં પકડી બોલે છે કે
ઈન શાદી કે કાર્ડ્સ કા ક્યા કં? બોલો, ઉસકા નામ લિખ દું તુમ્હારે નામ કે સાથ?’ આ એક ડાયલોગથી અને અભિનયથી પ્રીતિ દર્શકોની અનુકંપા મેળવી શકી હતી.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : વિજય રૂપાણી સામાન્ય માણસોના નેતા તરીકે યાદ રહેશે
હવે એની આગામી ફિલ્મ `લાહોર 1947’માં પણ ફરી દર્શકોની ચાહના મેળવવામાં એ સફળ રહે છે કે નહીં એ તો આવનારો સમય જ કહેશે.
પ્રીતિ ઝિન્ટાના કરિયરને વેગ કરણ જોહર નિર્મિત અને નિખિલ અડવાણી દિગ્દર્શિત કલ હો ના હો' ફિલ્મથી મળ્યો. જોકે, આ ફિલ્મને કારણે પ્રીતિને કરીના કપૂર સાથે અબોલા થયા હતા. કરીના પોતાને અવગણે છે એવું પ્રીતિએ જાહેરમાં કહ્યું હતું. વાત એમ હતી કે
કલ હો ના હો’ માટે પહેલા કરીના કપૂરનું નામ નક્કી થયું. જોકે, પછી કોઈ કારણસર એના નામ પર ચોકડી મુકવામાં આવી અને પ્રીતિની પસંદગી કરવામાં આવી. કરીના એવું સમજી બેઠી હતી કે પ્રીતિ કોઈ રમત રમી ગઈ અને એને ફિલ્મમાંથી દૂર કરી પોતે ગોઠવાઈ ગઈ. હકીકતમાં પ્રીતિને કરીનાને બદલે એની પસંદગી કરવામાં આવી છે એની જાણ પાછળથી થઈ હતી. જોકે, કરણ જોહરના ટીવી શોમાં કરીનાએ `કલ હો ના હો’માં પ્રીતિના પરફોર્મન્સની તારીફ કરી હતી.