મેટિની

સાઉથનું તરણું અક્ષયનો આશરો

નિષ્ફળતા `ખિલાડી’ કુમારનો પીછો નથી છોડી રહી એ પરિસ્થિતિમાં અભિનેતા સાઉથના ત્રણ સુપરસ્ટાર સાથે ફિલ્મ કરી ચાર એક્કાની બાજી રમશે

કવર સ્ટોરી – હેમા શાસ્ત્રી

અક્ષય કુમારની ડાયરી ભરચક છે, કામની કોઈ કમી નથી, પણ અભિનેતા અકળાયેલો છે એ હકીકત છે. છેલ્લાં ચાર વર્ષમાં અક્ષયની ડઝન ફિલ્મ થિયેટરમાં – ઓટીટી પર રિલીઝ થઈ છે. એમાંથી સૂર્યવંશી' અનેઓએમજી 2’ને બાદ કરતા બાકીની ફિલ્મો બોક્સ ઓફિસ પર પટકાઈ ગઈ છે. અમુકની તો બૂરી વલે થઈ છે. સફળ સાબિત થયેલી બે ફિલ્મમાં સૂર્યવંશી'નો નફો ખાસ નહોતો જ્યારેઓએમજી 2′ સુપરહિટ હતી. ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે બંને સફળ ફિલ્મમાં અક્ષય સોલો હીરો નથી. સૂર્યવંશી'ની સફળતામાં રણવીર સિંહ ભાગીદાર હતો અને કેમિયોમાં અજય દેવગણ ધ્યાન ખેંચી ગયો હતો જ્યારેઓએમજી 2’ની સફળતાનાં સ્વાદમાં પંકજ ત્રિપાઠીએ ભાગ પડાવ્યો હતો. બેલ બોટમ',પૃથ્વીરાજ ચૌહાણ’થી લઈ મિશન રાનીગંજ' સુધીની સોલો હીરો ફિલ્મને દર્શકોએ ડિગો દેખાડ્યો હતો. ગયા અઠવાડિયે રિલીઝ થયેલીબડે મિયાં છોટે મિયાં’ના પ્રારંભિક અહેવાલ નિરાશાજનક છે. સફળતાની શોધ અભિનેતાને સાઉથની ફિલ્મમાં ખેંચી લાવી છે. તાજા અહેવાલ અનુસાર ખિલાડી' કુમારકન્નાપ્પા’ નામની તેલુગુ ફિલ્મમાં કામ કરવાનો છે. 50 વર્ષથી સાઉથમાં નેતા – અભિનેતા તરીકે ખ્યાતિ મેળવનારા મોહનબાબુના પુત્ર મંચુ વિષ્ણુ વર્ધન બાબુની ફિલ્મ તમિળ સંત શિવ ભક્ત કન્નાપ્પાના જીવન અને કવન પર આધારિત હશે. ફિલ્મમાં વીએફએક્સનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. દર્શકો માટે આ ઉપરાંત એક અનોખું આકર્ષણ એ છે કે ફિલ્મમાં અક્ષય ઉપરાંત સાઉથના ત્રણ સુપરસ્ટાર પ્રભાસ, મોહનલાલ અને શિવા રાજકુમાર લીડ રોલમાં છે. એકવીસમી સદીમાં પેન ઈન્ડિયા ફિલ્મનું ચલણ વધી રહ્યું છે. કોઈ ફિલ્મ એક અથવા ક્યારેક બે ભાષામાં શૂટ કરવામાં આવે અને પછી પાંચ કે એથી વધુ ભાષામાં ડબ કરી રિલીઝ કરવામાં આવે છે. આવા પ્રયાસોને કારણે આ હિન્દી ફિલ્મ અને આ સાઉથની ફિલ્મ એવા ભેદભાવ ઓછા થઈ રહ્યા છે. દર્શકોને વરાયટીનો લાભ મળે જ છે, એક્ટરનું માર્કેટ પણ વિસ્તરે છે. સાઉથના સ્ટારની હાજરી હિન્દી ફિલ્મ જોતા દર્શકો માટે એકંદરે આકર્ષણ સાબિત થઈ રહી છે. કન્નાપ્પા' સફળતા મેળવશે તો અક્ષયના ખાતામાં એક હિટ ફિલ્મ ઉમેરાવાની સાથે સાઉથની ફિલ્મોની ઓફરની સંભાવના વધશે જે એક્ટર અને દર્શકો એમ બંને પક્ષે લાભદાયી રહેશે. સાઉથના ત્રણ સુપરસ્ટાર અને અક્ષય એમ ચાર એક્કાના આ ખેલમાં દરેક કલાકારને તગડી ફી પણ ચૂકવવી પડશે જે બજેટને બિગ બનાવી દેશે. પૌરાણિક કથા કે પાત્રોને આધુનિક સ્વરૂપમાં રજૂ કરવાનું ચલણ વધી રહ્યું છે. કોઈને આવકાર મળે છે તોઆદિપુષ’ જેવી પીટાઈ પણ જાય છે. `કન્નાપ્પા’નું શું થશે એ તો પ્રેક્ષક માઈબાપ જ જાણે. સાઉથનું તરણું ઝાલ્યું એનો અક્ષયને કેટલો લાભ થશે એ અત્યારે માત્ર અટકળનો વિષય છે.

અક્ષય કુમારના દક્ષિણાયનનો પ્રારંભ થયો હતો 31 વર્ષ પહેલાં. 1993માં દ્વિભાષી ફિલ્મ અશાંત' હિન્દી ઉપરાંતવિષ્ણુ વિજય’ નામ સાથે કન્નડમાં રજૂ થઈ હતી. કેશુ રામસે દિગ્દર્શિત વિષ્ણુ વિજય' બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી જ્યારેઅશાંત’ સુપરફ્લોપ હતી. કન્નડ ફિલ્મના સુપરસ્ટાર ડો. વિષ્ણુવર્ધનની લોકપ્રિયતા સાઉથની ફિલ્મની સફળતામાં પૂરક સાબિત થઈ હતી. ત્યારબાદ અક્ષયના હિન્દી ફિલ્મોમાં માનપાન એટલા વધી ગયા કે દક્ષિણ દિશામાં નજર દોડાવવાની તેની પાસે નહોતી ફુરસત કે નહોતી ઈચ્છા. વિષ્ણુ વિજય'ના પૂરા 25 વર્ષ પછી સાઉથના અગ્રણી દિગ્દર્શક શંકર (અનિલ કપૂરનીનાયક’ના દિગ્દર્શક)ની 2.0'માં અક્ષય રજનીકાંત સાથે જોવા મળ્યો હતો. જોકે, શંકરની 2018ની ફિલ્મના પક્ષી રાજનના રોલ માટે અક્ષય પ્રથમ પસંદગી નહોતો અને આ વાત ખુદ ડિરેક્ટર શંકરે એક ઈન્ટરવ્યૂમાં કહી છે. કમલ હસન અને આમિર ખાન સાથે મેળ ન પડ્યો એટલે હોલીવૂડ ફિલ્મના એક્શન સ્ટાર આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર સાથે શંકરની વાતચીત થઈ હતી. જોકે, હોલિવૂડ સ્ટારની તોતિંગ પૈસાની માંગણીને પગલે એના નામ પર ચોકડી મારવી પડી હતી. ત્યારબાદ અક્ષયને સાઈન કરવામાં આવ્યો હતો. એ રીતે જોતાકન્નાપ્પા’ અક્ષયની સાઉથની ત્રીજી અને પ્રથમ તેલુગુ ફિલ્મ છે.

દસ વર્ષ પહેલાં પ્રભાસ કેવળ તેલુગુ ફિલ્મના સ્ટાર તરીકે જ લોકપ્રિય હતો. 2015માં એસ એસ રાજામૌલીની દ્વિભાષી ફિલ્મ બાહુબલી: ધ બિગિનિંગ' આવી, 2017માંબાહુબલી ર: ધ કનકલુઝન’ આવી અને અને બાપ – બેટા (અમરેન્દ્ર બાહુબલી અને મહેન્દ્ર બાહુબલી)ના રોલમાં ચમકી પ્રભાસ દેશભરમાં ડાર્લિંગ બની ગયો. ફિલ્મ બની હતી તેલુગુ અને તમિળમાં પણ એને હિન્દીમાં ડબ કરવામાં આવી અને હિન્દી ફિલ્મ જોનારા દર્શકોએ પ્રભાસના ઓવારણાં લીધાં. સાઉથના અને ખાસ તો તેલુગુ ફિલ્મના દર્શકો સુધી સીમિત રહેલો ચહેરો રાજ્યોની સરહદો કૂદાવી ચારે દિશામાં ગુંજી ઉઠ્યો. ત્યારબાદ સાહો',રાધેશ્યામ’ અને આદિપુષ' નામની તેલુગુ - હિન્દી દ્વિભાષી ફિલ્મોથી પ્રભાસને હિન્દી ફિલ્મ રસિયાઓમાં વધુ સ્વીકૃતિ મળી. આ સિવાય રિલીઝ પહેલા ખૂબ ગડગડાટ કરનારી નાગ અશ્વિનની સાયન્સ ફિક્શન ફિલ્મકલ્કી 2898
એ.ડી.’માં પણ પ્રભાસ મહત્ત્વની ભૂમિકામાં છે. અક્ષય – પ્રભાસને પડદા પર સાથે જોવાનું કુતૂહલ દર્શકોમાં ચોક્કસ રહેવાનું. ફિલ્મ માટે સાઈન કરવામાં આવેલા સાઉથના બીજા સુપરસ્ટાર છે મોહનલાલ.
સાઉથની ચાર ભાષામાં સરખામણીમાં ઓછું ગ્લેમર ધરાવતી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોહનલાલનો દબદબો છે. પ્રથમ 13 વર્ષમાં 200 ફિલ્મ કરનાર આ કલાકાર એક્ટિંગ ઉપરાંત ફિલ્મના નિર્માણ, દિગ્દર્શન અને ડિસ્ટ્રિબ્યુશન સાથે સંકળાયેલો છે. અને હા, ગાયક સુધ્ધાં છે. પચાસેક ગીત તેમના નામ સામે બોલે છે. મુખ્યત્વે હિન્દી ફિલ્મ જોતા દર્શકોને મોહનલાલનો પરિચય થયો રામગોપાલ વર્માની કંપની' ફિલ્મથી. એમાં પોલીસ ઓફિસરના રોલ માટે આઈફા અને સ્ક્રીન તરફથી બેસ્ટ સપોર્ટિંગ એક્ટરના એવોર્ડ મળ્યા હતા. આ સિવાય હિન્દી ફિલ્મમાં કોઈ નોંધપાત્ર કામગીરી મોહનલાલની નથી, પણ અજય દેવગણની દર્શકોનો આવકાર મેળવનારદ્રશ્યમ’ અને `દ્રશ્યમ 2′ ફિલ્મ એ જ નામની મલયાલમ ફિલ્મની રિમેક છે જેમાં મોહનલાલ લીડ રોલમાં હતા. આમ મોહનલાલનો ચહેરો પણ સાવ અજાણ્યો નથી.

અક્ષય સાથે જોવા મળનારા સાઉથના ત્રીજા સુપરસ્ટાર શિવા રાજકુમાર વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. આ એક્ટરની ઓળખાણ એ રીતે આપી શકાય કે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રતિષ્ઠિત દાદસાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર પ્રથમ અભિનેતા ડો. રાજકુમારનો પુત્ર છે. ચંદનના દાણચોર તરીકે કુખ્યાત વીરપ્પનએ ડો. રાજકુમારનું અપહરણ કરી સાડા ત્રણ મહિના અજ્ઞાતવાસમાં રાખ્યા પછી છોડી મૂક્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza