મેટિની

બોલીવુડની રંગબેરંગી પાર્ટીઓ

વિશેષ -ડી. જે નંદન

હાલમાં અભિનેત્રીથી રાજનેતા બનેલી કંગના રનૌતે એક પોડકાસ્ટમાં ખુલાસો કર્યો કે બોલીવુડની ફિલ્મી પાર્ટી તેને માટે ક્યારેક ટ્રોમા રહી હતી. બોલીવુડની ફિલ્મી પાર્ટીઓને લઈને આ એકલી કંગના રનોતની ટિપ્પણી નથી. બોલિવુડમાં થતી પાર્ટી અગણિત રંગબેરંગી અને હેરાન કરનારી હોય છે. શોભા ડેના શબ્દોમાં કહીએ તો પાર્ટીમાં કહાની સભર ટીપ્પણી હંમેશાં હવામાં તરતી હોય છે. બોલીવુડનું નામ લેતા આંખોની સામે સ્ટારડમથી છલકાતી સેલિબ્રિટી પાર્ટી નજર સમક્ષ આવે છે. ફિલ્મી પાર્ટીઓ હંમેશાં એક રંગની નથી રહી અથવા તો પાર્ટીની શોભા વધારનાર હસ્તીઓ પણ એક રહી નથી.

એક તરફ બોલીવુડની અનેક સેલિબ્રિટી પાર્ટીઓમાં વિચિત્ર પીણા પીને તમાશો કરવા માટે મશહુર છે. પહેલાં પણ આવી સેલિબ્રિટી જોવા મળતી હતી. અમુક હસ્તીઓ એવી છે કે બે પેગ પીએ કે તેમની અંદર જ્ઞાનગંગા પ્રવાહિત થવા લાગે છે. આ સમયે તમે તેમને દુનિયાનો કોઈ સવાલ પૂછો તો તમને અંતિમ સ્વરૂપનો જવાબ મળશે. કરણ જોહર, રણવીર સિંહ અને જૂના સિતારોમાં ધર્મેન્દ્ર અને અનિલ કપુર આ શ્રેણીમાં આવે છે. સંજય દત્ત ઉર્ફે સંજુબાબા પણ આ ગેંગનો ભાગ છે.

આનાથી વિપરિત બોલીવુડના અનેક સ્ટાર એવા છે જેમણે ફિલ્મી પાર્ટી સાથે છત્રીસનો આંકડો છે. આમાં આમિર ખાન, નાના પાટેકર, મનોજ વાજપેયી, નસીરુદ્દીન શાહ અને રેખાનો સમાવેશ થાય છે. એક સમય પછી આમાં કંગના રનૌત પણ સામેલ થઈ. બોલીવુડની નવી પેઢીની વાત કરીએ તો સારા અલી, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કાર્તિક આર્યન, રણવીર સિંહ અને અનન્યા પાંડે યુવા પાર્ટીબાજ તરીકે પ્રખ્યાત છે. જોકે એવા લોકોની જમાત પણ નાની નથી જે ફિલ્મી પાર્ટીનો વિરોધ કરે છે અને એને બેજવાબદારી અને અય્યાસી ગણાવે છે. એક જમાનો એવો પણ હતો કે અમુક સિતારાઓ તેમની શાનદાર પાર્ટીઓ માટે જાણીતા હતા. તેમની પાર્ટીના કિસ્સા ફિલમવાળા જ નહીં, પરંતુ ફિલ્મી ફોટોગ્રાફરમાં હજી પણ ચર્ચાય છે. દાખલા તરીકે ચાર દાયકા પહેલાંના રાજકપુર, દેવાનંદ અને દિલીપ કુમાર તેમના અભિનયની સાથે તેમની પાર્ટીઓ માટે પણ પ્રખ્યાત હતા.

રાજકપૂરના નિધનને સાડાત્રણ દાયકા વીતી ગયા છે, પરંતુ તેમની હોલી પાર્ટી આજે પણ બોલીવુડની પાર્ટી સંસ્કૃતિની પ્રતીક છે. આજે પણ બોલીવુડની હોલી અને દિવાળી પાર્ટી એટલી વિખ્યાત છે કે એમાં તમને આમંત્રણ મળે તો તમને તમે બોલીવુડના એક નંબર સર્કલનો હિસ્સો બની ગયા એવી અનુભૂતી થશે. દિલીપ કુમાર અને દેવાનંદ પાર્ટીઓ કરવામાં ઓછો રસ લેતા નહોતા. દિલીપ કુમારના ઘરે થનારી પાર્ટીમાં પાકિસ્તાનના સંગીતકાર ખાસ મહેમાન તરીકે આવતા. દેવાનંદની પાર્ટીમાં દેશના જ નહીં, પરંતુ વિદેશના અનેક મહેમાન આવતા.

જો વિશુદ્ધ મસ્તી અને મદ્યપાન કરવાની પાર્ટીની વાત કરીએ તો પ્રકાશ મહેરા, મનમોહન દેસાઈની ફિલ્મી પાર્ટી ઘણી જાણીતી હતી. હાલના સમયમાં શાહરુખ ખાન અને સલમાન ખાનની પાર્ટી લેવિસ ખાનપાન માટે જાણીતી છે. ફિલ્મ ઉદ્યોગમાં અલગ અલગ હસ્તીનો ફિલ્મી પાર્ટી સાથે ભીન્ન પ્રકારનો સંબંધ છે. એક જમાનામાં રાજેશ ખન્ના અને હાલમાં રણબીર સિંહ અને દીપિકા પાદુકોણ ફિલ્મી પાર્ટીનો આત્મા છે. દરેક જણ તેમને બોલાવવા માગે છે. જોકે આશ્ર્ચર્યની વાત એ છે કે તેઓ કદી પાર્ટી આપતા નથી. ફિલ્મી ફોટોગ્રાફરોને એ યાદ નથી કે તેમણે કાકાએ દીધેલી પાર્ટીમાં ક્યારે હાજરી આપી હતી. હકીકતમાં પાર્ટીની બાબતમાં અલગ વ્યક્તિત્વોની અલગ કહાણી હોય છે. કોરોના પછી બોલીવુડની પાર્ટીમાં ઘટાડો થયો છે. જોકે ગયા વર્ષથી બધુ કામકાજ સામાન્ય થયું અને કોરોનાનો ડર જતો રહ્યો ત્યારે ફિલ્મી પાર્ટીનો સીલસીલો ફરી શરૂ થયો. વરુણ ઘવન કહે છે એમ આજકાલની પેઢી પાર્ટીને અન્જોય કરતી વખતે પણ સચેત રહે છે. આથી પહેલાના જમાના જેવી મજા આવતી નથી. પહેલાના જમાનામાં બેફિકર બનીને પાર્ટીને એન્જોય કરવામાં આવતી.

જ્યાં સુધી ટી સિરીઝના માલિક ગુલશન કુમાર જીવંત હતા ત્યાં સુધી તેમને ત્યાં કોઈના કોઈ બહાને પાર્ટી થતી. એસ. ચોપડા પણ મોટી પાર્ટી દેવા માટે શોખીન હતા. જોકે તેમની ફિલ્મી પાર્ટી એલીટ રહેતી અને એમાં શાયરીની મહેફીલ લાગતી. અલબત્ત પાર્ટીનું એક કલ્ચર કદી બદલાયું નથી, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ બનાવનાર કલાકાર ઓરી કહે છે કે દરેક પાર્ટીમાં એક ઈનર સર્કલ હોય છે જે મોડે સુધી રોકાય છે અને મુખ્ય પાર્ટી પૂરી થાય ત્યાર બાદ તેમની અસલ પાર્ટી શરૂ થાય છે. આથી કોર ગ્રૂપમાં એવા કલાકારો દેખાય છે જે પાર્ટી માણે છે. રણવીર કપુર, આલિય ભટ્ટ, કાજોલ, અજય દેવગન અને મુંબઈમાં હોય તો પ્રીયંકા ચોપડા પણ આ ખાસ પાર્ટીબાજોનો હિસ્સો હોય છે.

આ જૂથ કદી કોઈ પણ વ્યક્તિ સાથે ખુલીને પાર્ટી નથી કરતો. ખાસ કરીને જેની સાથે તે કમ્ફર્ટેબલ ન હોય. આથી ફિલ્મી પાર્ટીનો એ અંદાજ અને રૂપ નથી જે કંગના રનૌતે જોયું છે અને જેણે તેે મેન્ટલ ટ્રોમા કહે છે. ફિલ્મી પાર્ટી વિવિધ પ્રકારની હોય છે અને ભવિષ્યમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેશે. પછી ભલેને એની પાછળ કેટલી પણ કથાને જોડવામાં આવે.

Show More

Related Articles

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો