મેટિની

કેરોલિના રીપર પ્રકરણ-૭

વો ખૂન સે ખેલનેવાલે નેતા હય જી

પ્રફુલ શાહ

આકાશ ગુસ્સામાં હતો. કિરણ, ધ્યાનથી સાંભળ.મારા જીવતેજીવ આ ડાયરી તને કે કોઈને વાંચવા આપવાનો નથી

એટીએસના પરમવીર બત્રા અને મુરુડ પોલીસસ્ટેશનના ઈનચાર્જ પ્રશાંત ગોડબોલે દૂરથી ‘હોટલ પ્યોર લવ’ના કાટમાળને જોઈ રહ્યા હતા. હોટેલ અને આસપાસના એરિયાને ‘ક્રાઈમ સીન’ ગણીને સામાન્યજનો માટે પ્રવેશબંધી અમલમાં મુકાઈ ગઈ હતી. બત્રા અને ગોડબોલે જાણતા હતા કે ભયંકર ધડાકાઓમાં કંઈ બચ્યું હોય અને પોતાને મળે એવી શક્યતા જવલ્લે જ હતી. એટીએસની ટીમ આસપાસ નિરીક્ષણ કરી રહી હતી.
“ભઈ, એક્ચ્યુઅલી કિતને લોગ અંદર થે બ્લાસ્ટસ કે વક્ત જી?
“સર, વૉચમેન પાટિલના કહેવા મુજબ પાંચેક કપલ ગેસ્ટ તરીકે અંદર હતાં.
આઠ દસ જણાનો સ્ટાફ પણ હતો અંદર.
“હમ્મ, વો મેનેજર ભી અંદર હી થા ના જી?
“યસ સર.
“વૉચમેન પાટિલ સે હોટેલ કે સ્ટાફ કે નામ, નંબર, પત્તે લે લિએ હોગે જી?
“જી, નામ સબ મિલ ગયે. નંબર ચાર લોગ કે થે ઉસ કે પાસ.
“મેનેજર કા નામ, પતા ઔર નંબર મિલા હય જી?
“નામ ઔર ફોન નંબર મિલ ગયા. મગર પત્તા નહીં હૈ ઉસ કે પાસ.
“ગુડ, ઔર યે હોટેલકા માલિક કૌન હય જી?
“બમ્બઈ કા હૈ કોઈ પટેલ શેઠ.
“વહ આયા નહીં જી અબતક?
“બુલાયા હૈ. હેલ્થ પ્રૉબ્લેમ બનાકર ટાલ રહા હૈ ઉસકા આદમી. મગર કલ આને કા પ્રોમિસ દિયા હૈ.
“અચ્છા જી ચલો કલ હી સહી આપકો ક્યાં જાનના હૈ હય ઈસ બ્લાસ્ટ્સ કે બારે મે? હોટેલ કી ઈમેજ કયસી હય જી?
“સર, હોટેલની ઈમેજમાં વિશેષ કંઈ નથી. એ કપલ ફ્રેન્ડલી હોટેલ તરીકે આ વિસ્તારમાં જાણીતી છે. વધુ કંઈ માહિતી હોય તો એ મેળવવા મેં મારા એક ખબરીને કામે લગાડી દીધો છે.
“ઉસ કો ફાસ્ટ મોડ પે લે આ ઓ. કુછ જ્યાદા પૈસેવૈસે દેને હે જી ઉસકો?
“નહીં, નહીં. આજ હી ઉસે બુલાતા હું જો ભી મિલા હો વો જાનને કે લિએ…
“વો સોર્સ તો આપ કા હય યદિ આપ ચાહે તો મૈં ઉસે મિલ સકતા હું જી?
“સ્યૉર વ્હાય નોટ સર?
“યાર, એક બાત હય કિ શહર યા ગાંવ જીતના છોટા, ઉતને લોગ સચ્ચે ઉતની હી પોલીસ ભી અચ્છી. ક્યાં સમજે જી? આટલું બોલીને બત્રા હસવા માંડ્યા અને ગોડબોલેએ આભાર માટે હાથ જોડ્યા.
“મુરુડ કે આસપાસ કૌન સે ફેમસ ટારગેટ હો સક્તે હય?
“કિલ્લે, મંદિર, ડેમ, તાલાબ, મ્યુઝિયમ, મહલ, ક્વીન્સ પેલેસ…
“ઓકે જી. આપ કો લગતા હય કી ઈસમેં સે કોઈ ટેરરિસ્ટ કા ટારગેટ હો સકતા હયજી?
“સર, મુઝે તો નહીં લગતા હૈ મગર ટેરરિસ્ટ કે બારે મેં કુછ કહના મુશ્કિલ હૈ…
“હા, વો ભી પોલિટિશ્યન હેંય. ખૂન સે ખેલનેવાલે નેના લોગ હય જી. ટારગેટ નહીં હય મતલબ કોઈ ધમકી ભી નહીં હોગી, સચ કહાં જી મૈનેં?
“યસ સર.
“ફિર ભી બ્લાસ્ટસ હુએ. ઢેર સારે. ચેલેન્જ બડી હય, મજા આયેગા અબ.


કિરણ થોડીવારે સ્વસ્થ થઈ. એનું ગળું, સૂકાતું હતું. રૂમમાં ફ્રીઝ હતું. સામે નાઈટ લેમ્પની બાજુમાં પાણીનો ભરેલો જગ અને બાજુમાં ભરેલો ગ્લાસ પણ ઢાંકેલો પડ્યો હતો. પણ તેણે પાણી ન પીધું. જાણે આ રૂમ કે એવી કોઈ ચીજ પર પોતાનો હક ન હોય એવું લાગ્યું.
તેણે ફરી ટિપોયનું ડ્રોઅર ખોલ્યું. ડરતાં-ડરતાં અંદર નજર નાખી. એ ભયંકર વસ્તુ હજી ત્યાં જ હતી, જાણે એને ઘુરકિયા કરતી હતી. એ એક ડાયરી હતી, ગોલ્ડન કલરના પુઠ્ઠાવાળી કિરણને બરાબર યાદ છે કે લગ્નના લગભગ આઠેક મહિના બાદ બેડરૂમમાં આકાશ ડાયરી લખતો હતો, ત્યારે કિરણ અંદર આવી હતી.
કિરણને ખુશી થઈ કે એનો વર ડાયરી લખવા જેટલો સજ્જ, સજાગ, સંવેદનશીલ અને નિયમિત છે. કિરણે લાડમાં કહ્યું કે વાહ મને ય બતાવો કે શું લખો છે? જાણે જીવતો સાપ ઉપર ફેંકાયો હોય એમ આકાશ અકળાઈ ગયો. “જીવનમાં ફરી ક્યારેય આવી ઈચ્છા વ્યક્ત કરતી નહીં. આ મારી ડાયરી નથી, મારા જીવનના અણમોલ પળ છે.
“પણ એમાં જીવન-સાથી તો ભાગીદાર બની જ શકે ને?
“ના, મારા સિવાય કોઈ એને સ્પર્શ સુધ્ધાં ન કરી શકે.
કિરણે થોડી રોમેન્ટિક થઈને બોલી, “હવે જે છે એ આપણા બન્નેનું સહિયારું ગણાય. તમતમારે મન થાય ક્યારે મને ડાયરી વાંચવા આપજો, બસ?
“પ્લીઝ કિરણ ધ્યાનથી સાંભળી લે પહેલી અને છેલ્લીવાર. મારા જીવતેજીવ તો હું આ ડાયરી તને કે કોઈને વાંચવા આપવાનો નથી.
“પ્લીઝ એવું ન બોલો આકાશ.
“નો, આઈ રિયલી મીન ઈટ. કાં મારા મર્યા પછી તું આ ડાયરી વાંચી શકીશ કાં તું વાંચતી હોઈશ ત્યારે હું મરી ચુક્યો હોઈશ. સમજી તું?
ડાયરી સુધી ગયેલો હાથ જાણે ભડભડ બળતા કોલસાને એક ચીસ પાડીને કિરણ ઊભી થઈને રૂમની બહાર દોડી ગઈ. ખુલ્લા ડ્રોઅરમાં પડેલી ગૉલ્ડન ડાયરી પર જાણે કિરણના આંસુ તરફડી રહ્યાં હતાં.


શંભુ ભાઉં. ઉંમર ૪૨ની પણ લાગે માંડ ૩૫-૩૬નો સત્તાવાર રીતે કહેવાય કે એ ધંધો કહો કે નોકરી કંઈ કરતો નથી. છતાં સતત વ્યસ્ત હોય, એકદમ ડિમાન્ડમાં હોય. કાયમ બન્ને કાનમાં અત્તરના પુંભડા હોય. ક્યારેય ધૂમ્રપાન ન કરે પણ ઘર બનાવટની બીડીનું બંડલ કાયમ સાથે રાખે ને રાખે. એકાદ બીડી જમણા કાન પર ભરાવેલી દેખાય.
મુરુડ પોલીસ સ્ટેશના ઈનચાર્જ ઈન્સ્પેક્ટર પ્રશાંત ગોડબોલે અને એટીએસના પરમવીર બત્રા બ્લાસ્ટ્સ અંગેના પાટિલ અને નંદુએ આપેલા સ્ટેટમેન્ટની સરખામણી કરતા હતા, ત્યાં એક કોન્સ્ટેબલે આવીને કહ્યું, “સર, શંભુ ભાઉં આવ્યા છે.
“એને અંદર મોકલ. સાથે ગરમ દૂધ, ચા અને લસ્સીનો ઓર્ડર આપી દે. કોન્સ્ટેબલ બહાર ગયો એની એક જ મિનિટમાં શંભુભાઉંની પધરામણી થઈ.
“રામ રામ મંડળી.
ગોડબોલેએ હસીને ‘રામ રામ’ના પ્રતિસાદ સાથે ખુરશી ભણી ઈશારો કરીને કહ્યું, “બેસો ભાઉં.
શંભુભાઉં ખુરશી પર બેઠા. તરત બન્ને પગ ઊંચા લઈને પલાઠી વાળી. “બોલો ગોડબોલે સાહેબ. શો આદેશ છે?
“ભાઉં, પહેલા એક ઓળખાણ કરાવું? આ છે બત્રા સાહેબ. પરમવીર બત્રા, એટીએસમાં છે.
“એટીએસ… ઓહોહો… મોટુંમોટું નામ લાગે… નમસ્તે બત્રા ભાઉં.
બત્રાએ હસીને ‘નમસ્તે દોસ્ત’નો પ્રતિસાદ આપ્યો.’
“ભોલેનાથ જાણે છે કે આપ બન્ને બહુ બિઝી છો. કદાચ ટેન્શનમાં ય છો. બૉમ્બ બ્લાસ્ટ્સને લીધે, તો મૂળ વાત પર આવીએ?
“ભાઉં. જે મળ્યું એ કહી દો.
“આમ તો ખાસ કંઈ મળ્યું નથી. કંઈ અસાધારણ નથી. બે બાબત ખૂંચે છે એક હોટેલનો મેનેજર એનડી. બીજો એનો માલિક પટેલ શેઠ.
બત્રાએ શંભુભાઉં સામે જોયું. “પહલે એનડી યે આતે હય જી.
એમની સામે જોયા વગર શંભુભાઉં ગોડબોલે તરફ જોઈને બોલ્યા. “એનડીનું આગળ પાછળ કોઈ કંઈ જાણતું નથી. એ ક્યાંનો રહેવાસી છે, કોનો દીકરો, વર, ભાઈ કે બહેન છે એની કોઈ માહિતી નથી. જાણે આકાશમાંથી ટપક્યો હોય. પાછો ક્યા દિવસે ક્યાં ટપક્યો એની પણ જાણકારી મળતી નથી.
“બીજું કંઈ, ભાઉં?
“અચાનક એ આ જમીન પટેલ શેઠને અપાવે છે. બ્રોકરેજ લે છે. પછી ત્યાં હોટેલ બાંધવાની જવાબદારી લે છે અને પછી મેનેજર તરીકે નોકરી ય કરે છે છેલ્લાં ત્રણેક વર્ષથી. જો એ માત્ર દલાલ હોય તો શેઠે એને બાંધકામના સુપરવિઝનની જવાબદારી શા માટે સોંપી? એની એવી કંઈ લાયકાત હતી? પછી હોટેલનો મેનેજર પણ બનાવી દીધો? પછી કંઈ સમજાતું નથી. એ ત્રણ વર્ષથી મુરુડમાં રહે છે પણ કોઈ સાથે સંબંધ બાંધ્યા નથી. કોઈ સાથે ઓળખાણ નથી, કોઈ દોસ્ત નથી, ગર્લફ્રેન્ડ નથી. વિચિત્ર ન લાગે? હા, દોઢ-બે મહિને બે દિવસ માટે ક્યાંક જાય પણ કોઈ લાંબી રજા લીધી નથી.
બત્રા એકદમ ખુશ થઈ ગયા. “વાહ શંભુભાઉં વાહ. એકદમ ડિટેકટિવ જયસા કામ હય આપ કા જી. મગર વો તો મર ગયા… શાયદ.
શંભુભાઉંએ જમણા કાન પરથી બીડી કાઢીને મોઢામાં મૂકી, ને એસ્ટ્રે નજીક ખેંચી. એ બીડી ચાવવા માંડ્યો. થોડી થોડી વારે બીડીના ટુકડા તોડીને એસ્ટ્રેમાં મૂકતો જાય. બત્રા કંઈક બોલવા ગયા પણ ગોડબોલેના ઈશારાથી ચૂપ રહ્યા.
ત્યાં જ કૉન્સ્ટેબલે આવીને દૂધ, ચા અને લસ્સીના ગ્લાસવાળી ટ્રે ટેબલ પર મૂકી. ગોડબોલેએ લસ્સી અને બત્રાએ ચાનો કપ ઉપાડ્યો એ શંભુભાઉંએ જોયું. એની આંખમાં ચમક આવી ગઈ. મોઢામાંથી બીડી કાઢી. દૂધ પરની મલાઈ આંગળીથી ઉપાડીને મોઢામાં મૂક્યા બાદ શંભુભાઉં એક જ શ્ર્વાસે ગરમાગરમ દૂધ ગટગટાવી ગયો. પછી ગોડબોલે અને બત્રા સામે હાથ જોડીને બોલ્યો, “આવું થોડીવારમાં.
બન્ને કંઈ જવાબ આપે એ પહેલા એ કેબિનની બહાર નીકળી ગયો.


‘હોટેલ પ્યૉર લવ’માં શ્રેણીબધ્ધ ધડાકાઓથી થયેલા મોત છતાં એટીએસ કે પોલીસ પાસે ચોક્કસ આંકડા નહોતા કે ખરેખર અંદર કેટલાં મર્યા હતા? મરનારા કોણ હતા એની ય જાણ હજી સુધી પડી નહોતી? એટલે કોણે માર્યા કે ધડાકા કર્યા-કરાવ્યા એ સવાલનાં જવાબ સુધી પહોંચવાની એક કડી મળતી નહોતી.
મહારાષ્ટ્રના એ.ટી.એસ. તરફથી રાજ્યભરની પોલીસ પાસેથી મિસિંગ પર્સન્સની યાદી મંગાવાઈ. સાથોસાથે પરમવીર બત્રાએ પોતાના માણસોને મુરુડ અને સોશ્યલ મીડિયા પણ ફેંદી નાખવાનો આદેશ આપ્યો.
શંભુભાઉંએ કીધું હતું એમ મુરુડમાં એનડીને કોઈ કરતા કોઈ સાથે સંબંધ નહોતા. બાર, સલૂન, પાનવાળા, મેડિકલ સ્ટોરવાળા કોઈ કરતા કોઈ એને ઓળખતું નહોતું. આ કંઈ રીતે શક્ય બની શકે? એ કોયડો બત્રાને મૂંઝવતો હતો, ત્યાં નવો લોચો સામે આવ્યો. સોશ્યલ મીડિયા પર નહોતી એનડીની કોઈ ફુટ પ્રિન્ટ કે નહોતી ક્યાંય હાજરી. કોઈ માણસ સાવ એકલોઅટુલો કેવી રીતે રહી શકે? શા માટે ? એ કંઈ તપસ્વી કે મહાન આત્મા તો નહીં જ હોય. બત્રાને લાગ્યું કે આ એનડી બ્લાસ્ટ્સ કેસના ઉકેલમાં મહત્ત્વની કડી ચોક્કસ બની શકે.
કંઈક યાદ આવતા બત્રાએ તરત વૉચમેન પાટિલને બોલાવ્યો. પાટિલ એકદમ રડમસ થઈને બત્રાનાં પગમાં પડી ગયો.”સાહેબ, મી કાય નાહિ કેલા. મી નિર્દોષ આહે… બત્રાએ પ્રેમથી ખભા પકડીને અને ઊભો કર્યો.
“પાટિલ, તમને ખબર છે ને કેટલા મોટા અને કેટલા બધા ધડાકા થયા છે?
“હા, સાહેબ. સાચી વાત. થોડી ઊંઘ આવે તો ય એ ધડાકાના સપના આવે છે ને ઝબકીને ઊઠી જાઉં છું.
અત્યાર સુધી પાટિલનું બૅકગ્રાઉન્ડ લગભગ પૂરેપૂરું ચેક કરાવી ચૂકેલા બત્રાએ એમને સામે બેસાડ્યા. બેલ મારીને બન્ને માટે ચા મંગાવી. “જુઓ પાટિલ. અમને ખબર છે કે તમારો આ ધડાકામાં કોઈ રોલ નથી. પણ ધડાકાના સ્થળ તમે હાજર હતા, જ્યાં વિસ્ફોટ થયો ત્યાં તમે કામ કરતા હતા. એટલે તમે અમને ખૂબ મદદ કરી શકો એમ છો.
“સાહેબ, એ દિવસે શું થયું એ મેં બધેબધું વૃંદા મેડમ, ગોડબોલે સાહેબ અને બીજા પોલીસવાળાને ઘણીવાર કરી દીધું છે.
“એ બધું જવા દો. મને કહો કે આ એનડી કેવા માણસ હતા?
“મને ક્યારેય હેરાન કર્યો નથી. પગાર કાપ્યો નથી. વધુ પડતું ગદ્ધાવૈતરું કરાવ્યું નથી.
“સરસ, એમને કોઈ મળવા આવતું હતું?
“ના, ક્યારેય આવ્યું હોય એ મેં જોયું નથી.
“તમારે ક્યા દિવસે રજા હોય?
“હું તો વૉચમેન અને પાછું નાનું ગામ. માંડ માંડ નોકરી મળે એમાં રજાની વાત ન થાય.
“તો તમે ઘરે ક્યારે જાઓ?
“સાહેબ, મારું ગામ તો બહુ દૂર છે. ઘણાં સમયથી ગયો નથી. વાઈફને મુરુડમાં જ લાવ્યો છું. છોકરા! છૈયા નથી એટલે જ્યાં રહીએ ત્યાં ગાડું નભી જાય.
“એનડી ક્યારેય ક્યાંય બહાર જતા હતા?
“હા, દોઢ-બે મહિને ક્યાંક જતા હતા. મોટા ભાગે બે દિવસ રોકાતા હતા.
“ક્યાં જતા હતા?
“એ તો નથી બોલ્યા. પણ એસટી સ્ટેન્ડમાં એક-બે જણે પૂછયું કે તારા સાહેબ વાઈના રહેવાસી છે?


Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…