મેટિની

ઓટીટી V/S થિયેટર શું ઓટીટી થિયેટરનો વિકલ્પ બની શકે?

વિશેષ -ડી. જે. નંદન

જો કે આ ચર્ચા હવે ઘણા વર્ષો જૂની છે, પરંતુ હાલમાં આ ચર્ચાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે, કારણ કે અહીં ઘણી ફિલ્મોની હાલત ખૂબ જ ખરાબ છે, જેની સરખામણીમાં હીરામંડી જેવી કેટલીક વેબ સિરીઝે ઓટીટીમાં સારો બિઝનેસ કર્યો છે, પરંતુ પ્રશ્ર્ન એ છે કે શું ઓટીટી ખરેખર થિયેટરોનો વિકલ્પ બની શકે છે? ચોક્કસપણે લાગતું નથી કે આવું થશે. ભલે ઓટીટી વિકલ્પ સસ્તો અને વધુ લોકશાહી લાગે છે, પરંતુ આ સસ્તા અને લોકશાહી વિકલ્પ માટે જરૂરી પ્રારંભિક રોકાણ અને પૃષ્ઠભૂમિ દરેક વ્યક્તિ માટે શક્ય નથી. જ્યાં સુધી સિંગલ ટોકીઝનો વિકલ્પ હતો ત્યાં સુધી એક સામાન્ય માણસ નાના શહેરોમાં ૨૦ થી ૫૦ રૂપિયામાં ફિલ્મો જોવાનો શોખ પૂરો કરી શકતો હતો. હવે, જો કે મોટા શહેરોમાં, ખાસ કરીને મહાનગરોમાં સિંગલ ટોકીઝ જેવા કોઈ વિકલ્પો બાકી રહ્યા નથી, તેમ છતાં વિચિત્ર સમયની સ્ક્રીનિંગ અને અન્ય એવા ઘણા સમાન વિકલ્પો છે, જેના કારણે સામાન્ય માણસ મલ્ટિસ્ક્રીનમાં પણ ૧૦૦ થી ૨૦૦ રૂપિયામાં મૂવી જોઈ શકે છે. જો કે, ઓટીટીનો વિકલ્પ આ બીજા વિકલ્પ કરતા ઘણો સસ્તો લાગે છે. કારણ કે મોટાભાગની બ્રોડકાસ્ટિંગ કંપનીઓ મહિનાના રૂ. ૨૦૦ થી રૂ. ૩૦૦ ના વિકલ્પ પર ઓટીટી એટલે કે ઓવર ધ ટોપ મનોરંજન જોવાની તક પૂરી પાડે છે.

પરંતુ સૌ પ્રથમ, આ વિકલ્પનો આનંદ માણવા માટે, તમારી પાસે આધુનિક એન્ડ્રોઈડ ફોન હોવો આવશ્યક છે, જે આજે ઓછામાં ઓછા રૂ. ૧૦,૦૦૦માં મળે છે. બીજી વાત એ છે કે ઓટીટી એ માત્ર થિયેટરોમાં બતાવવામાં આવતી ફિલ્મોનો વિકલ્પ નથી પણ એક ‘ટેસ્ટ’ છે. તમારામાં ઓટીટી જોવા માટે એક ખાસ પ્રકારના સંસ્કાર જોઇએ. જો કે, ઓટીટીમાં જેટલી અપમાનજનક અને અશ્ર્લીલ ક્ધટેન્ટ હોય છે, એટલી તો ઘણી વખત સી ગ્રેડની ફિલ્મોમાં પણ જોવા મળતી નથી. પરંતુ જે વિષયો પર ઓટીટી બનાવવામાં આવે છે તે સમકાલીન છે, ખૂબ જ ચર્ચામાં છે અને તેના પર ભાગ લેવા માટે, તમારા પાસે સમાન સ્તરનું જ્ઞાન હોવું મહત્ત્વપૂર્ણ છે. તેથી જ એવું જોવામાં આવ્યું છે કે મોટાભાગની ઓટીટી વેબસિરીઝ એવા વિષયો પર બનાવવામાં આવે છે કે જેમાં શિક્ષિત મધ્યમ વર્ગ ખૂબ રસ ધરાવે છે. એ નોંધવું પણ યોગ્ય છે કે ઓટીટી પ્લેટફોર્મ થિયેટરોને બદલી શકતું નથી કારણ કે આ પ્લેટફોર્મ પર થિયેટરોની જેમ નિયમિત ધોરણે ફિલ્મો જેવું મનોરંજન પૂરું પાડવામાં આવતું નથી. જો કે, જો તમે દેશ અને દુનિયા સાથે તાલ મિલાવતા હોવ, વિવિધ વિષયો પર તમારો પોતાનો અભિપ્રાય રાખતા હોવ અને સમાજમાં જે કંઈ થઈ રહ્યું છે તે તમને પરેશાન કરે છે, તો અહીં તમારા માટે મનોરંજનના માધ્યમો વધુ છે, પણ પછી ફરીથી એ જ કે આ સ્તરનું ક્ધટેન્ટ પચાવવા માટે કે આ સ્તરના કંન્ટેન્ટમાં રસ લેવા માટે, તમારી પાસે વિશેષ પ્રકારનું શિક્ષણ અને લેખન હોવું આવશ્યક છે. એક ખાસ શ્રેણીનું સામાજિક સ્તર હોવું પણ જરૂરી છે. તો જ તમે ઓટીટી ફ્રેડલી યુજર બની શકો છો.

કોરોના સમયગાળા દરમિયાન ઓટીટી ચોક્કસપણે વપરાશકર્તાઓનું પ્રિય બન્યું, પરંતુ ધ્યાનમાં રાખજો કે કોરોના સમયગાળા દરમિયાન, તે ફક્ત મધ્યમ વર્ગ માટે જ તેનું મજબૂત સ્થાન બનાવી શક્યું હતું. કારણ કે મધ્યમ વર્ગ પાસે આ પ્લેટફોર્મ કે આ સ્તરના મનોરંજનને પચાવવાની માનસિક ક્ષમતા જ ન હતી, પરંતુ આ બધી શ્રેણીઓ તેમની રૂચિ અનુસાર બનાવવામાં આવી હતી. જ્યારે સામાન્ય માણસની વિચારસરણી અને સમજણનું સ્તર મોટાભાગે પાયાના સ્તરે અથવા અત્યંત પ્રાથમિક સ્તરે હોય છે. તેથી જ તેને એવી ફિલ્મો ગમતી નથી જેમાં ખૂબ વિચારણા હોય અથવા તે સમાજનું દર્પણ હોય તેવી ફિલ્મો માટે તે દીવાનો નથી હોતો. સામાન્ય માણસને એવી ફિલ્મોની જરૂર હોય છે, જે તેની સમસ્યાઓથી થતા તણાવમાંથી થોડો સમય માટે રાહત આપે, તેને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓને થોડા કલાકો માટે ભૂલી શકે અને આ બધું કરવા માટે તેણે પોતાના મગજ પર વધુ જોર પણ ન આપવું પડે. એક વાત એ પણ છે કે ઓટીટી એક એવું પ્લેટફોર્મ છે જેનો તમે એકલા આનંદ લઈ શકો છો. જ્યારે સામાન્ય માણસ ફિલ્મ જુએ છે, ત્યારે તે એકાંતની પ્રવૃત્તિ કરતાં સામૂહિક પ્રવૃત્તિ વધુ છે. યાર,

મિત્રો સાથે ફિલ્મો જોવાની મજા જ
કંઈક અલગ છે. એટલા માટે સામાન્ય રીતે જે લોકો મહિનાની શરૂઆતમાં
પગાર મળ્યા પછી મૂવી જોવાનું આયોજન કરે છે, એવા લોકોને ઓટીટીનો વિકલ્પ સસ્તો હોવા છતાં, પસંદ પડતો નથી.

કારણ કે જ્યારે સામાન્ય લોકો પગાર મેળવ્યા પછી સામાન્ય રીતે મહિનાની પહેલી અને છેલ્લી ફિલ્મ જોવાનો પ્રોગ્રામ બનાવે છે, ત્યારે એ માત્ર ફિલ્મ જ નથી જોતો, આ બહાને તેનું આઉટિંગ પણ થઈ જાય છે. આ કારણે, તેને તેની પત્ની અને બાળકો સાથે ફરવા અને ખુશ રહેવાની તક મળે છે. બાળકો રેકડીમાં ચાઉમીનથી લઈને અલગ અલગ નાસ્તો ખાય લે છે, જ્યારે માતાપિતા લગભગ પાણીપુરી ખાઇને કામ ચલાવી લે છે. જો બજેટ આનાથી વધુ હોય તો દિવસ દરમિયાન મૂવી જોઈને કે બહાર ખાવાનો પ્રોગ્રામ પણ બની જાય છે. એકંદરે, કહેવાની વાત એ છે કે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ થિયેટરમાં જઈને ફિલ્મ જોવાનો પ્રોગ્રામ બનાવે છે, ત્યારે તે માત્ર ફિલ્મ જોવાનું નથી હોતું પરંતુ તે ઓછામાં ઓછા એક મહિના માટેનું સંપૂર્ણ મનોરંજન પેકેજ હોય છે. ઓટીટી આ સુવિધા આપતું નથી.

વધુ એક સમસ્યા છે. સામાન્ય રીતે, ઓટીટી પર બતાવવામાં આવતી વેબ સિરીઝ એકસાથે નથી આવતી. તે જુદા જુદા સેગમેન્ટમાં આવે છે અને કેટલીકવાર એક સેગમેન્ટનો એક ભાગ આઠ-આઠ, નવ-નવ કલાક લાંબો હોય છે જ્યારે ફિલ્મ બે થી ત્રણ કલાક લાંબી હોય છે. સાત-આઠ કલાક સુધી વાર્તા કે વિષય સાથે જોડાયેલા રહેવું સામાન્ય લોકો માટે શક્ય નથી અને તેમાં પણ જ્યારે સાત-આઠ કલાકના ટુકડામાં પણ વેબસીરીઝ પૂરી થતી નથી, તેની અલગ અલગ સીઝન હોય છે ત્યારે આવી વેબસિરીઝ એવા લોકો માટે કંઇ કામની નથી, જેઓ બે-ત્રણ કલાક મનોરંજન મેળવી એ વિષય ભૂલી જવા માટે ફિલ્મ જોવે છે. એકંદરે, વેબસિરીઝ અથવા ઓટીટીનું ક્ધટેન્ટ, વિચારતા અને સમજતા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. જ્યારે બે થી ત્રણ કલાકની મોટાભાગની ફિલ્મો એવા વિષયો પર બને છે જે દર્શકોને ત્યાં સુધી રોકી રાખે છે જ્યાં સુધી દર્શકો તેને જુએ છે. તેથી, સિનેમા હોલ અને ઓવર ધ ટોપ પ્લેટફોર્મ એકબીજા માટે સંપૂર્ણ વિકલ્પ હોઈ શકતા નથી, પૂરક ચોક્કસપણે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…