મેટિની

‘ભાઈ’ બનશે હોલિવૂડના મહેમાન?

ક્લેપ એન્ડ કટ..! -સિદ્ધાર્થ છાયા

સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ વિશે લોકોમાં ચર્ચા ઓલરેડી ચાલી રહી છે. આ ફિલ્મમાં એનો લૂક કેવો છે એ પણ રિવિલ થઇ ચૂક્યું છે. જોકે, ‘ભાઈ’ના ચાહકો માટે એક ચોંકાવનારા સમાચાર સાઉદી અરેબિયાથી આવ્યા છે. હાલમાં સલમાન ખાનનો એક વીડિયો વાઈરલ થયો છે. એમાં સલમાને ક્રીમ કલરનો સૂટ પહેર્યો હોય એવું જોવા મળે છે. હવે ભાઈનો વીડિયો વાઈરલ થાય એટલે લોકો ખણખોદ તો કરવાના? તો ખણખોદ કરતાં એ જાણવા મળ્યું છે કે આ વાઈરલ વીડિયો 17 ફેબ્રુઆરીનો છે. આ દિવસે સાઉદીના :‘અલઉલા સ્ટુડિયો’માં સલમાન ખાને હોલિવૂડની એક થ્રિલર ફિલ્મ માટે શૂટ કર્યું  હતું. વધુ ખણખોદ કર્યા પછી એવું પણ જાણવા મળ્યું છે કે આ ફિલ્મમાં ‘ભાઈ’ સાથે ‘બાબા’ પણ છે. આ બાબા એટલે આપણા સંજુબાબા ઉર્ફે સંજય દત્ત!

હવે એટલું તો પાકેપાયે છે કે સલમાન અને સંજય આ બંને આ ફિલ્મમાં ફક્ત કેમિયો કરતાં એટલે કે મહેમાન કલાકાર તરીકે જોવા મળશે. હોલિવૂડની આ ફિલ્મમાં બીજું કોણ  છે-એના પ્રોડ્યુસર- ડાયરેક્ટર કોણ છે અને ફિલ્મની વાર્તા શું છે એ વિશે વધુ જાણવાની ઈચ્છા વ્યક્ત કરતા એટલું જ જાણવા મળ્યું કે કોન્ટ્રેક્ટની શરતો અનુસાર ભાઈ અને બાબા વિષે જે માહિતી આપણને મળી ચૂકી છે તેનાથી વધુ કશું જ નહીં કહી શકાય.. ! 

ભલે, અત્યારે માહિતી ન મળે પણ પત્રકારો એમની વધુ ખણખોદમાં લાગી ચૂકયા છે.‘એલ્વિસ ભાઆઆઈ’ પાછા વિવાદમાં આવ્યા..યુટ્યુબ ઇન્ફ્લ્યુએન્સર અને ‘બિગ બોસ’ સ્પર્ધક એલ્વિસ યાદવ ફરીથી ખોટાં કારણોસર ચર્ચામાં છે. આજકાલ એલ્વિસ ‘જીઓ’ પર આવતી ‘લાફ્ટર શેફ્સ’ની બીજી સિઝનમાં ‘રાંધી રહ્યો’ છે. જોકે જે વિવાદ સામે આવ્યો છે એને ‘લાફ્ટર શેફ્સ’ શો સાથે સ્નાન સૂતક પણ સંબંધ નથી. 

વાત એમ છે કે ચુમ દરાંગ નામની એક સ્પર્ધક ‘બિગ બોસ’માં ભાગ લઇ ચૂકી છે, જે અરુણાચલ પ્રદેશની મોડલ છે અને આખો વિવાદ એના વિશે છે. હવે એલ્વિસ યાદવ (જે બિગ બોસનો જૂનો સ્પર્ધક છે)ને તાજા ‘બિગ બોસ’ના અમુક સ્પર્ધકો વિશે કોઈ પોડકાસ્ટમાં ટિપ્પણી કરવાનું કહ્યું ત્યારે એણે ચુમ દરાંગના નામ અને દેખાવ ઉપર અહીં લખી ન શકાય એવા શબ્દો દ્વારા ટિપ્પણી કરી. આથી હવે ‘ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ’એ એલ્વિસ વિરુદ્ધ એક કઠોર નિર્ણય લેતા એને ‘લાફ્ટર શેફ્સ’ની બીજી સિઝનમાંથી હાંકી કાઢવાની ડિમાન્ડ કરી છે. એક અન્ય મામલે પણ એલ્વિસની જીભ લપસતા રાજસ્થાન સાયબર પોલીસે એની વિરુદ્ધ FRI ફટકારી છે.. ટૂંકમાં  આ ‘એલ્વિસ ભાઆઆઈ’ હાલ તો વિવાદના વંટોળમાં બૂરા  ફસાયા છે. 

એવું નથી લાગતું કે પહેલાં રણવીર અલ્હાબાદીયા અને  હવે એલ્વિસ યાદવની ઘટના પછી દેશના દરેક યુટ્યુબ ઇન્ફ્લ્યુએન્સરોએ ભેગા મળીને એક યજ્ઞ કરાવી લેવો  જોઈએ? વિવાદથી બચવા માટે નહીં, પરંતુ પોતાને સદબુદ્ધિ મળે એટલા માટે! બચ્ચનના જમાઈ નંદા તકલીફમાં મુકાયા ઉત્તર પ્રદેશના બદાયુંના દાતાગંજમાં ‘જય  કિસાન ટ્રેડર્સ’ નામે ટ્રેક્ટરની ડિલરશિપ ચાલે છે. આના   બે ભાગીદાર હતા :  જીતેન્દ્ર સિંહ અને લલ્લા બાબુ. હવે લલ્લા બાબુને પારિવારિક ઝઘડા હેઠળ જેલ જવાનું થયું, આથી જીતેન્દ્ર સિંહ એકલા ઉપર ટ્રેક્ટર વેચવાની જવાબદારી આવી ગઈ, પરંતુ થોડા સમય બાદ જીતેન્દ્ર સિંહે આત્મહત્યા કરી લીધી.

મૂળ વાત હવે શરૂ થાય છે. વાત એવી છે કે જીતેન્દ્ર સિંહ અને લલ્લા બાબુ પાસે ‘એસ્કોર્ટસ કુબોતા કંપની’ના ટ્રેક્ટર વેચવાની ડિલરશીપ હતી. આ કંપનીના સીઈઓ અમિતાભ બચ્ચનના જમાઈ નિખિલ નંદા છે. આત્મહત્યા કરી ચૂકેલા જીતેન્દ્ર સિંહના ભાઈ જ્ઞાનેન્દ્ર સિંહના કહેવા અનુસાર પહેલાં તો આખી ડિલરશિપ  એકલા ચલાવવાની જવાબદારી એમના ભાઈ ઉપર આવી ગઈ.પછી સેલ્સ ટાર્ગેટને એચીવ કરવા માટે નંદા અને એમના વિવિધ અધિકારીઓ સતત જીતેન્દ્ર સિંહ પર પ્રેશર લાવવા માંડ્યા,જે જીતેન્દ્ર સિંહ સહન ન કરી શક્યા અને પરિણામે એમણે પોતાનું જીવન ટૂંકાવી દીધું.

આ ઘટના બાદ જ્ઞાનેન્દ્ર સિંહે નિખિલ   નંદા અને ‘એસ્કોર્ટસ કુબોતા’ ના અન્ય સ્ટાફ વિરુદ્ધ  FRI  નોંધાવી દીધી છે, જેમાં તમામ પર ફ્રોડ, ધમકી  તેમજ આત્મહત્યા માટે મજબૂર કરવા જેવા ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે. હવે નિખિલ નંદા અને ‘એસ્કોર્ટસ કુબોતા’એ જાહેર નિવેદનમાં એટલું જ કહ્યું છે કે હજી સુધી આ વિશે કોઈ સત્તાવાર સંપર્ક કરવામાં નથી આવ્યો, પરંતુ મામલાની ગંભીરતા અમે સમજીએ છીએ. કટ એન્ડ ઓકે.. અર્જુન કપૂર- ભૂમિ પેડણેકર ને રકુલપ્રિત સિંઘની ફિલ્મ ‘મેરે હસબંડ કી બીવી’ના એક ડાયલોગમાં આવતા ‘મોદીજી’ શબ્દને બદલે સેન્સર બોર્ડે ‘ધ ગવર્મેન્ટ’ શબ્દ વાપરવા કહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button