મેટિની

સિનેમાના રાજ રાજકારણના બબ્બર

રાજ બબ્બરને અમિતાભ, શાહરુખ, ધર્મેન્દ્ર અને ગોવિંદા સાથે શું લાગે વળગે?

ફિલ્મનામા -નરેશ શાહ

દીપિકા-પતિ રણવીરસિંહની પ્રથમ ફિલ્મ ‘બેન્ડ -બાજા- બારાત ’ (ર૦૧૦)માં હિટ થઈ ત્યારે ફિલ્મ – જર્નાલિઝમે એવી સ્ટોરી વહેતી મૂકેલી કે, શાહરૂખ ખાનની છુટૃી કરી દે તેવો સ્ટાર આવી ગયો છે. ત્રણ દશકા અગાઉ પણ આવું જ બનેલું : ‘ઈન્સાફ કા તરાજુ (૧૯૮૦)માં સુપર હિટ થઈ ત્યારે ઈન્ડસ્ટ્રીઝમાં એવી ક્વરસ્ટોરી બનેલી કે, અમિતાભ બચ્ચનને ટક્કર મારે એવો એકટર-સ્ટાર આવી પુગ્યો છે…આમ સીધી અમિતાભ બચ્ચન સાથે સરખામણી થયેલી એ એકટર હતા રાજ બબ્બર.

ર૦ર૩માં તમે એમને મનસુખલાલ ધોળકિયાના કિરદારમાં હેવી ફેમિલી – ક્ધડીશન અપ્લાય નામની વેબસિરીઝમાં જોયા ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવ્યાને રાજ બબ્બરને ચુંમાળીસ વરસ પૂરાં થઈ ગયા હતા, પણ એમ થાય કે રાજ બબ્બર વિષ્ો લખી શકાય એવું કશુંક નક્કર તેમની કારકિર્દીમાં છે ખરું ?

અફકોર્સ, છે. ચુંમાલીસ વરસમાં બસ્સો છેતાલીસ જેટલી હિન્દી-પંજાબી ફિલ્મમાં કામ કરી ચૂકેલાં રાજ બબ્બરના નામે અનેક છોગાં ચઢેલાં છે. નસીરુદ્દીન શાહ, ઓમ પૂરી જેવા એકટરની જેમ રાજ બબ્બર પણ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી મળેલું ફરજંદ છે, પરંતુ એમની વિશેષ્ાતા એ રહી કે એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટાર તરીકે પણ એસ્ટાબ્લીશ થયા (ઈતિહાસ તપાસી લો, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ઉમદા એકટર જ મળ્યાં છે, પોતાના નામે ફિલ્મો વેચાય તેવા સ્ટાર નહીં )

એક વાત એવી છે કે રાજ બબ્બર અને શાહરૂખ ખાન વચ્ચે સરખામણી કરવાની લાલચ પણ રોકી ન શકાય. બાય ધ વે, રાજ બબ્બર એનએસડીમાં ભણતાં ત્યારે શાહરૂખના પિતા ત્યાંની કેન્ટિન ચલાવતા અને રાજ બબ્બરની સાથે દશ-બાર વરસનો શાહરૂખ ધીંગામસ્તી કરી ચૂક્યો હતો , પણ બન્નેની ફિલ્મ કેરિયર એક જ ટ્રેક પર શરૂ થઈ હતી. શાહરૂખે ‘બાજીગર’ના નેગેટિવ કિરદારથી સફળતા મેળવી હતી તો રાજ બબ્બર ‘ઈન્સાફ કા તરાજુ’ બળાત્કારી વિલન તરીકે કામ કરીને જ દર્શકો-નિર્માતાઓ અને નિર્દેશકની નજરે ચડ્યા હતા. ‘બાજીગર’ પછી શાહરૂખે ‘અંજામ’ અને ‘ડર’ માં વિલનનાં પાત્રો ક્યાર્ં તો રાજ બબ્બરે ‘ઈન્સાફ કા તરાજુ’ પછી ‘નિકાહ’ માં નેગેટિવ રોલ ર્ક્યો અને પછી તો કેરિયરની વીસેક ટકા જેટલી ફિલ્મમાં નેગેટિવ યા ગે્ર શેડના પાત્ર ભજવ્યા હતા, છતાં એ રાજ બબ્બરની જ તાકાત હતી કે એમને ‘પ્રેમ ગીત’ માં પ્રેમી અને ‘જવાબ’ માં લાચાર પિતા-પતિ ઉપરાંત ‘દુલ્હા બીક્તા હૈ’ ના બેબસ મૂરતિયા તરીકે પણ એટલાં જ પસંદ કરવામાં આવ્યા હતા.

રાજ બબ્બરની સૌથી મહત્ત્વના ગણાય એવા એક મુદા પર તો બહુ ઓછાં લોકોનું ધ્યાન ગયું છે. ૧૯૭૦-૮૦ ના સમય સુધી હિન્દી ફિલ્મોમાં એવી માન્યતા હતી કે પરણેલાં હીરો (કે હિરોઈન) બહુ ચાલતાં નથી પણ રાજ બબ્બર ધર્મેન્દ્રી જેમ અપવાદ રહ્યા. ધરમજીની પ્રથમ જાણીતી ફિલ્મ દિલ ભી તેરા, હમ ભી તેરે’ ૧૯૬૦માં રિલીઝ થઈ હતી પણ પ્રકાશ કૌર સાથે એમના લગ્ન ૧૯પ૪માં થઈ ગયા હતા. રાજ બબ્બર પણ એનએસડીમાં ભણતાં-ભણતાં પ્રેમમાં પડીને નાદિરા ઝહિરને પરણી ગયા હતા અને પ્રથમ ફિલ્મ સુપર હિટ થઈ ત્યાં સુધીમાં બે બાળકો (જૂહી અને આર્યા)ના પિતા બની ગયા હતા. એ પછી પણ ધરમપાજીના જીવનનો પડછાયો રાજ બબ્બરના જીવનમાં પડ્યો હોય તેમ એમણે (ધરમજીની જેમ) બીજા લગ્ન સ્મિતા પાટીલ સાથે ર્ક્યા અને એક સંતાન (પ્રતીક બબ્બર) ના પિતા પણ બન્યા.

હજુ ગયા રવિવારે જ બોંતેર વરસ પૂરા કરનારા રાજ બબ્બર (ર૩ જૂન, ૧૯પર, જન્મ : ટુંડલા-ઉત્તરપ્રદેશ) ના પિતા કૌશલ બબ્બર રેલવેના યાર્ડમાં મિસ્ત્રી કામ કરનારા હતા, પણ એમના મોટા પુત્રએ એવું કામ ર્ક્યું કે આ લખનાર જેવા અભ્યાસુ-ચાહકોને સંતોષ્ા થાય.

સફળતા પછી રાજ બબ્બરે પણ ગોવિંદાની જેમ આડેધડ ફિલ્મો સાઈન કરીને અનેક બીનમહત્વની યા ફાલતુ ફિલ્મો કરી હતી છતાં એમના ફિલ્મી ટ્રેક રેકોર્ડમાં ગુલઝારસાહેબની ‘લિબાસ ’ (જે બની ગયા પછી રિલીઝ ન થઈ શકી) બોલે તો દિલીપકુમાર સાથેની ‘મઝદૂર’ પણ હાજરી પુરાવે. શત્રુધ્ન સિંહાની એકમાત્ર આર્ટ ફિલ્મ ‘કાલકા’ માં ય રાજ બબ્બર હતા તો કેતન મહેતાની ‘મિર્ચ મસાલા’ અને મુઝફફર અલીની ઉમરાવજાન’ તેમજ શ્યામ બેનેગેલની ‘કલયુગ’માં એકટર તરીકે આપણે એમને જોયા. નેશનલ એવોર્ડ મેળવનારી પંજાબી ફિલ્મ ‘ચન્ન પરદેશી’ અને ‘શહીદ ઉધમસિંહ’ ફિલ્મ પણ બબ્બરના જમા ખાતામાં બોલે છે. આવી તો પચાસથી વધુ ફિલ્મો છે, જે સાબિત કરે છે કે રાજ બબ્બર તગડા સ્ટાર ઉપરાંત બડકમદાર એકટર પણ છે
-અને છેલ્લે.

એક જમાનામાં ભલે રાજ બબ્બરને અમિતાભ બચ્ચનના હરીફ તરીકે પોટ્રેટ કરવામાં આવ્યા હોય, પણ એક વાતમાં એ સાચે જ બચ્ચનથી ચડિયાતા અને કાબેલ પુરવાર થયા. બચ્ચન લોકસભાની એક જ ટર્મમાં રાજકારણથી હારી ગયા હતા, પણ રાજ બબ્બર છવ્વીસ વરસ સુધી સાંસદપદે રહીને રાજનીતિ કરતા રહ્યા છે. બેશક, એ દરમિયાન એમણે પક્ષ્ા બદલ્યા પરંતુ રાજકારણની અઘરી પીચ પર ટકી રહ્યાં, એ જેવી તેવી સિદ્ધિ નથી, કારણકે આવું અચિવમેન્ટ- સિદ્ધિ ફિલ્મી દુનિયામાં બહુ ઓછાં લોકોને મળી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો