ખડખડાટ હાસ્યનું બીજું નામ: ખીચડી-૨
ફોકસ – જે. ડી. મજેઠીયા
ટાટા, બિરલા, રિલાયન્સ, ગોદરેજ, અદાણી – આવા કોઈ પણ નામ વાંચીએ તો આપને ક્વોલિટીની ચિંતા કર્યા વગર આપણે ખરીદી લઈયે. સંજય લીલા ભણસાલી, રાજુ હિરાની જેવાં નામો આવે એટલે આપણે એ ફિલ્મો જોવા માટે આતુર થઈ જઇયે. અને, સારાભાઈ, ખીચડી, બા બહુ ઔર બેબી, અને હમણાં ચાલતા વાગલે કી દુનિયા અને પુષ્પા ઈમ્પોસિબલની સાથે જોડાયેલા બે નામ – જમનાદાસ મજેઠીયા (JD) અને આતિશ કાપડિયા, જેમની કોઈ પણ કૃતિ આવે એટલે હાસ્ય અને ફેમિલી એન્ટરટેઈનમેન્ટનો ટેગ એની મેળે લાગી જાય.
આવો એક સંદેશો અમને આવ્યો એ વાંચીને તમારી સાથે વહેંચવાનું મન થયું. મુંબઈ અને ગુજરાતમાં અત્યારે હાસ્યનું હુલ્લડ મચી રહ્યું છે. પણ જાણ બઉ ઓછાને છે. ૧૭ નવેમ્બરથી ખીચડી ૨ સિનેમાઘરમાં ધૂમ મચાવી રહી છે. અબાલ વૃદ્ધ સહુ કોઈ હસી રહ્યા છે અને હસવાના આશયથી જતા લોકો, ખડખડાટ હસી રહ્યા છે.
મુંબઈ અને ગુજરાતે ખૂબજ વધાવેલી આ ખીચડી ૨ પિક્ચર ગુજરાતના ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખીચડીના કલાકારો સાથે બેસીને માણી અને ખૂબ શુભેચ્છાઓ આપી. મુંબઈ સમાચારના વાચકોને તો યાદજ હશે કે મુંબઈ સમાચારની ૨૦૦મી વરસગાંઠ નિમિતે આપણા વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા ત્યારે એમણે તો મને જોઈને સ્ટેજ પરથી, ખીચડી તો ઉછળી ઉછળીને હાથ જોડે છે. કહીને પોતાનો ખીચડી પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કર્યો હતો. ખીચડી ૧ એમણે ટીમ સાથે બેસીને માણી હતી અને ખીચડી એમની ઓલ્લ ટાઈમ ફેવરિટ છે. હું જ્યારે માળું ત્યારે પૂછે ખીચડી કેવી પાકે છે.
ખીચડી તો બધાની ફેવરિટ છે. ખાવામાં ને જોવામાં, આ વખતની ખીચડી ૨ બહુજ મોટા પાયે બની છે. એનું આખું ટાઇટલ છે ખીચડી ૨: મિશન પાનથુંકીસ્તાન. તો આ પાનથુંકીસ્તાન નામનો એક કાલ્પનિક દેશ બનાવ્યો છે અને શું ધમાલ કરે છે આપણો પારેખ પરિવાર, એ જોવાનો જલસો પડી જશે. આ ખીચડી બઉ સુંદર લોકેશનો પર શૂટ થઈ છે અને એક ગીત તો સ્વિટ્ઝર્લેન્ડમાં શૂટ થયું છે, જે અત્યારે યૂટ્યુબ અને મ્યુઝિક ચેનલ પર ધૂમ મચાવી રહ્યું છે, અને બીજું ગીત બહું જ મોટા પાયે ગણેશ આચાર્યના નિર્દેશનમાં શૂટ થયું છે.
સોશિયલ મીડિયા પર ખીચડીના જોક્સ અને મીમસ આટલા વર્ષો થી ફર્યા કરે છે અને આ યંગર જનરેશન તો ખીચડીને કોમેડીનો બાદશાહ ગણેજ છે. આ ખીચડી એક લોંગેસ્ટ રનીંગ કોમેડીનો વર્લ્ડ રકોર્ડ બનાવ્યો છે. છેલ્લા પચીસ વરસ થી ચાલતી આ ખીચડીની શરૂઆત એક નાટક રૂપે થઈ હતી (નાટકમાં નામ જુદું હતું). પછી ૨૦૦૨માં ટીવી સીરિયલ, એની પછી મૂવી, પછી વેબ સીરીઝ, અને હવે વળી પાછું મૂવી.
તમે પૂછશો આની પાછળનું કારણ? તો એ જનતાની માંગ છે. જ્યારે, જ્યાં કોઈ અમને કે અમારા કલાકારોમાંથી કોઈને પણ મળે, ક્યાંય પણ, તો અમને સારાભાઈ અને ખીચડી પાછી શરૂ કરોને, એમ કહે. આ ખીચડી ૨ સફળ થઈ રહ્યું છે, અને હજી થશે, તો અમે સારાભાઈનો પણ વિચાર કરશું. અને ખીચડી ૩નો પણ. બસ હસો અને હસવાના અમારા આ અભિયાનમાં જોડાઈ જાઓ, અને તમારા નજીકના સિનેમાઘરોમાં ટિકિટ બુક કરાવો. આમાં વધારે આનંદ માણવો હોય તો થોડા મોટા ગ્રૂપ માં જવાની કોશિશ કરજો. મિત્રો, પરિવાર, સંસ્થાઓના મેમ્બર સાથે જોવાનો એક અલાયદો અનુભવ હાસ્યની છોળો ઉડાડશે. અને ઘરે આવીને વોટ્સેપ પર ચેટ કે ફોન પર વાત કરીને યાદ કરી કરીને હસશો.
તો રાહ ન જુઓ અને દોડો, નજીકના સિનેમાઘરઓમાં, ખીચડી ૨ જોવા. અમારો આ લેખ લખવાનો એક માત્ર ઉદ્દેશ છે કે તમને જાણ થાય, કારણકે ઘણા લોકોને જાણ નથી થઈ. એટલે આ તમારા સુધી બઉ દિલથી સંદેશો પાઠવ્યો છે, જેથી, સ્ટ્રેસ, અને તનાવ માં હાસ્યની થોડીક પળો તમારા જીવનને વધારે સુખદ બનાવે.