‘એનિમલ’ અને ‘ફાઇટર’ના રોલ માટે અનિલ કપૂરનો અદ્ભૂત કાયાકલ્પ
અનિલ કપૂરની શારીરિક તંદુરસ્તી અને તેમનો લૂક દર વખતે ચર્ચાનો વિષય બને છે. અનિલ કપૂરે તેમની આગામી બે ફિલ્મોના એક બીજાથી સાવ જ જુદા પાત્રો ભજવવા માટે કરેલી ટ્રેનીંગની એક ઝલક શેર કરી હતી. અનિલ કપૂર રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલમાં રણબીરના ૬૫ વર્ષીના પિતા બલબીરની ભૂમિકામાં જોવા મળશે તો તેઓ ફિલ્મ ફાઈટરમાં ૪૫ વર્ષીના એરફોર્સ ઓફિસર રોકીના રોલમાં જોવા મળશે. આ બંને ફીલ્મોના પાત્રો માટે અનિલ કપૂરે પોતાનો શર્ટલેસ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હટી જેમાં તેમની બોડી ટ્રાન્સફોર્મેશન દેખાઈ રહી છે. અનિલ કપૂરે એક વિડિયો શેર કર્યો હતો જેમાં તે બરફવાળા પાણીમાં સ્નાન કરતાં જોવા મળી રહ્યા છે.
અનિલ કપૂરની આગામી ફિલ્મ એનિમલ આ ૧ ડિસેમ્બરે થિએટરમાં રીલીઝ થવા જય રહી છે. આ ફિલ્મને સંદીપ રેડ્ડી વાંગાએ ડિરેક્ટ કરી છે. અનિલ કપૂરની સાથે આ ફિલ્મમાં રણબીર કપૂર, રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી પણ જોવા મળશે. અનિલ કપૂર તેમની બીજી ફિલ્મ ફાઇટરમાં હૃતિક રોશન, દીપિકા પાદુકોણ અને કરણ સિંહ ગ્રોવર સાથે સ્ક્રીન શેર કરતાં જોવા મળશે
આ તસવીરો શેર કરતાં અનિલ કપૂરે કેપ્શન આપ્યું હતું કે ગયા વર્ષમાં બે જુદી-જુદી ભૂમિકાઓ વચ્ચે સ્વિચ કરવું પડકારજનક અને સંતોષકારક બંને રહ્યું છે. એનિમલમાં ૬૫ વર્ષના બલબીરથી લઈને ફાઇટરમાં ૪૫ વર્ષના એરફોર્સ ઓફિસર રોકીની ,ભૂમિકા ભજવવા મેં જે યુનિફોર્મ પહેર્યો હતો તેના પાત્રને ન્યાય આપવા મારે સખત મહેનત કરી મારા શરીરને એ પાત્રો માટે લાયક બનાવવું પડ્યું હતું. હવે જ્યારે બંને ફિલ્મોનું શૂટિંગ પૂરું થઈ ગયું છે, ત્યારે હું પ્રેક્ષકો આ ફિલ્મોને જોએ તે માટે હું રાહ જોઈ શકતો નથી
અનિલ કપૂરે કરેલી આ પોસ્ટ પર તેમના ચાહકો અને બોલિવૂડના અનેક કલાકારો જુદી જુદી કમેંન્ટ્સ કરી રહ્યા છે. આ પોસ્ટ પર વરૂન ધવને મજાકમાં લખ્યું “જ્યારે તમે માત્ર ૧૮ વર્ષના હો ત્યારે આ બધું કરવું સરળ બને છે, અનિલ પણ જ્યારે તમે તમારા ૩૦ પર પહોંચો છો, ત્યારે તે વધુ અઘરું થઈ જાય છે. ફાઇટરના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ અને સુનિલ શેટ્ટીએ પણ અનિલ કપૂરના વખાણ કર્યા હતા