એક વિદ્રોહી ગાયકને મળ્યો સંગીત કલાનિધિ એવૉર્ડ
ફોકસ -શાહિદ એ. ચૌધરી
કર્ણાટકનાં ક્લાસિકલ ગાયક ટી. એમ. કૃષ્ણાના સંગીતના આત્મામાં ખુંપી જવા તેમના રાજકીય દૃષ્ટિકોણથી સંમત થવાનું જરૂરી નથી. તેઓ રાહુલ ગાંધીની ‘ ભારત જોડો યાત્રા’નું સમર્થન કરે છે. તેઓ અનેક વાર ઈસામસીહ અને અલ્લાહને ત્યાગરાજ, દિક્ષિતર, સુબ્રમનિયમ ભારતી, ઈકબાલ બાનો અને ટાગોરને પોતાના કર્ણાટક ક્લાસિકલ કાર્યક્રમમાં સામેલ કરે છે. તેમની વિચારધારા સાથે કોઈ અસંમત ભલે હોય, પરંતુ કોઈ કૃષ્ણાની સંગીતની ગુણવત્તા પર સવાલ ન કરી શકે, જેને તેમણે જૂની પરંપરાના રૂપમાં અપનાવ્યું છે. કૃષ્ણાએ બાળપણમાં તેમની ટેલન્ટ વડે બધાને ચકિત કર્યા હતા. તેમના પ્રખર ટીકાકારો પણ તેમની કળા અને સ્કિલનો સ્વીકાર કરવા માટે લાચાર છે. આ જ રીતે રંજની-ગાયત્રીના હિન્દુત્વ એજન્ડા સાથે સંમત થવાની જરૂર નથી, પરંતુ તેમની કળાની ઊંડાઈને કોઈ નકારી ન શકે. ગાયત્રી એમ કહે છે કે બ્રાહ્મણ બધા સમુદાયોમાં સૌથી ઓછા જાતિવાદી છે અથવા તો સેક્યુલરનો અર્થ ઈસ્લામ છે. હકીકત એ છે કે બન્ને કૃષ્ણા અને રંજની-ગાયત્રી ૧૯મી શતાબ્દીના સંત ત્યાગરાજના રામભજન કીર્તનમાં ગાય છે તો શ્રોતાને અલૌકિક અનુભવ થાય છે.
સમાનતા અહીં સમાપ્ત થતી નથી. નવ વર્ષ પહેલાં ૨૦૧૫માં કૃષ્ણાએ ચેન્નીના પ્રતિષ્ઠિત ડિસેમ્બર મ્યુઝિક સિઝન (માઘ મહિનામાં મનાવાતો જલસો)માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. કારણ કે તેમને આ સમારોહ સમાવેશક વિચારના વિરુદ્ધ લાગ્યો જેમાં સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક અડચણો હતી. હવે રંજની-ગાયત્રી અને બીજા અનેક લોકોએ નામ પાછું લીધું કારણકે કૃષ્ણાને સંગીત કલાનિધિ એવૉર્ડથી વિભૂષિત કરાયા. કર્ણાટક ક્લાસિકલ સંગીતકારોનું એક જૂથ જેમાં બધા બ્રાહ્મણ છે તેમનું માનવું છે કે કૃષ્ણા ( જે પોતે બ્રાહ્મણ છે)એ દ્રાવિડ આંદોલનના સંસ્થાપક પેરિયારના ગુણગાન ગાઈને ત્યાગરાજ અને એમએસ સુબ્બાલક્ષ્મીનું અપમાન કર્યું છે.
કર્ણાટક સંગીતમાં સંગીત કલાનિધિ એવૉર્ડ હંમેશાં સૌથી સન્માનિત એવૉર્ડ ગણાય છે. આ એવૉર્ડ ૧૦૦ વર્ષ પહેલાં રચાયેલી સંસ્થા આપે છે. કલાકાર આ પુરસ્કારને એ ભક્તિ ભાવથી સ્વીકારે છે જે ત્યાગરાજની કૃતિ દરમિયાન બતાડવામાં આવે છે. ધ મ્યુઝિક એકેડેમીનો વિચાર ડિસેમ્બર ૧૯૨૭માં મદ્રાસમાં આયોજિત ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ સત્ર દરમિયાન ઉદભવ્યો હતો. આનો હેતુ કર્ણાટક સંગીતના માપદંડ સ્થાપિત કરવાનો હતો. તેનું ઉદ્ઘાટન ૧૯૨૮માં થયું અને ૧૯૨૯થી આ સંસ્થાએ સંગીત પર વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવાનું શરૂ થયું. જેનાથી ‘ડિસેમ્બર મ્યુઝિક ફેસ્ટિવલ ઑફ મદ્રાસ’નો જન્મ થયો જે કચેહરી સિઝનના નામથી વિખ્યાત છે. આના ફોર્મેટમાં ચેન્નઈમાં એક મહિના સુધી વિવિધ જગ્યાએ સંગતીજલસાનું આયોજન કરાય છે. આનો તર્ક એ હતો કે કોઈ પણ ભેદભાવ વગર બધાને સંગીતમાં સામેલ કરી શકાય. શું એમ થયું કે પછી જાણીબુઝીને અમુક લોકની બાદબાકી કરાય. માત્ર ૧૨ વર્ષની વયે કૃષ્ણાએ મ્યુઝિકના કાર્યક્રમોમાં પર્ફોર્મ કર્યું હતું. ત્યાર બાદ તેણે પાછળ ફરીને જોયું નથી. તેને આમાં પ્રશંસા અને એવૉર્ડ સાથે ગાળો અને આલોચના પણ મળ્યા.
કૃષ્ણાએ ૪૮ વર્ષ પહેલાં મદ્રાસમાં આ જ સંસ્કૃતિમાં જન્મ લીધો. તેમનું શિક્ષણ કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સ્કૂલમાં થયું. શરૂઆતમાં તેમને પ્રોત્સાહન તેમના દાદાના ભાઈ ટી. ટી, કૃષ્ણાચારીથી મળ્યું જેઓ ઉદ્યોગપતિ, ભૂતપૂર્વ નાણાપ્રધાન અને એકેડેમીના સભ્ય હતા. આ વિશેષાધિકારે તેની આંખ ખોલી અને જે બ્રાહ્મણવાદી વ્યવસ્થાનો ભાગ હતી તેની સામે જ સવાલ ઉઠાવીને તેનો વિરોધ કર્યો. તેમનો ઉછેર અને શિક્ષણ તેમને આત્મમંથનના માર્ગે લઈ ગઈ. કૃષ્ણાના બીજા પુસ્તક ‘એ સધર્ન મ્યુઝિક : ધ કર્ણાટક સ્ટોરી’ (૨૦૧૩)માં તેમનો વિદ્રોહ એકદમ સ્પષ્ટ થઈ ગયો. તેમણે લખ્યું હતું કે ” કર્ણાટક સંગીત સંસારનું વાતાવરણ એ છે કે જેમાં ભીતરથી એક નાસ્તિક માટે કામ કરવું કઠીણ બની ગયું છે. જૂજ લોકો છે, પરંતુ તેમને માટે જાહેરમાં સામે આવવું મુશ્કેલ છે. એક અન્ય સ્થળે તેમણે કહ્યું હતું કે સંગીત તેનું રૂપ અને નિષ્ઠા મારે માટે સન્માનીય છે, પરંતુ આપણે કચેહરીમાં ફસાયા છીએ. હું કચેહરીને છોડવા તૈયાર છું, કારણકે એક સમય પછી કચેહરીએ સંગીતનો ખ્યાલ નથી રાખ્યો અને પોતાની જ કહાણીમાં ફસાઈને રહી ગઈ.
‘સેબેસ્ટિયન એન્ડ સન્સ’ માં કૃષ્ણાએ જાતિગત ભેદભાવ પર સવાલ ઉઠાવ્યો. ટીકાકારો અને તેમના સાથીદારો ખાસ કરીને પરંપરાવાદીઓ ભડકી ગયા. કૃષ્ણાના સવાલ અણિયાળા અને ફોર્મ અને ક્ધટેન્ટથી આગળના હતા. જેનાથી મોટા પાયાઓ હચમચી ગયા. કોઈને એ વાતનું આશ્ર્ચર્ય ન થયું કે કર્ણાટક સંગીતનો એક સમુદાય બ્રાહ્મણનો ઈજારો બની ગયો. અલબત્ત કૃષ્ણાએ આનો જાહેરમાં વિરોધ કર્યો એ બીજાથી સહન થયું નથી. આમે સુધારકોને કાંટાથી ભરેલા રસ્તા પર ચાલવું પડે છે.
કૃષ્ણાએ આ જોખમ ઉઠાવ્યું. તેમણે પ્રગતિશીલ લેખક પેરુમલ મુરુગન સાથે મળીને પેરિયારના લેખન અને પ્રાચીન ટેકસ્ટ્સને કર્ણાટક સંગીત વડે બાંધ્યા. આનાથી અમુક લોકો હેરાન થાય એ સ્વાભાવિક હતું. રંજની ગાયત્રી પિેરયારને બ્રાહ્મણોના નરસંહારના પ્રમોટર માને છે. જોકે તેમણે પણ એક સંગીતકાર તરીકે કૃષ્ણાનો આદર કર્યો છે. કૃષ્ણા કલાકાર છે જે સ્પેકટ્રમની બીજી બાજુ પહોંચવામાં સફળ થઈ.