મહારાષ્ટ્રમાં ઝિકા વારઈસના સંક્રમણથી પ્રશાસન હરકતમાંઃ પુણેમાં 2 કેસ નોંધાયા
પુણે: પુણે શહેરમાં આ વર્ષે Zika virusના ચેપના બે કેસ નોંધાયા છે. એરાન્ડવાનેના 46 વર્ષના વ્યવસાયે ડૉક્ટર ઝિકા વાયરસથી સંક્રમિત થયા છે. તેઓ પુણેની બે મોટી હોસ્પિટલો સાથે સંકળાયેલા છે. તેમની પુત્રી 15 વર્ષીય દીકરીને પણ ઝિકા વાયરસનાં તાવ સહિતના હળવા લક્ષણો છે.
પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ડોકટરમાં તાવ અને ફોલ્લીઓ જેવા લક્ષણો જોવા મળ્યા હતા અને તેમની માઇ મંગેશકર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમના લોહીના નમૂનાઓ 18 જૂને પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી (NIV)માં મોકલવામાં આવ્યા હતા. 20 જૂનના રોજ મળેલા NIV રિપોર્ટ્સમાં પુષ્ટિ થઈ હતી કે ડૉક્ટરને ઝિકા વાયરસનો ચેપ લાગ્યો છે.
આ ડૉક્ટરની 15 વર્ષની પુત્રી છે જેને તાવ સહિતના હળવા લક્ષણો છે. 21 જૂનના રોજ તેના લોહીના નમૂના NIV ને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. NIV રિપોર્ટ્સે પુષ્ટિ કરી છે કે છોકરીને Zika વાયરસનો ચેપ લાગ્યો છે. તે હાલમાં ઘરે છે અને તેની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો : પુણેમાં પોર્શે કાર અકસ્માત: સગીર આરોપીને છોડી મૂકવાનો મુંબઈ હાઇ કોર્ટનો આદેશ
રાજ્યના આરોગ્ય વિભાગે મોનિટરિંગ શરૂ કર્યું છે.છે. તેમ જ આ વિસ્તારમાં સામાન્ય લોકોને જાગૃત કરવાનું શરૂ કર્યું છે અને વિસ્તારની સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. અધિકારીઓએ મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે સાવચેતીનાં પગલાં લેવાનું શરૂ કર્યું છે.
ઝિકા વાયરસ સંક્રમિત એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા ચેપ ફેલાવવા માટે જાણીતું છે. ઝિકાથી સંક્રમિત મોટાભાગના લોકો કાં તો એસિમ્પટમેટિક (80% સુધી) રહે છે અથવા તાવ, ફોલ્લીઓ, આંખમાં બળતરા, શરીરમાં દુખાવો અને સાંધાનો દુખાવો જેવા હળવા લક્ષણો દર્શાવે છે. સગર્ભા સ્ત્રીઓમાં ઝિકા ચેપથી ગર્ભમાં માઇક્રોસેફલી (જન્મેલા બાળકનું માથું સામાન્ય કરતાં નાનું હોય) થઈ શકે છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.