સગીર વિદ્યાર્થિની પર બળાત્કાર કરનાર ટ્યૂશન ટીચર પકડાયો: ગર્ભપાત વખતે પીડિતાનું મૃત્યુ

યવતમાળ: યવતમાળ જિલ્લામાં 17 વર્ષની વિદ્યાર્થિની પર વારંવાર બળાત્કાર કરવા બદલ ટ્યૂશન ટીચરની ધરપકડ કરવામાં આવી હતી. ગર્ભપાતના પ્રયાસ બાદ પીડિતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
વિદ્યાર્થિની પર છેલ્લા નવ મહિનાથી દુષ્કર્મ આચરવા અને તેને ગર્ભવતી બનાવવા બદલ પોલીસે રવિવારે 27 વર્ષના આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદ અનુસાર ટ્યૂશન ક્લાસ ચલાવનારા આરોપીએ વિદ્યાર્થિની સાથે મિત્રતા કરી હતી અને બાદમાં નવ મહિનામાં તેના પર અનેકવાર બળાત્કાર કર્યો હતો.
આ પણ વાંચો: ભાયંદરમાં સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ: ટ્યૂશન ટીચરની ધરપકડ…
દરમિયાન વિદ્યાર્થિની ગર્ભવતી હોવાની જાણ થતાં આરોપી તેને પુસડ ખાતે લઇ ગયો હતો, જ્યાં તેણે ગર્ભપાત માટે તેને ગોળીઓ આપી હતી, પણ તેની હાલત વધુ ખરાબ થઇ હતી.
વિદ્યાર્થિનીને બાદમાં નાંદેડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સોમવારે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
આરોપી ટ્યૂશન ટીચર સામે ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરાઇ હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)