પુણેની એક Hotelના Bathroomમાં થઈ રહ્યું હતું એવું કામ કે… વીડિયો થયો વાઈરલ…
પુણેઃ પુણેના બહુ ચર્ચિત હિટ એન્ડ રન કેસ (Pune Hit And Run Case) બાદ મહારાષ્ટ્રનું આ શહેર ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આ વખતે પુણે ચર્ચામાં આવ્યું છે અહીં થઈ રહેલી ડ્રગ્સ પાર્ટી (Pune Drugs Party)ને કારણે. પુણેના એફસી રોડ પર આવેલી હોટેલમાં ડ્રગ્સ પાર્ટી થઈ રહી હોવાની માહિતી સામે આવી હતી.
પુણેની હોટેલના બાથરૂમમાં ડ્રગ્સનું સેવન કરવામાં આવી રહ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ખળભળાટ મચી ગયો છે. પોર્શે કાર અકસ્માત પ્રકરણ બાદ પુણેના અનેક બાર અને હોટેલ્સ પર કાર્યવાહી કરવામાં આવી હતી, તેમ છતાં ખુલ્લે આમ ડ્રગ્સ પાર્ટી થતી જોઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો : નવી મુંબઈમાં મહિલા કોન્સ્ટેબલ સાથે દુષ્કર્મ પ્રકરણે સબ-ઈન્સ્પેક્ટર સામે ગુનો
પુણેની હોટેલમાં છડે ચોક ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યો હોવાનો ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પુણે શહેરમાં શનિવારે રાતે ચાલતી પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરવામાં આવે છે. પુણેના ફર્ગ્યુસન રોડ પર આવેલા લિક્વિટ લિઝર લાઉન્જ પબનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ પાર્ટીમાં કેટલાક યુવાનો હોટેલના બાથરૂમમાં જઈને ડ્રગ્સનું સેવન કરતાં જોવા મળ્યા હતા, એ સમયનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યા છે.
ચોંકાવનારી બાબત તો એ છે કે આ હોટેલમાં અનેક અલ્પવયીન સગીરોને પણ દારૂ આપવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કલ્યાણીનગર હિટ એન્ડ રન કેસ બાદ પુણેમાં હજી પણ આવી ડ્રગ્સ પાર્ટીઓ ચાલુ જ હોઈ, પુણેની યુવાપેઢી ડ્રગ્સના રવાડે ચઢી ગઈ હોઈ સોશિયલ મીડિયા પર આ પ્રકરણની ખાસ્સી એવી ચર્ચા થઈ રહી છે.
દરમિયાન ઉડતા પંજાબ (Udta Punjab)ની જેમ જ મહારાષ્ટ્રનું પુણે પણ ઉડતા પુણે (Udta Pune) બની રહ્યું હોવાનો આક્ષેપ રાજકારણીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.