આમચી મુંબઈમહારાષ્ટ્ર

80 વર્ષના પિતાને એકલા કોર્ટમાં જવા દઈશ નહીં: સુપ્રિયા સુળે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
એનસીપીમાં ભંગાણ પડ્યું અને ભાગલા પડીને શરદ પવાર જૂથ તેમ જ અજિત પવાર જૂથમાં પક્ષની માલિકી પરથી વિવાદ થયો છે અને કેન્દ્રીય ચૂંટણી પંચ તેમ જ સુપ્રીમ કોર્ટમાં આની સુનાવણી ચાલી રહી છે. આ બધામાં શરદ પવાર જૂથના સંસદસભ્ય સુપ્રિયા સુળેએ જણાવ્યું છે કે તેમના 80 વર્ષના પિતાને કોર્ટમાં એકલા જવા દેશે નહીં.

સોમવારે એક સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે બધા લોકોને જવાબદારીઓ હોય છે. માણસ બધું કરી શકતા નથી.
બાળકો, પતિ, કુટુંબ બધા માટે ઓક્ટોબર સુધી સમય જ નથી. મતદારસંઘ જોવાનો કે પછી પક્ષનાં કામ પર ધ્યાન આપવાનું કે પછી કોર્ટમાં ચાલી રહેલા ખટલાઓ પર ધ્યાન આપવાનું. શરદ પવાર પોતે આ કામ માટે જઈ રહ્યા છે. લોકોની નહીં, પરંતુ પોતાના મનની ચિંતા છે. મારા 80 વર્ષના પિતાને કોર્ટમાં હું એકલા જવા દઈશ નહીં.

મતદારસંઘ માટે જે સમય મારે ફાળવવાનો હોય છે તેમાંથી અડધો સમય તો મારો કોર્ટમાં ખટલા લડવામાં વેડફાઈ રહ્યો છે. પહેલી વખત સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ. હારેંગે યા જીતેંગે, બાદમેં દેખેંગે પર લડેંગે જરૂર. (હારશું કે જીતીશું તે પછી જોઈશું પરંતુ લડીશું તો ચોક્કસ) એમ સુપ્રિયા સુળેએ કહ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું હતું કે આપણે ત્યાં કહેવાય છે કે કોર્ટનાં પગથિયાં ચડવા નહીં, પરંતુ અમે ચડ્યા છીએ. હવે એક વખત કોર્ટનાં પગથિયાં ચડ્યા બાદ ઉતરવાનું નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…