સાતારામાં મહિલા ડૉક્ટરની આત્મહત્યા: મકાનમાલિકના પુત્રની પુણેથી ધરપકડ | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

સાતારામાં મહિલા ડૉક્ટરની આત્મહત્યા: મકાનમાલિકના પુત્રની પુણેથી ધરપકડ

પુણે: સાતારા જિલ્લામાં સરકારી હૉસ્પિટલની 28 વર્ષની મહિલા ડૉક્ટરે કરેલી આત્મહત્યા પ્રકરણે પોલીસે શનિવારે મકાનમાલિકના સોફ્ટવેર એન્જિનિયર ધરપકડ કરી હતી.

મહિલા ડૉક્ટરે પોતાની હથેળીમાં લખેલી સુસાઇડ નોટમાં જે બે જણનાં નામ આપ્યાં હતાં, તેમાંથી એક નામ પ્રશાંત બનકરનું હતું. ફલટન પોલીસ સ્ટેશનની ટીમે શનિવારે બનકરને પુણેથી ઝડપી પાડ્યો હતો.

બીડ જિલ્લાની વતની મહિલા ડૉક્ટર સરકારી હૉસ્પિટલમાં કામ કરતી હતી અને સાતારાના ફલટન ખાતે આવેલી હોટેલની રૂમમાં તે ગુરુવારે રાતે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી હતી.

આપણ વાંચો: નવી મુંબઈમાં ઝઘડા બાદ સગીરાએ કરી આત્મહત્યા: બે મહિલાની ધરપકડ

ડૉક્ટરે આત્મહત્યા પૂર્વે પોતાની હથેળી પર સુસાઇડ નોટ લખી હતી, જેમાં સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદાનેએ તેના પર અનેકવાર બળાત્કાર ગુજાર્યો હોવાનો તથા સોફ્ટવેર એન્જિનિયર બનકર તેને માનસિક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ કર્યો હતો. બંને જણ સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

બનકરને પુણેથી ઝડપી પાડવામાં આવ્યા બાદ તેને ફલટન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. બનકરની પૂછપરછ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર બનકર મકાનમાલિકનો પુત્ર છે, જેના ઘરમાં મહિલા ડૉક્ટર રહેતી હતી. ડૉક્ટરે આત્મહત્યા કરતા પહેલા તેને કૉલ કર્યો હતો અને તેની સાથે ચેટિંગ પણ કરી હતી. આ પ્રકરણની તપાસમાં સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદાનેનું નામ સામે આવ્યા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button