મહારાષ્ટ્ર

‘આતંકવાદ સામેની લડાઈમાં અમે દેશની સાથે છીએ’: સુપ્રિયા સુળે

મુંબઈઃ ઓપરેશન સિંદૂર પછી ભારત સરકારે આતંકવાદને લઈને પાકિસ્તાનની ભૂમિકાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટે સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોને વિવિધ દેશોમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. હવે આ પ્રતિનિધિમંડળને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું છે કે ધ્યાન ભટકાવવા માટે પ્રતિનિધિમંડળ મોકલવામાં આવી રહ્યું છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)નાં સાંસદ સુપ્રિયા સુળેનું પણ આ અંગે નિવેદન સામે આવ્યું છે.

પત્રકારો સાથે વાત કરતા સુપ્રિયા સુળેએ કોંગ્રેસના નેતા જયરામ રમેશના નિવેદન વિશે પૂછવામાં આવતા કહ્યું કે મને ખબર નથી કે જયરામ રમેશે શું કહ્યું છે. પરંતુ હું જે પ્રતિનિધિમંડળમાં છું તેમાં આનંદ શર્મા અને મનીષ તિવારી પણ શામેલ છે, જેમને વિદેશી બાબતોની સારી સમજ છે.

આ પણ વાંચો: IB ચીફ તપન ડેકાનો કાર્યકાળ લંબાવાયો; પાકિસ્તાન અને આતંકવાદ સામે આ ‘ચાણક્ય’ની જરૂર કેમ?

તેમણે કહ્યું કે અમે વિદેશી ધરતી પર અમારા દેશનું પ્રતિનિધિત્વ કરીશું. એનસીપી (એસપી) સાંસદ સુપ્રિયા સુળેએ કહ્યું કે મારું માનવું છે કે જ્યારે દેશમાં કોઈ સંકટ આવે, ત્યારે આપણે એક થઈને સાથે ઊભા રહેવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે કિરેન રિજિજુએ મને ફોન કરીને કહ્યું હતું કે દેશ માટે તમારો સમય જોઈએ છે. આમાં બધા જ પક્ષોના લોકો છે. અમે કોઈ પક્ષનું નહીં, પણ દેશનું પ્રતિનિધિત્વ કરીશું. આ અમારા માટે દેશનું પ્રતિનિધિત્વ કરવાની એક મોટી તક છે.

તેમણે કહ્યું કે ભારતમાં ઘણી પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને આ તેમાંથી એક છે. આજે પ્રથમ બેચમાં ત્રણ પ્રતિનિધિમંડળ રવાના થઈ રહ્યા છે. બીજી બેચ 24 મેના રોજ રવાના થશે અને 3 કે 4 જૂનના રોજ પરત ફરશે.

આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટથી ઝડપાયા આઈએસઆઈએસના 2 આતંકવાદીઓ, NIAને મળી મોટી સફળતા

પોતાને પ્રાઉડ ઇન્ડિયન ગણાવતા સુપ્રિયા સુળેએ કહ્યું કે ભારત આતંકવાદ સામે લડી રહ્યું છે અને અમે દેશની સાથે ઊભા છીએ. ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનર્જીએ પણ દેશ માટે સ્ટેન્ડ લીધું છે. તેમણે એમ પણ કહ્યું કે શરદ પવારે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે એવું કંઈ નહીં કહીએ જે આપણી સેના કે સુરક્ષા ને લઈને ખોટો મેસેજ જાય. આ દલીલોનો સમય નથી.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નાના યુદ્ધ વિશેના નિવેદન પર, સુપ્રિયા સુળેએ કહ્યું કે દરેક યુદ્ધ, યુદ્ધ છે, ભલે તે નાનું હોય કે મોટું. તેમણે જળ જીવન મિશન માટે ખર્ચમાં વધારા અંગે પારદર્શિતાના મુદ્દા પર જળ-ઊર્જા મંત્રી સીઆર પાટિલને પત્ર લખવાની પણ વાત કરી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button