યવતમાળ-વાશિમ સીએમ એકનાથ શિંદે માટે પ્રતિષ્ઠાનો જંગ
યવતમાળ-વાશિમ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ એકનાથ શિંદેને તેમની પાર્ટીના પાંચ વખતના સાંસદ ભાવના ગવળીને આ ખેડૂત-પ્રભાવિત મતવિસ્તારમાંથી હટાવવા અને તેના બદલે રાજશ્રી પાટીલને મેદાનમાં ઉતારવા માટે ભારે દબાણ કર્યા પછી યવતમાળ-વાશિમ બેઠક પર બધાનું ધ્યાન કેન્દ્રીત થયું છે. તેઓ કુણબી સમુદાયનાં છે અને શિવસેનાના હિંગોલીના વર્તમાન સાંસદ હેમંત પાટીલની પત્ની છે. જેમને ફરીથી હિંગોલીમાંથી ઉમેદવારી આપવામાં આવી નથી.
આ મતવિસ્તાર અત્યાર સુધી જાહેર કરાયેલા સાતમાં સામેલ છે જ્યાં શિવસેનાના બે જૂથો વચ્ચે સીધી લડાઈ છે. સંજય દેશમુખ શિવસેના (યુબીટી)ના ઉમેદવાર છે. પરંતુ દેશમુખ- મરાઠા- કુણબીની જાતી ગણતરીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસે તેની પરંપરાગત મુસ્લિમ, દલિત વોટ બેંક તેમના સહયોગી શિવસેના (યુબીટી) ઉમેદવારને ટ્રાન્સફર કરી શકે છે કે કેમ તેના પર પણ પરિણામ નિર્ભર રહેશે.
2008ની સીમાંકન કવાયતમાંથી ગઠિત થયેલા આ મતવિસ્તારમાં ત્યારબાદ યોજાયેલી ત્રણેય લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં શિવસેના-ભાજપના ઉમેદવારને વિજય મળ્યો છે. યવતમાળ-વાશિમની છ વિધાનસભા બેઠકોમાંથી શિવસેના પાસે માત્ર એક જ વિધાનસભ્ય સંજય રાઠોડ છે. ભાજપ પાસે ચાર વિદાનસભ્યો છે જ્યારે અજિત પવારની એનસીપી પાસે એક છે. આ લોકસભા ચૂંટણીમાં મહાયુતિની આંતર-પક્ષીય અને પક્ષની આંતરિક રાજનીતિને વ્યવસ્થિત રીતે સંભાળીને ગવળીને બળવો કરતાં રોકવામાં સફળતા મળી છે.
બહુમતી કૃષિપ્રધાન અને બંજારા મતોએ અવિભાજિત શિવસેના અને ભાજપ યુતિને ચૂંટણીઓમાં આ બેઠક જીતવામાં મદદ કરી હતી. જો કે, શિવસેનાના વિભાજન પછી ડીએમકેના મત વિભાજિત થવાની શક્યતા જોવાઈ રહી છે, દેશમુખ મતદારો શિવસેના (યુબીટી)ના ઉમેદવાર સંજય દેશમુખને ટેકો આપી શકે છે. કુણબીઓ નારાજ છે કે તેમના નેતા ભાવના ગવળીને 2022માં શિવસેનાનું વિભાજન થયું ત્યારે એકનાથ શિંદે સાથે જવા છતાં ટિકિટ આપવામાં આવી નથી. આ ઉપરાંત બંજારા સમુદાયના અગ્રણી મહંત સુનિલ મહારાજ શિવસેના (યુબીટી)માં જોડાયા છે અને તે સંજય દેશમુખ માટે પ્રચાર કરી રહ્યા છે.
ડીએમકે અને બંજારા મતો સેનાના બે જૂથોમાં વિભાજન થવાની શક્યતા જોવાઈ રહી છે. અન્ય કુણબીઓની સરખામણીમાં દેશમુખોની સંખ્યા ઓછી હોવાથી સેના અને ભાજપ ચૂપચાપ કુણબીઓ પર દાવ લગાવીને પ્રચાર કરી રહ્યા છે. પરંતુ અનુસૂચિત જાતિ અને મુસ્લિમોના અન્ય જાતિ-ધર્મ સંયોજન કોંગ્રેસના પરંપરાગત મતદારો છે અને તેઓ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કારણ કે શિવસેના (યુબીટી) કોંગ્રેસ અને એનસીપી (શરદ પવાર) સાથે જોડાણમાં છે.
શાસક મહાયુતિને અહીં અન્ય બે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, ખેડૂતો અને યુવાનોમાં નારાજી અને અનુસૂચિત જાતિના મતદારો જો ભાજપને મત આપવામાં આવે તો બંધારણમાં સંભવિત ફેરફાર અંગેની આશંકા.
ભાજપ અને શિવસેના બંનેને ખ્યાલ આવી ગયો છે કે તેઓ શેનો વિરોધ કરી રહ્યાં છે. આ મતવિસ્તારમાં પ્રચાર પર ભાજપનું નિયંત્રણ છે, છમાંથી ચાર વિધાનસભા ક્ષેત્રમાં પક્ષના વિધાનસભ્યો છે. મોવડીમંડળે એવા નેતાઓને ચેતવણી આપી છે કે જેઓ બહારના ઉમેદવાર માટે પ્રચાર કરવામાં અનિચ્છા ધરાવતા હતા. તેમને કહેવામાં આવ્યું છે કે તેમનું પ્રદર્શન હવે વિધાનસભા ચૂંટણીમાં તેમનું ભવિષ્ય નક્કી કરશે.
સંકલનનો હવાલો સંભાળતા ભૂતપૂર્વ પ્રધાન અને યવતમાળના વિધાનસભ્ય મદન યેરાવરે જણાવ્યું હતું કે, ભાજપના વિધાનસભ્યો પાર્ટીને કેન્દ્રમાં ફરી સત્તા પર લાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. મહાયુતિના ઉમેદવાર પાસે પ્રચાર માટે ઓછો સમય હતો, પરંતુ તે વડા પ્રધાનના વિકાસ કાર્યોના સમર્થનથી વિજય પાક્કો છે.
સેનાના ઉમેદવાર રાજશ્રી પાટીલે કહ્યું હતું કે વિપક્ષ તેમને આયાતી ઉમેદવાર તરીકે ઓળખાવી રહ્યો છે કારણ કે તેમની પાસે વાત કરવા માટે કોઈ મુદ્દા નથી. હું અહીં જન્મી અને ઉછરી છું. કટોકટીના સમયે લોકો માટે ચોવીસ કલાક ખુલ્લું એકમાત્ર સ્થળ મારા માતાપિતાનું ઘર છે. હું એક કષ્ટકાર (ખેડૂત) ની પુત્રી છું તેથી હું તેમની સમસ્યાઓ સારી રીતે સમજું છું અને તેના ઉકેલ માટે કામ કરીશ.